________________
૧૮ કાર્ડ-૧ – ગાથા-૬
સન્મતિપ્રકરણ ગાથાર્થ - નામ સ્થાપના અને દ્રવ્ય આ ત્રણ નિપા એ દ્રવ્યાર્થિકનયનો વિષય છે અને ભાવનિક્ષેપ એ પર્યાયાર્થિકનયનો વિષય છે. આ જ પરમાર્થ છે કે ૬ /
| વિવેચન - તત્વાર્થસૂત્ર - વિશેષાવશ્યક ભાષ્ય આદિ મહાગ્રંથોમાં નિપા સમજાવવામાં આવ્યા છે. નિક્ષેપ એટલે એક જ વસ્તુનું જુદી જુદી રીતે સમજાવાતું સ્વરૂપ, દાખલા તરીકે “આ દેવેન્દ્ર છે” તો આ વ્યક્તિ શું નામમાત્રથી દેવેન્દ્રકુમાર છે ? કે દેવેન્દ્રની કોઈ છબી છે એટલે તેને દેવેન્દ્ર કહેવાય છે? કે ભૂતકાળમાં તે દેવેન્દ્ર હતો એટલે આજે તેને માજી દેવેન્દ્રરૂપે દેવેન્દ્ર કહેવાય છે? કે શું હાલ તે સાક્ષાત્ દેવોનો ઈન્દ્ર છે એટલે દેવેન્દ્ર કહેવાય છે. આમ એક જ વસ્તુનું જુદી જુદી રીતે સ્વરૂપ વિચારવું તે નિક્ષેપ કહેવાય છે. જો કે આ નિક્ષેપ એ નયમાં જ અંતગર્ત થાય છે તો પણ જૈનશાસ્ત્રોમાં શિષ્યોની બુદ્ધિના વિકાસ માટે આ નિક્ષેપા નયોથી કંઈક જુદી રીતે સમજાવાય છે.
સામાન્યથી નિક્ષેપના ચાર પ્રકાર છે. નામ, સ્થાપના, દ્રવ્ય, અને ભાવ. જે નામમાત્રથી જ તેવી વસ્તુ હોય, પારમાર્થિકપણે વસ્તુ ન હોય અર્થાત્ નામ પ્રમાણેના ગુણધર્મો કે વસ્તુસ્વરૂપ તેમાં ન હોય તે નામનિક્ષેપ. જેમ નામમાત્રથી દેવેન્દ્રને દેવેન્દ્ર કહેવો તે. કોઈ છોકરાનું નામ દેવેન્દ્ર રાખવામાં આવ્યું. તે નામમાત્રથી જ દેવેન્દ્ર છે. સ્થાપના એટલે આકૃતિ - ચિત્ર - પ્રતિબિંબ - છબી, સ્થાપના રૂપે સ્થાપિત કરેલી ઈદ્રની મૂર્તિને આ “દેવેન્દ્ર છે” આમ કહેવું છે. જે આવતા ભવમાં દેવેન્દ્ર થવાનો હોય, અથવા જે હમણાં નથી પણ ભૂતકાળમાં પહેલાં દેવેન્દ્ર હતો તે દ્રવ્યદેવેન્દ્ર અને જે હાલ દેવોના ઈન્દ્ર પદે બિરાજમાન છે તે પદ ભોગવે છે તે ભાવદેવેન્દ્ર.
અહીં નામ - સ્થાપના અને દ્રવ્ય આ ત્રણ નિપા એ દ્રવ્યાર્થિકનયનો વિષય છે. કારણ કે તેમાં કોઈને કોઈ રીતે પણ અભેદ દ્રવ્ય દૃષ્ટિ રહેલી છે. જેનું નામ માત્ર દેવેન્દ્ર છે તેને જોઈ “આ દેવેન્દ્ર છે” આમ લોકો કહે છે એટલે અસલી દેવેન્દ્રનો અને આ નામમાત્રથી દેવેન્દ્રનો તે વક્તા નામરૂપે અભેદ કરે છે તેવી જ રીતે સ્થાપનામાં ચિતરેલા દેવેન્દ્રનો તેની વેષભૂષા અને કાયિક હાવભાવને જોઈને અસલી દેવેન્દ્રની સાથે તેનો અભેદ કરી આ તો ખરેખર જાણે દેવેન્દ્ર છે એમ માની લે છે. તથા જે હાલ દેવેન્દ્ર નથી પણ થવાના છે કે ભૂતકાળમાં હતા તે દેવેન્દ્રનું જીવદ્રવ્ય તેનું તે જ હોવાથી ભૂત-ભાવિની સાથે વર્તમાનનો અભેદ કરી આ દેવેન્દ્ર છે. આમ લોકો જે બોલે છે. તે સઘળો વચનવ્યવહાર અભેદ પ્રધાન દ્રષ્ટિવાળો છે માટે પ્રથમના ત્રણ નિક્ષેપા દ્રવ્યાર્થિકનયનો વિષય બને છે. આ ત્રણે નિક્ષેપાવાળા દેવેન્દ્રમાં અસલી દેવેન્દ્રનો કોઈને કોઈ રીતે બુદ્ધિથી અભેદ કરવો પડે છે માટે દ્રવ્યાર્થિક નયનો વિષય ગણાય છે. જ્યારે ભાવનિક્ષેપે જે દેવેન્દ્ર છે તે પોતે જ તે પર્યાયને વર્તમાનકાળે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org