________________
સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૬૮
૩૯૧ જ્ઞાન મેળવ્યું હોય અને તેને અનુસારે જીવન પણ ત્યાગ તપાદિ ધર્મક્રિયામય બનાવ્યું હોય તો પૂર્વબદ્ધ કર્મોની વિપુલ નિર્જરા થતાં આ જીવની વહેલી પહેલી મુક્તિ થાય છે.
- હવે જો સમ્યજ્ઞાનની પ્રાપ્તિ જ ન કરી હોય તો જીવન સારું કેમ ઘડી શકાય? યથાર્થ ધર્મક્રિયામય જીવન કેવી રીતે બને? અર્થાત્ ન બને, માટે સમ્યજ્ઞાન મેળવવું જરૂરી છે. અને જો સમ્યજ્ઞાનની પ્રાપ્તિ કરી હોય પરંતુ તેને અનુસાર વર્તનવ્યવહારમાં જો સુધારો કરવામાં ન આવ્યો હોય તો તેવા જ્ઞાન માત્રથી પણ આ જીવને શું લાભ ? તેથી જ શાસ્ત્રકાર મહારાજા આ ગાળામાં જણાવે છે કે જ્ઞાન અને ક્રિયા આમ આ બન્નેના એકાન્ત માર્ગો જો સ્વીકારાય તો તે છુટા છુટા છેડાઓ છે. તે બન્ને છેડાઓ છુટા છુટા જો રહે તો આંધળા અને પાંગળાની જેમ આ જીવ ઘણો દુઃખી જ થાય. પરંતુ આંધળા અને પાંગળાનો જેમ સમન્વય થયો અને યથોચિત પણે વર્યા તો સુખી થયા તેમ જ્ઞાન અને ક્રિયા યથાસ્થાને ગોઠવાય તો મુક્તિની પ્રાપ્તિ કરાવવા રૂપ કાર્યના સાધક બને. અને આ આત્મા આત્મિક એવા અનંતસુખે સુખી થાય અન્યથા આત્માના કલ્યાણનો સાધક ન બને.
આ વિષય ઉપર અન્યશાસ્ત્રોમાં પણ ઘણું બધું કહેલું છે. તેથી મુનિપણું પ્રાપ્ત કરેલા અને ત્યાગ-તપાદિ ચરણ-કરણમાં વ્યાપ્ત એવા મુનિએ સૂત્રપાઠ-અર્થપાઠ અને અનુભવાદિ જ્ઞાન મેળવવામાં નિરંતર ઉદ્યમશીલ બનવું. અને બહુશ્રુતત્વ બહુશિષ્યગણ પરિવારત્વ અને સમાજમાં માનવત્તા આદિ બાહ્ય વિભૂતિવાળા આત્માએ પણ તે બાહ્યવિભૂતિમાં ન રાચતાં આત્માનું દમન કરે તેવા સમ્યજ્ઞાનને મેળવવા માટે વાચના લેવા-દેવાના જ વ્યવહારમાં વધારે લયલીન રહેવું. શાસ્ત્રકારોએ મુનિને ઉદ્દેશીને આ ઉપદેશ આપ્યો છે પરંતુ આ ઉપદેશ એકલા મુનિ ગણ પુરતો જ નથી - શ્રાવક-શ્રાવિકાએ પણ પોત પોતાની ભૂમિકાનુસાર આ જ માર્ગને અનુસરવાનું છે. સ્વચ્છંદતા, અહંભાવ, પદ્ગલિકભાવની પ્રીતિ, પરભાવદશા, અને બહિરાત્મભાવ ત્યજીને સદ્ગુરૂની નિશ્રા લઈને યથોચિત ધર્મારાધના કરવી અને સમ્યગૂ જ્ઞાન મેળવવું આ જ માર્ગ અતિશય આવશ્યક અને આત્મહિતકારક છે.
જ્ઞાન અને ક્રિયાના, નિશ્ચય અને વ્યવહારના, દ્રવ્ય અને ભાવના, સામાન્ય અને વિશેષના એકાન્ત વાદને ન સ્વીકારતાં સર્વત્ર બન્નેનો યથાસ્થાને સમન્વય થાય, પરસ્પર સાપેક્ષતા જળવાય તે રીતે અનેકાન્તવાદની દૃષ્ટિવાળા બનવું. પોતાના જીવનમાં પણ બન્નેના વ્યવહારો યથાયોગ્ય રીતે મેળવવા. સંસારના પણ સર્વે વ્યવહાર અનેકાન્તવાદ ઉપર જ રહેલા છે. તો મુક્તિના અર્થી એવા ચતુર્વિધ સંઘમાં રહેલા સર્વે પણ મહાત્માઓએ સમ્યજ્ઞાનની પ્રાપ્તિમાં અને તેને અનુસાર સર્વથા નિર્લેપ એવું પોતાનું જીવન ઘડવામાં તથા ત્યાગ-તપ શુદ્ધાચરણમય જીવન બનાવવામાં નિરંતર પ્રયત્નશીલ બનવું આ જ કલ્યાણપ્રાપ્તિનો પરમ ઉપાય છે. તે ૬૮ ||
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org