________________
કાઠ-૧ – ગાથા-૭
સન્મતિપ્રકરણ ( નિઃસામાન્ય, વવ વ્યાર્થિસ્ય “મતિ' કૃતિ | અવશેષો વનવિધિ:, પર્યાયમનના સપ્રતિપક્ષઃ | ૭ )
ગાથાર્થ - પર્યાયોથી સર્વથા મુક્ત એવું સામાન્યાત્મક “અસ્તિ” (ગુજરાતીમાં “આ છે”) એવું જે વચન છે. તે દ્રવ્યાર્થિકનયનું વચન છે અને બાકીનો સઘળો પણ વચનવ્યવહાર ભજનાએ (વિકલ્પ) પ્રતિપક્ષવાળા (દ્રવ્યાર્થિક)નયથી સહિત એવા પર્યાયાર્થિકનયનો પણ છે
વિવેચન - જગતમાં રહેલા સઘળાયે પદાર્થો પ્રત્યે તે પદાર્થોને જાણવા માટે, તે પદાર્થો સંબંધી ચિંતવણા કરવા માટે અથવા તેઓનો વ્યવહાર (ઉપયોગ) કરવા માટે જે જે વિચારો મનમાં પ્રવર્તે છે અને પ્રયોજનને અનુસારે બોલવારૂપે જે જે વચનવ્યવહારો પ્રવર્તે છે. તે બધા જ વિચારો અને વચન વ્યવહારો અપેક્ષાવિશેષે સામાન્યાત્મક પણ હોય છે અને વિશેષાત્મક પણ હોય છે તેથી તે સઘળા વિચારો અને વાણી દ્રવ્યાર્થિકનયનો વિષય પણ બને છે અને પર્યાયાર્થિકનયનો વિષય પણ બને છે. જેમકે “આ વનસ્પતિ છે” આવો વિચાર મનમાં આવ્યો અથવા પ્રયોજન ઉપસ્થિત થવાથી વચનોચ્ચાર કર્યો ત્યાં આંબો હોય કે લિંબડો હોય કે સરગવો હોય કે બાવળ હોય પણ આખર આ સર્વે વનસ્પતિ છે. એમ આંબા આદિ વિશેષોને ગૌણ કરી વનસ્પતિસામાન્ય પ્રધાન કરીને આ વાક્ય બોલાયું હોય તો તે દ્રવ્યાર્થિકનયનું વચન છે અને જ્યારે એવા આશયથી બોલાતું હોય કે આ કંઈ પૃથ્વી નથી, પાણી નથી, અગ્નિ નથી, વાયુ નથી પરંતુ વનસ્પતિ છે. આમ વિશેષની પ્રધાનતાએ ભેદ સૂચક તરીકે બોલાતું હોય તો તે જ વાકય પર્યાયાર્થિકનયનું પણ છે. આમ નવો વયાવિહ= બાકીનો સઘળો પણ બોલવા સ્વરૂપ વચનમાર્ગ (અને વિચારવા સ્વરૂપ માનસિક વિકલ્પો) સપરિવલ્લો- પ્રતિપક્ષભૂત એવા દ્રવ્યાર્થિકનયના વિષય સહિત, મયUTI = ભજનાએ=વિકલ્પ ૫ઝવ = પર્યાયાર્થિકનયનો પણ વિષય બને છે.
ટીકામાં કહ્યું છે કે - પર્યાયાજ્ઞિક્ષત્તિમ્ - તવિનં = સામાન્ય સદસ્વરૂપ મિ વરને તત્ પર્યાયનિસામાનચં વન વિં પુનતત્ ? રૂાદ - “તિ" તિ, તત્ર, द्रव्यार्थिकस्य स्वरूपम् प्रतिपादकं वा ।।
આ જીવ છે" આવું વાકય જ્યારે એકેન્દ્રિયત્વ વિકલેન્દ્રિયન્ત કે પંચેન્દ્રિયત્યાદિ વિશેષોને ગૌણ કરી જીવત નામના સામાન્યધર્મને આગળ કરી ઐક્યતાસૂચક રૂપે અભેદગામી દૃષ્ટિ વડે બોલાતું હોય તો તે દ્રવ્યાર્થિકનયનું વચન છે જેમ કે એકેન્દ્રિય હોય, વિકસેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય પણ આખર સર્વે “જીવ” છે. જીવપણે સમાન છે. આવી અભેદપ્રધાન દ્રષ્ટિથી બોલાતું વચન તે દ્રવ્યાર્થિકનયનું વચન છે. અને ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ આદિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org