SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ કાણ્ડ-૨ – ગાથા-૨૭ સન્મતિપ્રકરણ નથી. ઘટપટાદિ પદાર્થો અસ્પષ્ટ છે. પરંતુ તે મનઃપર્યવજ્ઞાનનો વિષય જ નથી. શ્રુતજ્ઞાનનો વિષય છે. અને ચિંતકજીવ વડે ગ્રહણ કરાયેલી મનોવર્ગણા મન:પર્યવજ્ઞાનનો વિષય છે. પરંતુ તે અસ્પૃષ્ટ નથી. કારણ કે ચિંતક જીવને તે સ્પષ્ટ છે. ટીકામાં કહ્યું છે કે एतेन लक्षणेन मन: पर्यायज्ञानमपि दर्शनं प्राप्तं परकीयमनोगतानां घटादीनामालम्ब्यानां तत्रासत्त्वेनास्पृष्टेऽविषये च घटादावर्थे तस्य भावात्, न चैतद् युक्तम्, आगमे तस्य दर्शनत्वेनापाठात् । भण्यतेऽत्रोत्तरम्, णोइंदियम्मि मनोवर्गणाख्य मनोविषये प्रवर्तमानं मनः पर्यायबोधरूपं ज्ञानमेव, न दर्शनम्, यस्मादस्पृष्टा घटादयो नास्य विषया लिङ्गानुमेयत्वात्तेषाम् । तथा चागमः " जाणइ बज्झेऽणुमाणाओ" (विशेषावश्यक भाष्य गाथा ८१४ ) ।। આ રીતે મનઃપર્યવજ્ઞાનમાં ક્યાંય દર્શનશબ્દ લાગુ પડવાની આપત્તિ કે અતિવ્યાપ્તિ આવતી જ નથી. જરા સ્થિરમને વિચાર કરશો તો આ વિષય જરૂર સમજાશે. ॥ ૨૬ ॥ દર્શનશબ્દની વ્યાખ્યાનો મતિ-શ્રુતજ્ઞાન પ્રસંગે આવતો અસંભવદોષ, અને તેનું નિવારણ - - मइसुयणाणनिमित्तो, छउमत्थे होइ अत्थउवलंभो । एयरम्मिवि सिं, ण दंसणं दंसणं कत्तो ।। २७ ।। मतिश्रुतज्ञाननिमित्तश्छद्मस्थे भवत्यर्थोपलम्भः । एकतरस्मिन्नपि तयोर्न दर्शनं दर्शनं कुतः ।। २७ ।। " ગાથાર્થ - છદ્મસ્થ જીવોમાં મતિ અને શ્રુતજ્ઞાનના નિમિત્તે જ અર્થબોધ થાય છે. હવે જો તે બન્ને જ્ઞાનોમાંથી કોઈ એકેમાં પણ દર્શન માનવામાં ન આવે તો દર્શન ક્યાં સંભવશે ? અર્થાત્ દર્શનનો અસંભવ જ થશે. ॥ ૨૭ ॥ વિવેચન - અવધિજ્ઞાનમાં દર્શનશબ્દની ઉપરોક્ત વ્યાખ્યા લાગુ પડતી હોવાથી અવધિદર્શન છે. મનઃપર્યવજ્ઞાનમાં કથંચિત્ સ્પષ્ટ વિષય હોવાથી વ્યાખ્યા લાગુ ન પડવાથી મનઃપર્યાવદર્શન નથી, કેવલજ્ઞાનમાં પણ વ્યાખ્યા બરાબર લાગુ પડતી હોવાથી કેવલદર્શન છે આ ચર્ચા વિવેચનમાં બહુ બહુ થઈ ગઈ છે. જ્યારે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન આ બન્ને જ્ઞાનો છ ઇન્દ્રિયજન્ય જ્ઞાન છે. છદ્મસ્થ જીવોને પ્રાયઃ આ બે જ્ઞાનવડે જ બહુધા અર્થનો બોધ થાય છે. કારણ કે અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન તો વિશિષ્ટ લબ્ધિ હોવાથી કોઈકને જ થાય છે. અને ક્યારેક જ થાય છે. તેથી છદ્મસ્થ જીવોને બહુધા આ બે જ્ઞાનો વડે જ અર્થનો (વિષયનો) બોધ (ઉપલંભ) થાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy