SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૨ – ગાથા-૩૪ થી ૩૬ ૧૯૧ ટીકામાં કહ્યું છે કે સીજ્ઞાને નિયન સગવર્ન, તને પુનર્જનની વિરત્વનીયમ્ सम्यग्ज्ञानं । एकान्तरुचौ न सम्भवति, अनेकान्तरुचौ तु सम्यग्दर्शने समस्ति । यतश्चैवमतः सम्यग्ज्ञानं चेदं सम्यग्दर्शनं च विशिष्टरुचिस्वभावमवबोधरूपमर्थतः सामर्थ्यादुपपन्नं भवति । ઉત્તમ મહાત્મા પાસેથી પૂર્વાચાર્યરચિત ગ્રન્થોના ભાવાર્થો ભણતાં, સાંભળતાં, સમજતાં અને તેનું વારંવાર પરિશીલન કરતાં “અહા ! આ કેવું સુંદર તત્ત્વ છે, કેટલું બધું સત્ય છે, મહાત્મા જેમ કહે છે તેમ જ દેખાય છે. તેવું જ અનુભવાય છે. આવું સત્ય આજ સુધી ક્યારેય મેં જાણ્યું જ ન હતું. આવા પ્રકારના નિર્ણયાત્મક (નિશ્ચયબોધાત્મક) જે રુચિસ્વરૂપ જ્ઞાન થાય છે. તે જ્ઞાનને જ સમ્યગ્દર્શન કહેવાય છે. તેથી જ આવું સમ્યજ્ઞાન થયે છતે નિયમા દર્શન (રુચિ) હોય જ છે. પરંતુ કેવલ એકલું દર્શન (રુચિ) હોતે છતે (મિથ્યાભાવે જાણેલાં તત્ત્વો ઉપર અથવા સર્વથા અજ્ઞાતાવસ્થામાં પણ રુચિ થવાનો સંભવ હોવાથી તેવી રુચિ હોતે છતે) પણ સમ્યજ્ઞાન હોય જ એવો નિયમ નથી. વ્યવહારનયથી રુચિની પ્રધાનતા જેમ છે તેમ નિશ્ચયનયથી સમ્યજ્ઞાનની પ્રધાનતા છે. વીતરાગ પરમાત્મા પ્રત્યેની રુચિવાળુ જ્ઞાન જ અને આવા જ્ઞાનવાળી રુચિ જ, આત્માનું કલ્યાણ કરનારી છે. યથાર્થ તત્ત્વજ્ઞાન રુચિને ઉત્પન્ન કરનાર છે. તેથી યથાર્થતત્ત્વનિર્ણય રૂપ જે બોધ છે તેને જ સમ્યગ્દર્શન કહેવાય છે. માટે રુચિ સ્વરૂપ દર્શન જે પ્રસિદ્ધ છે તે પણ અનેકાન્ત વિષયક રુચિ લેવી. અને તેવી વિશિષ્ટ રુચિ જ્યાં હોય છે. ત્યાં તે રુચિ જ્ઞાનથી ભિન્ન તત્ત્વ નથી. // ૩૩ | જ્ઞાન અને દર્શનનો ભેદ નથી પણ અભેદ છે તેની બહુ ચર્ચા કરી. હવે કેવલજ્ઞાનને જૈનશાસ્ત્રોમાં “સાદિ-અપર્યવસિત” કહેલું છે. તેથી તે વાક્ય તરફ જ વધારે ભાર આપીને કેટલાક આચાર્યો કેવલજ્ઞાનમાં કેવલ એકલું ધૃવત્વ જ માને છે. પ્રતિસમયમાં થનારા ઉત્પાદ-વ્યય નથી સ્વીકારતા, તેમના એકાન્તવાદનું પણ નિરસન કરે છે. केवलणाणं साई, अपज्जवसियं ति दाइयं सुत्ते । तेत्तियमित्तोत्तुणा, केइ विसेसं ण इच्छंति ॥ ३४ ।। जे संघयणाईया ( भावा) भवत्थकेवलिविसेसपज्जाया । ते सिज्झमाणसमये ण होति विगयं तओ होइ ॥ ३५ ॥ सिद्धत्तणेण य पुणो, उप्पण्णो एस अत्थपज्जाओ । વેવેનમાવં તુ વહુ, દેવેન્દ્ર (મuid) વાદ્ય સુત્તે ૫ રૂદ | Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy