________________
સન્મતિપ્રકરણ
કાણ્ડ-૩ – ગાથા-૧૦
૨૪૧
રહેલા ગુણોનું જ પરિવર્તન થાય છે. તેને જ પર્યાય પણ કહેવાય છે અને દ્રવ્યપર્યાય પણ · કહેવાય છે. આ પ્રમાણે આધારભૂત જે પદાર્થ તે દ્રવ્ય, અને તેના આશ્રયે થતું જે (ગુણસંબંધી) પરિવર્તન તે પર્યાય, આમ બે જ વસ્તુ છે.
ટીકામાં કહ્યું છે કે - શુનુશિનોરેવાન્તાન્યત્વસ્થાસક્ષવાત્, મુળશબ્દે વ સાવારીશ્ર્વमस्ति, किं पर्यायादधिके गुण शब्दः ? उत पर्याय एव प्रयुक्त इति ? अभिप्रायश्च न पर्यायादन्यो गुणः पर्यायश्च कथञ्चिद् द्रव्यात्मकः इति विकल्पः कृतः ॥ ९ ॥
ગુણ એ ત્રીજી સ્વતંત્ર વસ્તુ નથી તે ઉપર યુક્તિ જણાવે છે - दो पुण या भगवया, दव्वट्ठियपज्जवट्ठिया नियया । एत्तो य गुणविसेसे, गुणट्ठियणओ वि जुज्जंतो ॥ १० ॥ द्वौ पुनर्नय भगवता, द्रव्यार्थिकपर्यायार्थिको नियतौ । एतस्माच्च गुणविशेषे, गुणार्थिकनयोऽपि युज्येत ॥ १० ॥
ગાથાર્થ - પરમાત્મા વડે જૈન આગમશાસ્ત્રોમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આમ બે
જ નયો કહેવાયા છે. આ કારણથી જો ગુણ એ જુદો પદાર્થ હોત તો ગુણવિશેષમાં ગુણાર્થિક નામનો જુદો ત્રીજો નય પણ યોજ્યો હોત. ॥ ૧૦ ॥
વિવેચન - દ્રવ્ય એ મૂલભૂત અને ગુણ-પર્યાયોના આધારભૂત પદાર્થવિશેષ છે. જેના ધર્મ-અધર્મ-આકાશ-જીવ અને પુદ્ગલ આમ પાંચ ભેદ છે. અને છઠ્ઠું કાલ એ ઔપચારિક દ્રવ્ય છે. પ્રથમનાં ત્રણ દ્રવ્યો સંખ્યામાં એક-એક છે, અને પાછલાં ત્રણ દ્રવ્યો અનંત-અનંત છે. તે દ્રવ્યોમાં પ્રતિસમયે થતું જે પરિવર્તન છે તે ગુણોસંબંધી પરિવર્તન છે. તેને જ પર્યાય કહેવાય છે. અને દ્રવ્યના પર્યાય અર્થાત્ દ્રવ્યપર્યાય પણ કહેવાય છે. ગુણોની થતી હાનિવૃદ્ધિ કે ગુણોમાં રહેલી જે તરતમતા છે તે જ દ્રવ્યપર્યાય છે. જો તેને ગુણના જ પર્યાય માનીને જુદા કહીએ તો તેને છોડીને દ્રવ્યોમાં બીજું કશું જ પરિવર્તન સંભવતું જ નથી. આમ થવાથી આ પર્યાયથી જુદા દ્રવ્યના પર્યાય કોઈ સંભવશે જ નહીં. માટે દ્રવ્યથી ગુણોને • કથંચિત્ અભિન્ન સમજીને ગુણોને આશ્રયી થતા પરિવર્તનને જ દ્રવ્યના પર્યાય કહેવાય છે આમ સમજવું જોઈએ. અને આ જ વાત યુક્તિથી પણ સંગત થાય છે. તેથી દ્રવ્ય એ મૂલવસ્તુ છે અને તેમાં ગુણોને આશ્રયી થતું પરિવર્તન તે પર્યાય છે. આમ બે જ મૂલ તત્ત્વ છે. બન્ને તત્ત્વને જોનારી જીવોની જે દૃષ્ટિ છે તેને જ બે નય કહેવાય છે. ભૂલભૂત દ્રવ્યને જોનારી જે દૃષ્ટિ છે તે દ્રવ્યાર્થિકનય છે. અને તેના પરિવર્તનને જોનારી જે દૃષ્ટિ છે તે પર્યાયાર્થિકનય છે. પરિવર્તન શેનું થાય છે ? તો દ્રવ્યના આશ્રયે રહેલા ગુણોનું, તેને જ દ્રવ્યપર્યાય કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org