SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ કાડ-૩ – ગાથા-૮ સન્મતિપ્રકરણ આ પ્રમાણે અસમાનગ્રાહ્યતા અને અસમાનલક્ષણ હોવાથી દ્રવ્યથી ગુણ ભિન્ન તત્ત્વ છે આમ તૈયાયિક-વૈશેષિકો તો માને જ છે. પરંતુ હું શબ્દથી સૂચવેલા તથા ટીકાકારે જણાવેલા સ્વયુધ્ધા વા શબ્દથી કેટલાક જૈનો પણ (દિગંબરમતાનુયાયી જૈનો પણ) દ્રવ્યથી ગુણને એકાન્ત ભિન્ન માને છે. દ્રવ્ય એ એક સ્વતંત્ર તત્ત્વ છે અને તેમાં પર્યાય પામવાની જેમ શક્તિ છે. તેમ ગુણ એ પણ દ્રવ્યાશ્રયે રહેલું સ્વતંત્ર એવું એક તત્ત્વ છે અને તે પણ પર્યાય પામે છે. આમ દિગંબરમતાનુયાયી જૈનો માને છે. આવી માન્યતા દિગંબરમતમાં શ્રીકુંદકુંદાચાર્યે બનાવેલા પ્રવચનસાર ગ્રંથમાં શેયતત્ત્વાધિકાર ગાથા ૯૩ માં છે તથા તેના ઉપર રચાયેલી શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત ટીકામાં પણ આ વાત છે. તે ગાથા તથા ટીકાનો સંક્ષિપ્ત પાઠ આ પ્રમાણે છે - अत्थो खलु दव्वमओ, दव्वाणि गुणप्पगाराणि भणिदाणि । तेहिं पुणो पज्जाया, पजयमूढा हि परसमया ।। (શ્રીકુંદકુંદાચાર્ય કૃત પ્રવચનસાર - ગાથા ૯૩) इह किल यः कश्चन परिच्छिद्यमानः पदार्थः सः सर्व एव विस्तारायात सामान्यसमुदायात्मना द्रव्येणाभिनिवृत्तत्वाद् द्रव्यमयः । द्रव्याणि तु पुनरेकाश्रयविस्तारविशेषात्मकैर्गुणैरभिनिवृत्तत्वाद् गुणात्मकानि । पर्यायास्तु पुनरायतविशेषात्मका उक्तलक्षणैर्द्रव्यैरपि गुणैरप्यभिनिवृत्तत्वाद् द्रव्यात्मका अपि, गुणात्मका अपि । तत्रानेकद्रव्यात्मकैक्यप्रतिपत्तिनिबन्धनो द्रव्यपर्यायः । स द्विविधः । समानजातीयोऽसमानजातीयश्च । तत्र समानजातीयो नाम यथा अनेकपुद्गलात्मको द्वयणुकस्त्र्यणुक इत्यादि, असमानजातीयो नाम यथा जीवपुद्गलात्मको देवो मनुष्य इत्यादि ।। એવું દ્રવ્ય ઇન્દ્રિયગ્રાહ્ય નથી. અનુમાનગ્રાહ્ય છે. માટે અતીન્દ્રિય છે તત્ત્વાર્થસુત્ર “રાન્યarfશબ્દાર્તામથ: ૨-૨૧ માં ગણોને જ ઇન્દ્રિયોના વિષયો સમજાવ્યા છે. દ્રવ્યને નહીં. માટે દ્રવ્ય ઇન્દ્રિયગોચર નથી. તથા જ્યારે દ્રવ્ય અને ગુણોની કથંચિ અભેદ સમજવામાં વિક્ષામાં આવે છે ત્યારે ગુણો ભલે એક એક ઇન્દ્રિયથી ગોચર હોય, પરંતુ દ્રવ્ય બધા જ ગુણોવાળું હોવાથી દ્રવ્ય પાંચ ઇન્દ્રિયોથી ગોચર છે. જેમ કે કેરીનું રૂપ ચક્ષુગચ છે. તેથી તે રૂપગુણથી અભિન્ન એવી કેરી પણ ચક્ષુર્ગોચર છે. કેરીની ગંધ ઘાણ ગોચર છે. તેથી ગંધગુણથી કેરી પણ ઘણગોચર છે. કેરીનો રસ રસનેન્દ્રિયગોચર છે. તેથી કેરી પણ તે ગુણથી રસનાગોચર છે. કેરીનો મૃદુ આદિ સ્પર્શ સ્પર્શનેન્દ્રિયગોચર છે. તેથી કેરી પણ સ્પર્શનેન્દ્રિયગોચર જાણવી. આમ ગુણો ભલે એક એક ઇન્દ્રિયગ્રાહ્ય હોય પરંતુ બધા જ ગુણોથી અભિન્ન એવું દ્રવ્ય પંચેન્દ્રિય ગોચર છે. આ રીતે જૈનદર્શનકારની દૃષ્ટિએ ગુણો એક એક ઇન્દ્રિયગોચર છે. પરંતુ દ્રવ્ય જો ગુણોથી કથંચિત્ ભિન્ન સમજીએ તો અતીન્દ્રિય છે (અનુમાનગોચર છે. ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષનો વિષય નથી) અને જો ગુણોથી કથંચિ અભિન્ન સમજીએ તો પાંચે ઇન્દ્રિયથી ગોચર છે. પરંતુ દીન્દ્રિયગોચર તો નથી જ. માટે તીન્દ્રિયગોચરવાળી આ કલ્પના પ્રધાનપણે તૈયાયિક અને વૈશેષિકોની માન્યતા જાણવી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy