________________
સન્મતિપ્રકરણ કાર્ડ-૨ – ગાથા-૨૭
૧૭૭ હવે ગ્રંથકારશ્રી કહે છે કે “અસ્કૃષ્ટ અને અવિષયનું જે જ્ઞાન થાય છે. તે જ દર્શન છે” આ અમારી વાત જો નહી માનવામાં આવે અને “સામાન્ય બોધ તે જ દર્શન” આ જ વ્યાખ્યાને આગ્રહથી વળગી રહેવામાં આવશે તો મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની છઘસ્થ જીવોમાં દર્શન ક્યાંય ઘટશે જ નહીં અને અસંભવ દોષ આવશે. કારણ કે શ્રુતજ્ઞાન, મતિપૂર્વક જ થાય છે એટલે કે પ્રથમ મતિજ્ઞાન થયા પછી જ શ્રુતજ્ઞાન થાય છે. આ રીતે પ્રથમ મતિજ્ઞાનનો કેટલોક કાલ વીત્યા પછી શાસ્ત્રાનુસારી ચિંતન-મનન કરતાં કરતાં ઉત્તરકાલે શ્રુતજ્ઞાન થતું હોવાથી તે તો વિશેષબોધાત્મક જ થવાનું, સામાન્ય બોધાત્મક નહીં થવાનું, તેથી તે શ્રુતજ્ઞાનમાં ક્યાંય સામાન્યબોધ એ અર્થવાળો દર્શનશબ્દ પ્રવર્તશે નહીં.
હવે બાકી રહ્યું ફક્ત મતિજ્ઞાન, તેના છ ઇન્દ્રિયો દ્વારા ૨૮ ભેદ અને ૩૩૬ અથવા (૩૪) ઉત્તરભેદ કર્મગ્રંથાદિમાં આવે છે. તે જોતાં વ્યંજનાવગ્રહ-અર્થાવગ્રહ-ઈહા-અપાય અને ધારણા આ સઘળા પણ ભેદો મતિજ્ઞાનના જ ગણાવ્યા છે. તમે “જે જ્ઞાન તે જ દર્શન” આ વ્યાખ્યા સ્વીકારતા નથી. “જે સામાન્યબોધ તે દર્શન” આ વ્યાખ્યા સ્વીકારો છો તેથી - જો વ્યંજનાવગ્રહાદિ ૨૮ ભેદોને (અથવા તે ભેદોમાંથી પ્રથમના ૧૬ ભેદોને) દર્શન કહો તો છેવટે જ્ઞાનને જ દર્શન માન્યું, એવો અર્થ થાય કારણ કે ૨૮ ભેદો કે પ્રથમના ૧૬ ભેદો, આ સઘળુંય છે તો મતિજ્ઞાન જ, અર્થાત્ જ્ઞાન જ છે અને તેને જ દર્શન કહેવાય આમ માનવા જતાં છેવટે જે જ્ઞાન છે તે જ દર્શન છે. આવી અમારી વ્યાખ્યા જ સ્વીકારવી પડે, અને જો એમ ન માનવું હોય તો વ્યંજનાવગ્રહાદિ ૨૮ ભેદો જ્ઞાનના જ હોવાથી અને જે જ્ઞાન તે દર્શન ન કહેવાય તેવો તમારો આગ્રહ હોવાથી વ્યંજનાવગ્રહાદિના કાલની પણ પૂર્વે કોઈ સામાન્યબોધ માનવો પડે કે જેને દર્શન કહેવાનું સ્થાન થાય, આમ તો છે જ નહીં, કારણ કે વ્યંજનાવગ્રહાદિ જ એટલા બધા અસ્પષ્ટ બોધાત્મક છે કે જેની પૂર્વે સામાન્યબોધ થાય છે. આ વાત ન સંભવે. અસંભવિત જ છે.
| વ્યંજનાવગ્રહાદિની પૂર્વે સામાન્યબોધનો અવકાશ જ નથી કે જેને દર્શન કહેવાય, અને વ્યંજનાવગ્રહાદિ મતિજ્ઞાનના જ ભેદ છે એવું કહેલ હોવાથી, તથા “જ્ઞાન એ જ દર્શન છે” આ માન્યતા તમે ન સ્વીકારતા હોવાથી મતિજ્ઞાનમાં (એટલે તેના ૧૬ કે ૨૮ ભેદોમાં) પણ દર્શનશબ્દનો વ્યવહાર તમારા મતે ક્યાંય થશે નહીં. આ રીતે જો શ્રુતજ્ઞાનમાં અને મતિજ્ઞાનમાં ક્યાંય દર્શનશબ્દનો વ્યવહાર થશે નહીં. તો ચક્ષુ-અચક્ષુદર્શન રહેશે ક્યાં ?
ટીકામાં કહ્યું છે કે - મતિશ્રુતજ્ઞાનનિમિત્તાસ્થાનાકર્થોપત્નH ૩જી સામે છે तयोरेकतरस्मिन्नपि न दर्शनं सम्भवति, न तावदवग्रहो दर्शनं, तस्य ज्ञानात्मकत्वात् ततः कुतो दर्शनम् ? नास्तीत्यर्थः, अस्पृष्टेऽविषये चार्थे ज्ञानमेव दर्शनम्, नान्यदिति प्रसक्तम् ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org