________________
૨૪૨ કાર્ડ-૩ – ગાથા-૧૦
સન્મતિપ્રકરણ જિનેશ્વર પરમાત્માએ તે તે આગમશાસ્ત્રોમાં વસ્તુઓના સ્વરૂપને સમજાવતા બે જ નયો કહ્યા છે. એક દ્રવ્યાર્થિક અને બીજો પર્યાયાર્થિક. જો ગુણ એ ત્રીજો સ્વતંત્ર પદાર્થ હોત - તો પરમાત્મા ક્યાંઈક (કોઈક એકાદ આગમશાસ્ત્રમાં) પણ ત્રીજો ગુણાર્થિકાય છે. આવું કથન કરત. પરંતુ ક્યાંય ગુણાર્થિક નામના ત્રીજા નયનું કથન આવતું જ નથી. તેથી પણ સિદ્ધ થાય છે કે નયો બે જ છે માટે તત્ત્વ પણ દ્રવ્ય અને પર્યાય આમ બે રૂપ જ છે. એટલે કે મૂલભૂત દ્રવ્ય એ એકતત્ત્વ અને તે દ્રવ્યને આશ્રયી થતું ગુણોનું પરિવર્તન = (અર્થાત) પર્યાય. એ બીજુ તત્ત્વ, આમ દ્રવ્ય અને પર્યાય એ બે જ તત્ત્વ છે. ગુણ નામનું ત્રીજું સ્વતંત્ર તત્ત્વ જ નથી કે જેના અલગ પર્યાયો કહેવાય.
ટીકામાં કહ્યું છે કે - પ્રવેવ મૂનની ભવિતા દ્રવ્યાર્થિપથાર્થ નિયમિત ! तत्रातः पर्यायादधिके गुणविशेषे ग्राह्ये सति तद्ग्राहक-गुणास्तिकनयोऽपि नियमितुं युज्यमानकः स्यात्, अन्यथा अव्यापकत्वं नयानां भवेत्, अर्हतो तदपरिज्ञानं प्रसज्येत । વિશેષાવશ્યકભાષ્યમાં પૂજય જિનભદ્રમણિક્ષમાશ્રમણજીએ પણ કહ્યું છે કે -
दोहिं वि णयेहिं णीयं, सत्थमुलूएण तहवि मिच्छत्तं ।
जं सविसयप्पहाणत्तणेण, अण्णुण्णनिरवेक्खा ।। २१९५ ।। દિગંબરાસ્નાયમાં “નયચક્ર” ગ્રંથમાં પણ બે જ મૂલનય કહ્યા છે.
दो चेव य मूलणया भणिया, दव्वत्थ पज्जयत्थगया ।
अण्णे असंखसंखा, ते तब्भेआ मुणेयव्वा ॥ १८३॥ પ્રમાણનયતત્ત્વલોકમાં પૂજય વાદિદેવસૂરિજી મ.શ્રીએ પણ કહ્યું છે કે स व्याससमासाभ्यां द्विप्रकार: ७-३ व्यासतोऽनेकविकल्पः ७-४ समासस्तु द्विभेदो द्रव्यार्थिकः पर्यायार्थिकश्च ७-५ आद्यो नैगमसङ्कहव्यवहारभेदात् त्रेधा ७-६ पर्यायार्थिकश्चतुर्धा, ऋजुसूत्रः, शब्दः, समभिरूढः, एवम्भूतश्च ७-७ પૂજ્ય ઉ. શ્રી યશોવિજયજી મ.શ્રીએ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં પણ કહ્યાં છે કે -
जो गुण त्रीजो होइ पदारथ, तो त्रीजो नय लहिइ रे । द्रव्यारथ पर्यायारथ नय, दोइ ज सूत्रिं कहिइ रे ।
નિનવા સારૂ મન ઘડુિં ૨-૨૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org