________________
સન્મતિપ્રકરણ કાર્ડ-૧ – ગાથા-૭
૧૯ અનુભવતો હોવાથી કોઈની પણ સાથે અભેદ કરવો પડતો નથી. બલ્બ બીજા નિક્ષેપાઓથી ભિન્ન રીતે એ તરી આવે છે. કારણ કે તેમાં વાસ્તવિક ભાવદેવેન્દ્ર૯ વર્તે છે. તેથી ભાવનિક્ષેપો પર્યાયાર્થિકનયનો વિષય બને છે.
સંક્ષેપથી આ ચાર નિક્ષેપ છે. વિસ્તારથી વિચારીએ તો ચારે નિપાના પણ ચાર ચાર ભેદ પડવાથી ૧૬ નિક્ષેપ પણ થાય છે. જેમ કે સમોવસરણમાં કેવલી તરીકે બીરાજમાન અને ધર્મદેશના આપતા મહાવીર પ્રભુ ભાવતીર્થકર છે. તેમનું મહાવીરસ્વામી એવું જે નામ તે ભાવનિક્ષેપા ઉપર નામ, તેમના શરીરની લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ આદિ આકૃતિ તે ભાવનિક્ષેપા ઉપર સ્થાપના, તે કાળે તેમનું વર્તતું જે આત્મદ્રવ્ય તે ભાવનિક્ષેપા ઉપર દ્રવ્ય, અને તે કાળે તેમના આત્મામાં વર્તતી તીર્થકરપણાની જે ભાવલક્ષ્મી તે ભાવનિક્ષેપા ઉપર ભાવ. એવી જ રીતે મહાવીર પરમાત્માની એક મૂર્તિ છે. તે સ્થાપના નિક્ષેપ છે. પણ કોઈ પૂછે કે આ કયા ભગવાનની મૂર્તિ છે ? તો તે મૂર્તિનું મહાવીરસ્વામી એવું જે નામ તે સ્થાપનાનિલેપ ઉપર નામ, તે મૂર્તિ ઉપરથી ફોટો પાડવામાં આવે કે બીજી મૂર્તિ બનાવવામાં આવે તે સ્થાપનાનિક્ષેપ ઉપર સ્થાપના, મહાવીર સ્વામી પ્રભુની મૂર્તિ ઘડવામાં આવી પણ અંજનશલાકા-પ્રતિષ્ઠા વિગેરે ન થયેલ હોવાથી દર્શનીયમાત્ર મૂર્તિ તે સ્થાપનાનિક્ષેપ ઉપર દ્રવ્ય, અને અંજનશલાકા-પ્રતિષ્ઠા વિગેરે થયેલી પૂજાતી મૂર્તિ તે સ્થાપનાનિક્ષેપ ઉપર ભાવ. આમ નામનિક્ષેપમાં તથા દ્રવ્યનિક્ષેપમાં પણ ચાર ચાર ભેદ થાય છે. આ રીતે સર્વત્ર સમજવું.
આ નિપા સમજાવવાનો આશય એ છે કે જુદા જુદા સ્થાને વપરાયેલા એક જ શબ્દના અર્થમાં ભ્રમ (ગોટાળો) ન થઈ જાય અને સ્પષ્ટ અર્થ સમજાય તે માટે નિપા સમજાવાય છે. જેમકે કોઈએ કહ્યું કે “પેલા નગરશેઠ જાય છે” તો મનમાં પ્રશ્ન થશે કે આ ગામમાં જે નગર શેઠના નામથી પ્રસિદ્ધમાત્ર છે તે નામ નગરશેઠ જાય છે કે જે ભૂતકાળમાં નગરશેઠ હતા, અને હાલ નથી, પણ ભૂતકાળની નગરશેઠની પદવીના કારણે નગરશેઠપણે જે પ્રસિદ્ધ છે તેવા માજીનગરશેઠ જાય છે કે હાલ જે વાસ્તવિક નગરશેઠ છે તે જ જાય છે ? આવા પ્રશ્નો થવા સંભવિત છે. તે પ્રશ્નો ટાળવા માટે અને ભ્રમ (ગોટાળો) દૂર કરી સાચો યથાર્થ અર્થ સમજાય તે માટે જૈનશાસ્ત્રોમાં નિપા સમજાવેલા છે. તે ચારે નિક્ષેપાનો અહીં નયામાં સમાવતાર કર્યો છે . ૬ ||
બન્ને નયોનો વિષય એક-બીજાથી તદન જુદો નથી જ તે જણાવે છે. पजवणिस्सामण्णं, वयणं दवट्ठियस्स अत्थि त्ति । अवसेसो वयणविही, पज्जवभयणा सपडिवक्खो ॥ ७ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org