SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ સન્મતિપ્રકરણ કાર્ડ-૨ – ગાથા-૧૮ તત્ત્વાર્થાધિગમના તે જ સૂત્રમાં જીવને અરૂપી કહ્યો છે. હવે શરીર ધારી જીવ રૂપી પણ છે. એટલે આ સૂત્રમાં સિદ્ધસ્થાવસ્થામાં રહેલા, તથા કર્મ અને શરીર રહિત એવા મૂળભૂત જીવદ્રવ્યની અપેક્ષાએ અરૂપી કહ્યો છે. આવી અપેક્ષા પણ અનુભવીએ લગાડવી જ પડે છે. પ્રશ્ન - “ગડુ ગાડું, તફા ન પાસ વિ' તથા “સમર્થ પાલત તં સમર્થ ‘નો પતિ વત્ની' આ પાઠમાં તો અતિશય સ્પષ્ટ જ લખ્યું છે કે કેવલી આત્મા જે સમયે જાણે તે સમયે ન જુએ અને જે સમયે જુએ તે સમયે ન જાણે, અહીં કોઈ બીજી અપેક્ષા લગાડીને કે બીજો કોઈ અર્થ કરીને સૂત્રસંગતિ કરી શકાય એવો કોઈ વિકલ્પ જ દેખાતો નથી, કોઈ નયભેદ પણ દેખાતો નથી. તો નવી વિવેક્ષા વળી અહીં શું હોઈ શકે ? ઉત્તર - ગાથા ૧ થી ૧૭માં એટલી બધી લંબાણપૂર્વક ચર્ચા કરી છે અને તે ચર્ચા સાંભળતાં તર્કથી, યુક્તિથી અને પ્રમાણથી આ વાત એક ચોક્કસ નક્કી થાય છે કે કેવલી પરમાત્મા સર્વઘાતકર્મના ક્ષયવાળા હોવાથી, નિરાવરણ હોવાથી, તેઓના ઉપયોગમાં કોઈ પ્રતિબંધક તત્ત્વ નહી હોવાથી અને શાસ્ત્રોમાં સર્વજ્ઞ-સર્વદર્શી કહ્યા હોવાથી આવા કેવલી પરમાત્મામાં તો ક્રમશર ઉપયોગ કે એક સમયમાં ઉપયોગ ભેદ કોઈ રીતે ઘટી શકતો નથી. તો અહીં ઘનઘાતી કર્મોના ક્ષયવાળા તેરમા-ચૌદમા ગુણસ્થાનકે બીરાજમાન અને સિદ્ધાવસ્થામાં બીરાજમાન યથાર્થ સર્વજ્ઞ સર્વદર્શ એવા કેવલી ન લેતાં “ઔપચારિક” કેવલી લેવા જોઈએ. અર્થાત્ આ પાઠ ઔપચારિક કેવલીને આશ્રયી છે. એવી વિવક્ષા-અપેક્ષા લગાડવી જોઈએ. મૂલ પાઠમાં સર્વત્ર “વની" એવો વિશેષ્યવાચી જ શબ્દ છે. તેની આગળ વિશેષણ આપણે જ વિવક્ષાથી જોડવું જોઈએ કે કેવલી બે જાતના છે. (૧) યથાર્થકેવલી અને (૨) ઔપચારિક કેવલી. આ સૂત્રપાઠ યથાર્થકેવલીને આશ્રયીને સંગત થતો નથી તેથી અવશ્ય આ પાઠ ઔપચારિક કેવલીને આશ્રયી જ છે એવો નિર્ણય કરીને કેવલી શબ્દની આગળ “ઔપચારિક” એવું વિશેષણ કુશલ અનુભવી પુરૂષે લગાડીને બન્ને સૂત્રપાઠોની સંગતિ કરવી જોઈએ. પ્રશ્ન - “ઔપચારિક” કેવલી એટલે શું? શું કેવલી પણ ઔપચારિક હોય? આવા ઔપચારિક કેવલી કોણ હોય ? કેવલીમાં આવો ભેદ અમે ક્યારેય જાણ્યો નથી અને સાંભળ્યો પણ નથી. ઉત્તર - ચૌદ પૂર્વધારી, દ્વાદશાંગીના જાણકાર ભદ્રબાહુ સ્વામી વિગેરે જેવા મહાત્મા પુરૂષોને “શ્રુતકેવલી” જે કહેવાય છે તે ઔપચારિકકેવલી જાણવા. એટલું બધું વિશિષ્ટ શ્રુતજ્ઞાન હોય અથવા અવધિજ્ઞાન હોય અથવા મન:પર્યવજ્ઞાન હોય કે જે કેવલીપરમાત્માતુલ્ય ઉત્તર આપે, કેવલી જેવી ભવ્ય દેશના આપે, કેવલી જેવો સંતોષ આપે, ખ્યાલ પણ ન આવે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy