SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૮ गुणद्वारेणायतानैक्यप्रतिपत्तिनिबन्धनो गुणपर्यायः । सोऽपि द्विविधः, स्वभावपर्यायो विभावपर्यायश्च । तत्र स्वभावपर्यायो नाम समस्तद्रव्याणामात्मीयात्मीयागुरुलघुगुणद्वारेण प्रतिसमयसमुदीयमानषट्स्थानपतितवृद्धिहानिनानात्वानुभूतिः, विभावपर्यायो नाम रूपादीनां ज्ञानादीनां वा स्वपरप्रत्यय प्रवर्तमान - पूर्वोत्तरावस्थावतीर्णतारतम्योपदर्शित-स्वभावविशेषा नेकत्वापत्तिः । अथेदं दृष्टान्तेण द्रढयति - પ્રવચનસારની ગાથાનો અર્થ-પદાર્થ તે દ્રવ્યસ્વરૂપ છે અને દ્રવ્યો તે ગુણોના ભેદપ્રતિભેટવાળાં કહેલાં છે તે બન્નેમાં પર્યાયો થાય છે મૂઢજીવો આ પર્યાયોમાં મોહબ્ધ બનેલા ટીકાનો સારાંશ પણ આવો જ છે કે - જ્ઞાનથી જણાતો કોઈ પદાર્થ છે તે સર્વે પણ દ્રવ્યસ્વરૂપે બનેલો હોવાથી દ્રવ્યાત્મક છે અને દ્રવ્યો ગુણો વડે બનેલાં હોવાથી ગુણાત્મક છે તે બન્નેમાં બે બે જાતના પર્યાય થાય છે. ૧ સજાતીયદ્રવ્યપર્યાય અને ૨ વિજાતીય દ્રવ્યપર્યાય. તથા ૧ સ્વભાવગુણપર્યાય અને ૨ વિભાવગુણપર્યાય. બે પરમાણુઓ સાથે મળીને જે લયણુક બને તે સજાતીયદ્રવ્યપર્યાય અને જીવ તથા પુગલ આ બન્ને દ્રવ્યો સાથે મળીને દેવભવ કે મનુષ્યભવ ઇત્યાદિ રૂપે જીવનો જે પર્યાય બને છે તે વિજાતીય દ્રવ્યપર્યાય કહેવાય છે. તથા સમસ્ત દ્રવ્યોમાં પોત પોતાના અગુરુલઘુ નામના ગુણવડે પ્રતિસમયે પસ્થાનપતિત એવી વૃદ્ધિ હાનિની ભિન્નતાનો જે અનુભવ થાય છે તે સ્વભાવગુણપર્યાય અને રૂપાદિ ગુણો તથા જ્ઞાનાદિગુણોની પ્રતિસમયે થતી જે તરતમતા (હાનિ-વૃદ્ધિ) તે વિભાવગુણપર્યાય છે. ઉપરોક્ત માન્યતા દિગંબરમતાનુયાયી જૈનોની છે. તેમાં સ્પષ્ટપણે દ્રવ્યમાં જેમ પર્યાય પામવાની શક્તિ છે. તેમ ગુણમાં પણ પર્યાય પામવાની શક્તિ છે. આમ કહ્યું છે. તેથી સ્પષ્ટ જણાય છે કે - દ્રવ્ય એ પણ એક સ્વતંત્ર તત્ત્વ છે. અને ગુણ એ પણ ભલે દ્રવ્યના આશ્રયે રહેલું હોય તો પણ સ્વતંત્ર તત્ત્વ છે. આ એકાન્તભેદની માન્યતા હોવાથી તે ઉચિત (યથાર્થ) નથી. તેથી તેનું નિરસન હવે પછીની ત્રીજા કાંડની ગાથા ૯ થી ૧૮ માં પૂજય ગ્રંથકારશ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજશ્રીએ કરેલ છે. પંડિતજી શ્રી સુખલાલભાઈએ તેમના કરેલા વિવેચનમાં પૃષ્ઠ ૨૭ર ઉપર આ ગાથાના અર્થમાં એક ફુટનોટ લખી છે તેમાં લખ્યું છે કે ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીએ આ ગાથાની ટીકા લખતાં વેરૂ પદના અર્થમાં વિત્ = યૂટ્ય: કેટલાક અમારા યૂથના લોકો દ્રવ્યથી ગુણને એકાન્ત ભિન્ન માને છે આવો જે અર્થ લખ્યો છે તે કયા જૈન વિદ્વાનોને અનુલક્ષીને ટીકાકારે આ અર્થ કર્યો હશે? તે કહી શકાય નહીં. કોઈ એવા પણ જૈન વિદ્વાનો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy