________________
૨૩૬
કાષ્ઠ-૩ – ગાથા-૮
સન્મતિપ્રકરણ અથવા તેમના ગ્રંથો ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીની સામે હોય કે જેઓ વૈશેષિક આદિની પેઠે ગુણોને દ્રવ્યથી ભિન્ન માનતા હોય, તથા પંડિતજી આ જ ફુટનોટમાં આગળ લખે છે કે “કુંદકુંદ, ઉમાસ્વાતી વિગેરે ગુણોને ભિન્ન માને છે ખરા પણ તેઓ એકાંતવાદી તો નથી જ, એટલે તેમને લક્ષીને ટીકાકાર સ્વયૂથ્ય કેમ કહી શકે ? આ ફુટનોટ જોતાં પંડિતજીનું કહેવું એવું છે કે દિગંબરમાન્ય શ્રી ઉમાસ્વાતિજી તથા આચાર્યશ્રી કુંદકુંદાચાર્ય વિગેરે “સ્વયૂછ્ય” શબ્દથી ન લેવા. પણ બીજા કોઈ જૈનવિદ્વાનો અથવા તેઓના ગ્રંથો તે કાલે ટીકાકારશ્રી અભયદેવસૂરિજીની સામે હતા. તેને આશ્રયી આ “સ્વચૂથ્ય” શબ્દ લખ્યો હશે. કારણ કે ઉપરોક્ત આ બન્ને આચાર્યો દ્રવ્ય-ગુણનો ભેદ માને છે ખરા, પણ બહુમાન્ય, વિશિષ્ટ ખ્યાતિધર અને વિશિષ્ટ શાસ્ત્રરચનાના કારક એવા તે જૈનાચાર્ય હોવાથી એકાન્તભેદ માનતા હોય આવું કેમ બને ? અર્થાત્ ન બને. આવા પ્રકારનો આશય તેમના લખાણમાંથી નીકળે છે.
પરંતુ પંડિતજી આ જ સન્મતિપ્રકરણની પ્રસ્તાવનામાં પાના નંબર ૧૦૬-૧૦૭ માં ફરી આમ લખે છે કે “ખાસ મહત્ત્વનો અને સૌથી વધારે વિચારવા જેવો ફેરફાર કે જેને સુધારો કહી શકાય, તે એ છે કે કુંદકુંદ અને ઉમાસ્વાતિ જેવા આચાર્યોએ આગમને આધારે દ્રવ્યનું લક્ષણ બાંધવામાં ગુણ અને પર્યાય બન્ને વસ્તુઓને જુદી જુદી માની તે મુજબ “ગુણપર્યાયવાળું હોય તે દ્રવ્ય” એમ કહેવું હતું અને એ જ દ્રષ્ટિ પ્રમાણે જયાં પ્રસંગ આવ્યો ત્યાં તે બન્નેએ (બન્ને આચાર્યોએ) દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણેનું જુદુ જુદુ નિરૂપણ કર્યું હતું. સિદ્ધસેન સન્મતિકાંડ ૩, ગાથા ૮ થી ૧૫ માં એ નિરૂપણ સામે બળપૂર્વક વાંધો લે છે અને આગમિક અકાર્ય દલિલોથી સાબિત કરે છે કે - ગુણ અને પર્યાય એ બે કોઈ જુદી જુદી વસ્તુ નથી, પણ બન્ને શબ્દો માત્ર એક જ અર્થના બોધક છે. સિદ્ધસેનનું આ મંતવ્ય એટલું સ્પષ્ટ અને પ્રભાવશાલી છે કે જેનો સ્વીકાર કરવાની ફરજ અકલંક જેવા કુંદકુંદના અનુગામીઓને પણ પડી. યશોવિજયજી જેવા વિચારકે પણ એ વાત મંજુર રાખી. ગુણ-પર્યાયના ભેદવિષયક મતનું સંશોધન સિદ્ધસેને કર્યું છે તે કુંદકુંદ અને ઉમાસ્વતિને લક્ષીને જ કર્યું હોય એવો વધારે સંભવ છે.
પંડિતજીનું આ લખાણ જોતાં તેમના વિચાર પ્રમાણે પણ આચાર્યશ્રી કુંદકુંદાચાર્યજી તથા તેમના માનેલા આ. શ્રીઉમાસ્વાતિજી દ્રવ્ય-ગુણનો ભેદ માનતા હશે. આવું અનુમાન તેમના જ લખાણમાંથી નીકળે છે. પૂજય યશોવિજયજી મહારાજશ્રીએ તો દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં સ્પષ્ટ જ ઉલ્લેખ કરેલો છે. એટલે “સ્વયૂછ્ય” શબ્દથી દિગંબરાચાર્યો જ લેવાના હોય, અને તે પણ તે કાલના સમર્થ આચાર્યો શ્રી કુંદકુંદાચાર્યજી તથા તેમના માનેલા શ્રી ઉમાસ્વાતિજી જેવા જ હોય, આમ માનવામાં કંઈ વિરોધ દેખાતો નથી. પંડિતજીનું આ ગાથાની ટિપ્પણીનું લખાણ તથા પ્રસ્તાવનાનું લખાણ કંઈક જુદુ જુદુ દેખાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org