________________
ર૪૩
સન્મતિપ્રકરણ
કાર્ડ-૩ – ગાથા-૧૦ - જો ગુણ નામની ત્રીજી વસ્તુ હોત તો ત્રીજો નય પણ શાસ્ત્રમાં લખ્યો હોત. પરંતુ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આમ બે જ નયો સૂત્રમાં કહ્યા છે. માટે માનવું જોઈએ કે ગુણ એ સ્વતંત્ર ત્રીજી વસ્તુ નથી.
ઉપરોક્ત ચર્ચા જોતાં સમજાશે કે ગુણ એ સ્વતંત્ર ત્રીજી વસ્તુ નથી જ. માટે દ્રવ્યથી ગુણને ભિન્ન ન સમજતાં દ્રવ્યના આશ્રય ગુણોનું જે પરિવર્તન થાય છે. તેને જ પર્યાય કહેવાય છે આમ સમજીને દ્રવ્ય અને પર્યાય આ બે જ તત્ત્વ સ્વીકારવાં જોઈએ.
પ્રશ્ન - જો ગુણ એ ત્રીજુ સ્વતંત્ર તત્ત્વ ન હોય તો દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આવું નામ રાખવામાં ત્રણનો ઉલ્લેખ કેમ કરાય છે ? તથા
जो जाणइ अरिहंते, दव्वत्तगुणत्तपज्जत्तेहिं
सो जाणइ अप्पाणं मोहो खलु नासइ तस्स. ઇત્યાદિ પાઠોમાં પણ ત્રણ તત્ત્વોનો ઉલ્લેખ કેમ જોવા મળે છે ?
ઉત્તર - આ ત્રણ તત્ત્વનો ઉલ્લેખ વિવક્ષાના વશથી કરેલો છે. જેનો ભેદ નથી, તેનો પણ વિવક્ષા માત્રથી બોલવા પુરતો ભેદ બોલાય છે. જેમકે “મારું માથું દુઃખે છે. તેલની ધારા પડે છે. પાણીનું પૂર વહે છે” આ દરેક વાક્યોમાં જો કે ષષ્ટીવિભક્તિ દ્વારા ભેદ જણાવાય છે. પરંતુ વાસ્તવિક પણે ભેદ નથી. “હું અને માથું, તેલ અને ધારા, પાણી અને પૂર, આ તત્ત્વો જેમ જુદાં જુદાં બોલાય છે પણ તે બન્ને જુદાં જુદાં નથી. તેમ દ્રવ્ય અને તેના ગુણોનું પરિવર્તન પણ ભિન્ન ભિન્ન નથી. આજે મારો આત્મા બળ છે. આજે મારો આત્મા પ્રસન્ન છે ઇત્યાદિ ઘણા સ્થળોએ આવા પ્રકારનો ષષ્ઠી વિભક્તિ દ્વારા વિવક્ષાના વશથી ભેદ કરાય છે. પણ વાસ્તવિક ભેદ હોતો નથી. તેમ અહીં પણ સમજવું.
પૂજય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ રાસમાં આ જ વાત કહી છે. पर्यायथी गुण भिन्न न भाखिओ, सम्मति ग्रंथि विगति रे ।
નેદનો ભેદ્ર વિવાવશથી, તે વેમ દિડું શm ? | ૨-૨ .
પર્યાયથી ગુણ ભિન્ન નથી. આવું સ્પષ્ટ સન્મતિપ્રકરણમાં કહ્યું છે. જેનો વિવક્ષાના વશથી ભેદ કરાય છે. તેને સ્વતંત્ર પર્યાય પામવાની શક્તિરૂપ વાસ્તવિક ભેદ કેમ કહેવાય ? - અર્થાત્ ન જ કહેવાય.
તેથી દ્રવ્યનું પરિવર્તન તે દ્રવ્યપર્યાય અને ગુણનું પરિવર્તન તે ગુણપર્યાય આવી દિગંબરાચાર્યોએ કરેલી વ્યાખ્યા બરાબર નથી. દ્રવ્યથી ગુણ જો ભિન્ન હોત અને દ્રવ્યમાં જેમ પરિવર્તન પામવાની શક્તિ છે. તેવી ગુણમાં પણ પરિવર્તન પામવાની શક્તિ હોત તો જ ઉપરોક્ત કલ્પના સંભવી શકે. પણ તેમ નથી. તેથી દિગંબરાચાર્યોની આ કલ્પના એ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org