________________
(૧૪) તમે તેઓની આશાતના કરી છે. તેથી તમારે સ્થવિરો પાસે પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. સ્થવિરોએ આ દોષ દૂર કરવા “પારાંચિત” પ્રાયશ્ચિત્ત આપ્યું.
પારાચિત પ્રાયશ્ચિત્ત” એટલે કે સાધુનો વેશ છુપાવી, ગચ્છનો ત્યાગ કરી, બાર વર્ષ સુધી દુષ્કર તપ કરવાનું. તેના વિના આવા દોષની શુદ્ધિ ન થાય. તેમાં એક જ અપવાદ છે કે તે બાર વર્ષ દરમ્યાન જૈનશાસનની મહાન પ્રભાવના થાય એવું જો કોઈ વિશિષ્ટ કામ થાય તો મુદત પુરી થયેલા પહેલાં તે ભૂલ કરનારને પોતાના મૂલસ્થાન ઉપર લઈ શકાય. સ્થવિરોની આ વાત સાંભળી સરળસ્વભાવી અને આત્માથી એવા શ્રી સિદ્ધસેનસૂરિજીએ પોતાનો સાધુવેશ ગુપ્ત રાખી ગચ્છને છોડ્યો અને શાસનપ્રભાવના કરવાના હેતુથી વિચરવા લાગ્યા. આમ કરતાં કરતાં સાત વર્ષો તો વીતી ગયાં. ઉજૈયિણી નગરીમાં આવ્યા. રાજમંદિરે જઈને દ્વારપાલને કહ્યું કે તું મારા તરફથી રાજાને આટલા સમાચાર આપ.
दिदृक्षुर्भिक्षुरायातो वारितो द्वारि तिष्ठति । हस्तन्यस्तचतुःश्लोकः किमागच्छतु गच्छतु ॥१४॥
તમારા દર્શનની ઈચ્છાવાળો એક ભિલુક હાથમાં છે ચાર શ્લોકો જેને એવો આવેલો છે. પરંતુ દ્વારપાલોએ રોકવાથી બારણે ઉભેલો છે. આપ કહો તો તે આવે કે તે પાછો જાય ?
આ સાંભળી ગુણગ્રાહી રાજા ખુશ થયો. દિવાકરજીને અંદર બોલાવ્યા. રાજમાન્ય આસન ઉપર બેસાડ્યા અને ચારે શ્લોકો ગાવાનું કહ્યું.
अपूर्वेयं धनुर्विद्या, भवता शिक्षिता कुतः । मार्गणौघः समभ्येति, गुणो याति दिगन्तरम् ॥१६॥
આપના વડે આવી અપૂર્વ ધનુર્વિદ્યા ક્યાં શિખાઈ ? કે જે ધનુકલામાં માર્ગણોનો સમૂહ (યાચકોનો સમૂહ તથા બાણોનો સમૂહ સામે આવે છે. અને ગુણ (ગુણો અથવા ધનુષ્યની દોરી) દૂર દૂર દિશાન્તર સુધી જાય છે. ખરેખર તો બાણોનો સમૂહ દૂર જવો જોઈએ, તેને બદલે તે સામે આવે છે. અને દોરી પાસે રહેવી જોઈએ તે દૂર દૂર જાય છે. (યાચકોનો સમૂહ નજીક આવે છે અને ગુણો દૂર દૂર જાય છે.)
अमी पानकुरङगाभाः, सप्तापि जलराशयः । यद्यशोराजहंसस्य, पञ्जरं भूवनत्रयम् ॥१२७॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org