________________
કાડ-૩ – ગાથા-૧ ૨
૨૪૫
સન્મતિપ્રકરણ
આ કારણે જ ભગવતીજી આદિ સૂત્રોમાં ગૌતમસ્વામિજીના પ્રશ્નોના ઉત્તર સમયે પરમાત્મા મહાવીર પ્રભુએ વર્ણપર્યાય, ગંધ પર્યાય, રસ પર્યાય આવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. તથા લોકવ્યવહારમાં પણ આમ કહેવાય છે કે આ જીવનો ચારિત્રપર્યાય ઘણો લાંબો છે. આ જીવનો જ્ઞાનપર્યાય શ્રેષ્ઠ છે. આ જીવનો તપપર્યાય પ્રશંસનીય છે આમ સર્વત્ર ગુણોને પર્યાયશબ્દથી જ સંબોધ્યા છે. માટે ગુણો એ પર્યાયથી જુદા નથી. ગુણોનું જ પરિવર્તન થાય છે. અને તે ગુણો દ્રવ્યથી અભિન્ન હોવાના કારણે ગુણોની પરાવૃત્તિને જ દ્રવ્યપર્યાય કહેવાય છે. તેથી દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય આમ બન્ને ભિન્ન ભિન્ન નથી. પરમાત્માની વાણી ઉપર પ્રમાણે હોવાથી ગુણશબ્દનો પ્રતિપાદ્ય અર્થ પર્યાય જ થાય છે. ગુણોની પરાવૃત્તિને છોડીને દ્રવ્યના અન્ય કોઈ પર્યાયો સંભવતા જ નથી. દ્રવ્યના આશ્રયે ગુણોનું જે પરિવર્તન થાય છે. તેને જ દ્રવ્યપર્યાય કહેવાય છે.
ટીકામાં કહ્યું છે કે - યતઃ પુનર્માવતી તસ્વિંતસ્મિન્સૂન્ને“વUOTSનવેëિ ધપવેટિં" (માવતી સૂત્ર ૨૪-૪-૧૨૩ ) રૂાવિના પર્યાયસંજ્ઞા નિયમિતા વUrfવિપુ નૌતમવિષ્ય: व्याकृतास्ततः पर्याया एव वर्णादयो न गुणा इत्यभिप्रायः ।। ११ ।।
परिगमणं पजाओ, अणेगकरणं गुणत्ति तुल्लत्था । तह वि ण गुण त्ति भण्णइ, पजवणयदेसणा जम्हा ॥ १२ ॥ परिगमनं पर्यायोऽनेककरणं गुण इति तुल्यार्थौ । तथापि न गुण इति भण्यते, पर्यायनयदेशना यस्मात् ॥ १२ ॥ .
ગાથાર્થ - પરિગમન એ પર્યાય અને અનેકકરણ એ ગુણ આ બન્ને શબ્દો તુલ્ય અર્થવાળા છે. તો પણ “આ ગુણ છે” આમ કહેવાતું નથી. કારણ કે પરમાત્માની દેશના પર્યાયાર્થિકનયની છે. / ૧૨ /
| વિવેચન - પરિગમન એ પર્યાય અને અનેકકરણ એ ગુણ આ સર્વે પણ શબ્દો સમાન અર્થવાળા (એકાર્થક) છે. પરિવર્તન એટલે પરિગમન, નવા નવા રૂપે થવું તે પર્યાય, તથા વિવક્ષિત એવા એકદ્રવ્યને અનેક સ્વરૂપે કરવું તે અનેકકરણ એ ગુણ એટલે કે દ્રવ્યમાં રહેલા પ્રતિસમયે પલટાતા સહભાવી જે ધર્મો તે ગુણ. આમ શબ્દોથી પ્રતિપાદ્ય અર્થ ભિન્ન ભિન્ન હોવા છતાં પણ તાત્ત્વિકપણે આ બન્ને શબ્દોથી વાચ્ય અર્થમાં અર્થભેદ હોતો નથી. કારણ કે પ્રતિસમયે દ્રવ્યનું પરિવર્તન થવું કહો કે નવા નવા સ્વરૂપે પલટાવું કહો, બન્ને એક જ છે. તથા દ્રવ્યનું નવા નવા સ્વરૂપે પરિણામ પામવાપણું જે છે તે જ દ્રવ્યને ભિન્ન ભિન્ન સ્વરૂપે અનેકપણે કરે છે. તથા દ્રવ્યમાં સહભાવી પણે રહીને જે ધર્મો પલટાતા રહે છે તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org