SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ કાડ-૧ – ગાથા-૪૯ સન્મતિપ્રકરણ ૧૦૩ (૧) નરક-નિગોદ આદિ ભવોમાં જીવો અસંખ્ય અને અનંત છે છતાં દ્રવ્યાર્થિકનયની પ્રધાનતાએ સર્વે જીવો મૂલભૂત પદાર્થરૂપે સમાનતાવાળા હોવાથી એક છે આમ કહેવાય છે સર્વે જીવો અનંતજ્ઞાનવાળા, અનંતદર્શનવાળા, અનંતચારિત્રવાળા, અનંતવીર્યવાળા, અસંખ્યાતપ્રદેશવાળા, પારિણામિક સ્વભાવવાળા, સંકોચ વિકાશ ધર્મવાળા એમ મૂલસ્વરૂપે સમાન હોવાથી “એક છે એમ પણ કહેવાય છે. જુઓ શ્રી ઠાણાંગસૂત્ર સ્થાન ૧, સૂત્ર ૧, ૨. (૨) આ આત્મા જેના દ્વારા દંડાય, દુઃખી થાય તેને દંડ કહેવાય, જે પરિણતિ કર્મબંધના કારણભૂત બને અને જેના દ્વારા જીવને દંડની પ્રાપ્તિ થાય તે દંડ કહેવાય. સામાન્યથી આ દંડના ત્રણભેદ પ્રસિદ્ધ છે મનદંડ, વચનદંડ અને કાયદંડ, “જાવંત કવિ સાહૂ” સૂત્રમાં ચરમપદ “ તિવરયામાં આવે છે. તથા મનયોગ એટલે મનોવર્ગણાનાં પુગલદ્રવ્યોનું મનપણે પરિણમન, વચનયોગ એટલે ભાષાવર્ગણાનાં પુગલોનું ભાષાપણે પરિણમન, અને કાયયોગ એટલે ઔદારિકાદિવર્ગણાના પુગલોના બનેલા શરીરનું પરિસ્પંદન. આ મનોવર્ગણા-ભાષાવર્ગણા અને ઔદારિકાદિવર્ગણા ત્રણે પુગલદ્રવ્ય છે. અનંત-અનંત સ્કંધો જીવવડે ગૃહીત કરાયા છે. તેથી સંખ્યામાં અનંત છે. મન-વચન-કાયા રૂપે ત્રિવિધ પણ છે. છતાં તે સર્વે પુદ્ગલો જીવ નામના એક દ્રવ્યને આશ્રિત છે. એક જીવે ગ્રહણ કરેલાં છે. એક જીવે છે તે રૂપે પરિણમાવ્યાં છે. જીવની સાથે એકમયપણે રહેલાં છે. તેથી ત્રણ દંડ ન કહેતાં એક દંડ પણ કહેવાય છે. આ જીવ અને પુદ્ગલનો અભેદ જાણો તો જ ઘટી શકે છે. માટે અભેદ છે. જુઓ ઠાણાંગસૂત્ર, સ્થાન ૧, સૂત્ર ૩. આ પ્રમાણે અભેદ વિચારીએ તો એક દંડ જેમ કહેવાય છે. તેમ મન-વચન અને કાયાને કરણવિશેષે જો વિચારીએ તો ત્રિવિધયોગ અને ત્રિવિધદંડ પણ કહેવાય છે. જુઓ ઠાણાંગસૂત્ર સ્થાન ૩, સૂત્ર ૬ અને ૧૪. ટીકામાં કહ્યું છે કે - “વં કૃત્યનાહિતપ્રકારે બનાવાયવ્યમાત્મપ્રવેશત્ નૈવ, ન તથ્યતિરિત કૃતિ તૃતીય સ્થાને “જે માથા'' (ઠાણાંગ સૂત્ર ૨) इति प्रथमसूत्रप्रतिपादितः सिद्धः एक आत्मा, एको दण्ड, एका क्रियेति । 'भवति' मनोवाक्कायेषु दण्डक्रियाशब्दौप्रत्येकमभिसम्बन्धनीयौ, 'करणविशेषेण च' मनोवाक्कायस्वरूपेणात्मन्यनुप्रवेशादाप्तत्रिविधयोगस्वरूपत्वात् त्रिविधयोगसिद्धिरपि आत्मनः अविरुद्धैवेति एकस्य सतस्तस्य त्रिविधयोगात्मकत्वाद् अनेकान्तरूपता अविरुद्धैव । (૩) ક્રિયા પણ જીવ-પુગલના યોગે થયેલો પર્યાય વિશેષ છે. ક્રિયા એટલે પ્રવૃત્તિ, ક્રિયા એટલે પદાર્થની અર્થક્રિયા, આ ક્રિયાને પ્રવૃત્તિમાત્ર રૂપે વિચારીએ તો જીવની દેહાદિદ્વારા થતી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ તે પ્રવૃત્તિ રૂપે = ક્રિયા રૂપે એક છે અથવા એક જ જીવ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy