SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ કાર્ડ-૨ – ગાથા-૨૮ સન્મતિપ્રકરણ વ્યંજનાવગ્રહાદિ ભેદો જ્ઞાનના છે અને તેની પૂર્વે બોધ થવાની સંભાવના નથી. તેથી વ્યંજનાવગ્રહાદિ જ્ઞાનને જ દર્શન માનવું જોઈએ. ત્યાં ચક્ષુમાં અસ્પૃષ્ટવિષયનું જ્ઞાન છે અને મનમાં બાધેન્દ્રિયથી અગ્રાહ્મવિષયનું જ્ઞાન છે. તેથી આ બે જ ઇન્દ્રિયોના જ્ઞાનમાં દર્શનની વ્યાખ્યા લાગુ પડે છે. તેથી શાસ્ત્રકારોએ ચક્ષુ અને અચક્ષુ (મનસંબંધી) એમ બે જ દર્શનો કહ્યાં છે. શેષ ચાર ઇન્દ્રિયજન્ય જ્ઞાન અસ્પષ્ટ નથી તેથી તે ચાર ઇન્દ્રિયજન્ય જ્ઞાનને મતિશ્રુત જ્ઞાન જ કહેવાય છે. પણ દર્શન કહેવાતું નથી. આ પ્રમાણે હોવાથી મતિ અને શ્રુતજ્ઞાનમાં જ જો દર્શનશબ્દની વ્યાખ્યા નહી જોડો તો વ્યંજનાવગ્રહાદિના કાલની પૂર્વે અવકાશ નહી હોવાથી દર્શનશબ્દ ક્યાંય લાગશે નહીં, તેથી અસંભવદોષ આવશે, પણ જો જ્ઞાનને જ દર્શન માનશો અને તે પણ અસ્કૃષ્ટ અને અવિષયના જ્ઞાનને જ, તો આવા પ્રકારનો અસંભવદોષ પણ નહી આવે, અને શાસ્ત્રોક્ત ચક્ષુ-અચક્ષુ દર્શનની વ્યવસ્થા પણ બરાબર ઘટશે. માટે આ વ્યાખ્યા સ્વીકારવી જોઈએ. / ૨૭ જેટલું શ્રુતજ્ઞાન છે. તેટલું સઘળુંય શ્રુતજ્ઞાન અચક્ષુદર્શન બનતું નથી. કારણ કે અનુમાન ઉપમાન તથા આગમ આદિ પ્રમાણોથી જાણી શકાય તેવું જે શ્રુતજ્ઞાન છે. તે પ્રત્યક્ષ નથી તેથી તેને છોડીને શેષ શ્રુતજ્ઞાન મનોગ્રાહ્ય હોવાથી અચક્ષુદર્શન થાય છે. આ વાત સ્પષ્ટ કરે છે. जं पच्चक्खग्गहणं, ण इंति सुयणाणसम्मिया अत्था । तम्हा दंसणसद्दो, ण होइ सयले वि सुयणाणे ॥ २८ ॥ यत्प्रत्यक्षग्रहणं, न यन्ति श्रुतज्ञानसम्मिता अर्थाः । तस्माद्दर्शनशब्दो, न भवति सकलेऽपि श्रुतज्ञाने ।। २८ ॥ ગાથાર્થ - શ્રુતજ્ઞાનથી સારી રીતે જાણેલા સઘળા પણ પદાર્થો પ્રત્યક્ષ ગ્રહણમાં આવતા નથી, તેથી સકલ એવા શ્રુતજ્ઞાનમાં પણ દર્શનશબ્દ લાગતો નથી. તે ૨૮ / વિવેચન - છએ ઇન્દ્રિયજન્ય મતિજ્ઞાનમાં દર્શનશબ્દ લાગુ પડતો નથી. પરંતુ માત્ર ચહ્યું અને મનોજન્ય મતિજ્ઞાનમાં જ દર્શન શબ્દ લાગુ પડે છે કારણ કે તે બે ઇન્દ્રિયજન્ય જ જ્ઞાન અસ્પૃષ્ટવિષયક, બાલ્વેન્દ્રિયના અવિષયભૂત અને સાક્ષાબોધરૂપ છે. શેષ ઇન્દ્રિયોમાં આવો બોધ નથી. તેથી ચહ્યું અને મનોજન્ય મતિજ્ઞાનને દર્શન કહેવાય છે. આમ ગાથા ૨૭ માં મતિજ્ઞાનની અંદર દર્શનશબ્દ ક્યાં લગાડાય ? તે જણાવ્યું, હવે આ ગાથામાં શ્રુતજ્ઞાનમાં દર્શનશબ્દ ક્યાં લગાડાય તે જણાવે છે. પાંચ ઇન્દ્રિયોથી અને મનથી જે ભાવો જણાય છે તે મતિજ્ઞાન છે. જે ૨૮ મેદવાળું છે. આ મતિજ્ઞાન થવાપૂર્વક શ્રુતાનુસારી (ગુરુજી દ્વારા અથવા પૂર્વે અભ્યાસ કરેલા ગ્રન્થો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy