________________
४७
સન્મતિપ્રકરણ
કાર્ડ-૧ - ગાથા-૨૨ થી ૨૫ तथा सर्वे नयवादाः यथानुरूपविनियुक्तवक्तव्याः । • નરેન્દ્ર, નમને ન વિશેષજ્ઞ: I II)
ગાથાર્થ - અનેક લક્ષણો અને ગુણોવાળાં વૈડુર્યાદિ રત્નો જો પરસ્પર વિખુટાં (છુટા છવાયા) પડેલાં હોય તો તે રત્નો મહામૂલ્યવાળાં હોવા છતાં પણ “રત્નાવલિ” (આ રત્નોનો હાર છે) એવા નામને જેમ પામતાં નથી (હાર તરીકે તેની કિંમત થતી નથી) . ૨૨ //
તેવી જ રીતે પોત પોતાના માનેલા વાદમાં નવો ભલે અતિશય નિપુણતાવાળા હોય તો પણ તે સર્વે નયો પરસ્પર એકબીજાના પક્ષથી) નિરપેક્ષ હોય તો “સમ્યગ્દર્શન” શબ્દને (આ નય સમ્યગ્દષ્ટિ છે એવા નામને) પામતા નથી || ૨૩ /
તથા વળી તે જ સઘળાં વૈર્યાદિ રત્નો TUT = દોરા આદિ દ્વારા વિસિમ = પોત પોતાના યથાયોગ્ય વિશેષ વિશેષ સ્થાનોમાં પવિત્ર = પરોવાયા હોય તો “રત્નાવલિ” એવા સુંદર નામને જેમ પામે છે અને પોતપોતાનાં વૈર્યમણિ, નીલકાત્તામણિ, જલકાત્તામણિ, હીરા, પન્ના, માણેક આદિ પોત પોતાનાં (અંગત) જુદાં જુદાં નામોને ત્યજી દે છે | ૨૪ ||
તેવી જ રીતે યથાયોગ્ય સ્થાને વિશેષ પ્રકારે (વ્યવસ્થિતપણે-સાપેક્ષપણે) ગોઠવાયેલું છે વક્તવ્ય જેનું એવા તે જ સર્વે નયવાદો “સમ્યગ્દર્શન” નામને પ્રાપ્ત કરે છે અને પોતપોતાની વિશેષ સંજ્ઞાને (સ્વતંત્ર નામને) ધારણ કરતા નથી. (ત્યજી દે છે) II ૨૫ //
વિવેચન - ઉપરોક્ત ચારે ગાથાઓને સાથે વાંચવાથી આ ઉદાહરણ સુંદર રીતે સમજાઈ જાય તેમ છે.
વૈર્યમણિ નીલકાત્તમણિ, જલકાન્ત મણિ, હીરા, માણેક, પન્ના આદિ જુદાં જુદાં રંગ બેરંગી અનેક મણિઓ ગમે તેટલાં તેજસ્વી, ચમકવાળાં, પાણીદાર, દોષ વિનાનાં અને બહુ જ કિંમતી હોય તો પણ તે બધાં વિસંગુત્તા = છુટાં છુટાં હોય, વિખેરાયેલાં હોય, ત્યાં સુધી “આ રત્નોનો હાર છે” એમ નથી કહેવાતું, તથા તે રત્નો હારની શોભાને અને હારની કિંમતને નથી પામતાં, તથા કંઠમાં પહેરીને શરીરની શોભા વધારનારાં પણ નથી બનતાં. આ વાત અનુભવસિદ્ધ છે.
તેવી જ રીતે નયોમાં પણ તેમ જ છે. બધા જ નયો પોત પોતાની માનેલી વાતને રજુ કરવામાં, દાખલા દલીલથી સિદ્ધ કરવામાં, અને વાચાળપણે બોલવામાં ગમે તેટલા મજબૂત હોય, પાવરવાળા હોય તો પણ બીજા નયની અપેક્ષા જ્યાં સુધી ન સ્વીકારે અને તેની અવગણના - તિરસ્કાર કરે ત્યાં સુધી તે નવો વસ્તુના યથાર્થ પૂર્ણ સ્વરૂપને કહેનારા નહીં હોવાથી, તથા પોતપોતાની વાતના આગ્રહી-અભિમાની હોવાથી અને વૈરાયમાણ મનોવૃત્તિ વાળા હોવાથી “સમ્યગ્દર્શન” (સમ્યગ્દષ્ટિ) એવા નામ અને એવી શોભાને નથી પામતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org