SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૧ – ગાથા-૬ ૧૭ (૩) પરિમિત પણે એકીકરણ જાળવી રાખીને લૌકિક વ્યવહાર માટે વસ્તુના સ્થૂલભેદ પાડવાવાળી જે દૃષ્ટિ તે વ્યવહારનય, જેમ કે સર્વે જીવો જીવપણે સમાન છે. આપણા જીવો પણ સિદ્ધની સમાન અનંત ગુણોની સત્તાવાળા છે. છતાં કોઈ મનુષ્ય છે, કોઈ દેવ છે વિગેરે વિગેરે. (૪) ભૂત-ભાવિની અવસ્થાને ગૌણ કરી માત્ર વર્તમાનકાલીન અવસ્થાને જ વસ્તુસ્વરૂપ માને, આમ કાલકૃત ભેદ કરે તે ૠજીસૂત્રનય. જેમ કે જે પદાર્થ જે કાળે જેવો છે. તે કાળે તેને તેવો માનવો, ભૂત-ભાવિમાં થયેલી કે થવાવાળી ઊંચી-નીચી અવસ્થાને ગૌણ કરવી તે ૠસૂત્રનય. (૫) વર્તમાનકાલીન પર્યાયમાં પણ જે નય લિંગકૃત જાતિકૃત અથવા વચનકૃત ભેદ કરે છે. તે શબ્દનય. જેમકે આ અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં ૨૪ તીર્થંકર ભગવન્તો થયા છે. તેમાં ૨૩ ને પુરૂષ તીર્થંકર માને, એકને સ્ત્રી તીર્થંકર માને. (આ લિંગકૃત ભેદ છે.) (૬) વર્તમાનકાલીન પર્યાયમાં, સમાન લિંગવાળા શબ્દમાં પણ વ્યુત્પત્તિભેદે ભેદ માને. જેમ કે ન્ન્ પાતિ ઋતિ નૃપ:, મુવં પાતિ કૃતિ મૂવઃ, રાખતે કૃતિ રાજ્ઞા, મનુષ્યોનું રક્ષણ કરે તે નૃપ, પૃથ્વ રક્ષણ કરે તે ભૂપ. માત્ર વિવિધ પ્રકારે શોભે અને શરીર શોભાવે તે રાજા. (૭) વર્તમાનકાલીન પર્યાયમાં, સમાન લિંગવાળામાં, વ્યુત્પત્તિસિદ્ધ અર્થમાં પણ ક્રિયાકાળે જ વસ્તુતત્ત્વ માને તે એવંભૂતનય. જેમ કે જયારે મનુષ્યોના રક્ષણની ક્રિયા કરવામાં રાજા વર્તતો હોય ત્યારે જ તે નૃપ, તે કાળપૂરતો નૃપ કહેવાય. આ રીતે પ્રથમના ત્રણ નયો દ્રવ્યાર્થિકનયના પ્રકારો છે અને પાછળના ચાર નયો પર્યાયાર્થિકનયના પ્રકારો છે. તેમાં સંગ્રહનય એ દ્રવ્યાર્થિકનયનો મૂલાધાર છે અને જીસૂત્રનય એ પર્યાયાર્થિકનયનો મૂલાધાર છે. શેષ નયો તે તે નયની શાખા-પ્રશાખારૂપ છે. ॥ ૫ ॥ હવે ચાર નિક્ષેપાઓમાં નયોની ઘટના - नामं ठवणा दविए त्ति एस दव्वट्ठियस्स निक्खेवो । भावो उपज्जवट्ठिअस्स परूवणा एस परमत्थो ।। ६ ।। ( नाम स्थापना द्रव्यमित्येषः द्रव्यार्थिकस्य निक्षेपः । भावस्तु पर्यवास्तिकस्य प्ररूपणा एषः परमार्थः ॥ ६ ॥ ) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy