________________
૨૪૪ કાર્ડ-૩ – ગાથા-૧૧
સન્મતિપ્રકરણ કલ્પનામાત્ર છે. તથ્ય નથી. વાસ્તવિક નથી સાચી વાત એ છે કે દ્રવ્યના આશ્રયે થતી ગુણોની જે હાનિ-વૃદ્ધિ છે. અથવા જે તરતમતા છે એ જ પર્યાય છે અને તેને જ દ્રવ્યના પર્યાયો કહેવાય છે. આ જ વાત હવે પછીની ગાથાઓમાં ગ્રંથકારશ્રી પોતે જ વિશેષ સમજાવે છે. તે ૧૦ ||
जं च पुण अरिहया, तेसु तेसु सुत्तेसु गोयमाईणं । पज्जवसण्णा णियमा, वागरिया तेण पज्जाया॥ ११ ॥ यच्च पुनरर्हता, तेषु तेषु सूत्रेषु गौतमादिभ्यः । पर्यायसञ्ज्ञा नियमाद् व्याकृता तेन पर्यायाः ॥ ११ ॥
ગાથાર્થ - તથા વળી અરિહંત ભગવંત વડે તે તે સૂત્રોમાં ગૌતમસ્વામી આદિ ગણધરોની સમક્ષ (ગુણોની જ) પર્યાય એવી સંજ્ઞા કહેલી છે. તેથી એમ માનવું જોઈએ કે ગુણો એ પર્યાયો જ છે. (પણ પર્યાયથી જુદા ગુણ નથી.)
વિવેચન - ભગવતીજી આદિ આગમશાસ્ત્રોમાં પરમાત્માશ્રી મહાવીર પ્રભુજી અને ગણધર એવા શ્રી ગૌતમસ્વામિની પ્રશ્નોત્તરી જે ચાલે છે. તે સઘળી જગ્યાએ ભગવંતે ગુણોને પણ “પર્યાય” એવી સંજ્ઞાથી જ એવા નામથી જ) કહ્યા છે. તેથી ગુણો એ પર્યાયો જ છે. પર્યાયોથી ગુણ નામનો સ્વતંત્ર કોઈ પણ પદાર્થ નથી. કે જેથી દ્રવ્યપર્યાયથી જુદા ગુણપર્યાય સિદ્ધ થાય.
ચેતન એવા આ આત્માનો જ્ઞાન એ ગુણ છે. પરંતુ તે જ્ઞાન ગુણ જ કાલક્રમે મતિજ્ઞાનરૂપે, શાસ્ત્રાભ્યાસ દ્વારા શ્રુતજ્ઞાન રૂપે, અને કાલાન્તરે મોહનો ક્ષય કરવા વડે કેવલજ્ઞાનરૂપે પરિણામ પામે છે. આ રીતે જ્ઞાન એ ગુણ છે. તે જ જુદા-જુદા ભાવે પરિણામ પામે છે. તેને જ પર્યાય કહેવાય છે એવી જ રીતે જડ વસ્તુમાં વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ આ ચારે ગુણો છે પણ તેમાં વર્ણ નામનો ગુણ જ કાલે કાલે નીલ-પીત-શ્વેત-રક્ત અને કૃષ્ણ રૂપે પરિણામ પામે છે. તેથી નીલાદિ પાંચે પર્યાયો કહેવાય છે. અહીં વર્ણગુણ અને નીલાદિપર્યાયો કંઈ જુદા નથી. પરંતુ વર્ણ નામનો ગુણ જ નીલાદિ ભાવે પરિણામ પામે છે તેથી તે ગુણને જ પર્યાય કહેવાય છે. તેવી જ રીતે ગંધ એ ગુણ છે. તે જ ગુણ ક્યારેક સુગંધરૂપે હોય છે અને ક્યારેક દુર્ગધરૂપે હોય છે. તેથી સુગંધ-દુર્ગધ એ પર્યાય છે અને ગંધ એ ગુણ છે. તેથી ગંધ નામનો ગુણ જ સુગંધ-દુર્ગધ રૂપે પરિણામ પામે છે. આ રીતે જે ગુણો છે તે જ બદલાતા હોવાથી અથવા હાનિ-વૃદ્ધિ પામતા હોવાથી અથવા તેમાં તરતમતા થતી હોવાથી, તેઓની જ નીલ-પીતાદિ ભાવે જે પરાવૃત્તિ થાય છે એટલે કે આધારભૂત એવા દ્રવ્યમાં ગુણોનું જે પરિવર્તન થાય છે તેને જ પર્યાય કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org