________________
૩૯૦ કાર્ડ-૩ – ગાથા-૬૮
સન્મતિપ્રકરણ બને, એક-બીજાની પોષક અને વર્ધક બને તે રીતે બન્ને શક્તિઓનો જો વિકાસ સાધવામાં આવે તો જ ફળપ્રાપ્તિ થાય છે. ચેતનાશક્તિ તે જ્ઞાનમાર્ગ છે. અને વીર્યશક્તિ તે ક્રિયામાર્ગ છે. બન્નેની સમન્વયપણે સાધના-વિકાસ કરવાથી અનંતસુખગુણની પ્રાપ્તિ થાય છે જો એક શક્તિનો વિકાસ સાધીએ અને બીજી શક્તિની ઉપેક્ષા કરીએ તો તે વિકાસ અપૂર્ણ જ રહી જાય છે. જે આ જીવ જન્મમરણના દુઃખનો ભાગી ન બને એવી અજરામર પરિસ્થિતિ આપવાને અસમર્થ થાય છે.
કોઈ જીવ પાણીથી ભરેલા તળાવને કે સરોવરને તરીને પેલે પાર જવા ઈચ્છે પરંતુ ઈચ્છા કરવા માત્રથી કંઈ તરી જવાતું નથી. તે તરવા માટે તે જીવને તરવાની કળાનું જ્ઞાન હોવું પણ જરૂરી છે અને તરવા માટેની હાથ-પગ યથોચિતપણે હલાવવાની ક્રિયાની પણ જરૂરિયાત છે. બન્ને શક્તિના વિકાસ વિના પાર પામવું અશક્ય છે.
કોઈ જીવ અમદાવાદથી મુંબઈ જવા ગાડી લઈને નીકળે. પરંતુ અમદાવાદથી મુંબઈ જવાના સરળ અને સુખદાયી રસ્તાનું જ્ઞાન હોવું પણ જરૂરી છે અને તે રસ્તા ઉપર ગાડી ચલાવવાની ક્રિયા કરવી પણ જરૂરી છે. બન્નેમાંના કોઈ એકના પણ અભાવે ફળપ્રાપ્તિ થતી નથી.
કોઈ પણ માણસ કોઈ પણ જાતનો ધંધો-વ્યવસાય કરે તો તે ધંધા વ્યવસાયનું જ્ઞાન હોવું પણ જરૂરી છે અને તે માલની લેવડ-દેવડ કરવા રૂપ ક્રિયા કરવી પણ જરૂરી છે. આવાં
અનેક ઉદાહરણોથી સમજાય તેમ છે કે જ્ઞાન અને ક્રિયા બન્નેનો સમન્વય હોવો જરૂરી છે. 'શાસ્ત્રમાં આ વાત સમજાવવા માટે “અંધ-પંગુ” ન્યાય અતિશય પ્રસિદ્ધ છે, કોઈ એક
અંધ પુરૂષ અને બીજો પાંગળો પુરૂષ એક જંગલમાં હતા. અને ત્યાં આગ લાગી, અથવા માર્ગ ભુલ્યા પણ તે જંગલમાં બન્ને સાથે મળ્યા. જેથી પાંગલાએ દૃષ્ટિ આપી માર્ગ બતાવ્યો અને આંધળાએ પાંગળાને ખભા ઉપર લીધો અને પગ દ્વારા ગતિક્રિયા આપી. આમ બન્ને સાથે મળવાથી ઈષ્ટનગરે પહોંચ્યા. તેમ અહીં જાણવું.
ચેતનાનો વિકાસ એટલે જ્ઞાનપ્રાપ્તિ કરવી અને વીર્યવિકાસ એટલે તેને અનુસાર ધર્મક્રિયા, ધર્મસંસ્કાર, અને ધર્મમય વાતાવરણવાળું જીવન ઘડવું. એ જ માર્ગ આત્મ કલ્યાણ કરનારો છે. સંસારમાં પણ જેમ વ્યાવહારિક શિક્ષણ સારૂં મેળવ્યું હોય (ધારો કે ડોક્ટરનું શિક્ષણ લીધું હોય) અને તેને અનુસારે જીવન પણ તે પ્રાપ્ત કરેલી કળાના આચરણવાળું બનાવ્યું હોય (ડોક્ટરી લાઈનની પ્રેક્ટીશ કરવા દ્વારા સારો અનુભવ મેળવ્યો હોય ૨/૩ વર્ષ રેસીડન્સી કરી હોય) તો ધનપ્રાપ્તિ દ્વારા જીવન સંસારના સુખે સુખી થાય છે તેમ આધ્યાત્મિક ક્ષેત્રે પણ સંવેગ-નિર્વેદના પરિણામને વધારનારું આત્મતત્ત્વનું વિશાળ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org