________________
સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૯
૨૩૭ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની ઢાળ ૨ માં ગાથા ૧૦ માં મૂળમાં તથા સ્વોપજ્ઞ ટબામાં દિગંબરમતાનુયાયીનો ઉલ્લેખ કર્યો છે. પણ આચાર્યનું નામ લખ્યું નથી. તે ગાથા તથા ટબાનો પાઠ આ પ્રમાણે છે. '
गुण पर्याय विगति बहुभेदई, निज निज जातिं वरतई रे । शक्तिरुप गुण कोइक भाषइ, ते नही मारगी निरतई रे ॥ २-१० ॥
“ટબો - કોઈક દિગંબરાનુસારી શક્તિરૂપ ગુણ ભાષઈ છઈ, જે માટઈ તે ઈમ કહઈ છઈ, જે - “જિમ દ્રવ્યપર્યાયનું કારણ દ્રવ્ય, તિમ ગુણપર્યાયનું કારણ ગુણ, દ્રવ્યપર્યાય = દ્રવ્યનો અન્યથાભાવ, જિમ નર-નારકાદિક, અથવા ધયણુક-ચણુકાદિક, ગુણપર્યાય = ગુણનો અન્યથાભાવ, જિમ મતિધૃતાદિ વિશેષ અથવા સિદ્ધાદિકેવલજ્ઞાન વિશેષ, ઈમ દ્રવ્યગુણ એ જાતિ શાશ્વત. અનઈ પર્યાયથી અશાશ્વત ઇમ આવ્યું.
એહવું કહઈ છઈ. તે નિરતઈ = રુડઈ માર્ગઈ નહીં જે માર્ટિ એ કલ્પના શાર્ડ્સિ તથા યુક્તિ ન મીલઈ.”
તથા પૂજય ઉપાધ્યાયજી મ.શ્રીએ જ “પર્યાયથી ગુણ ભિન્ન ન ભાખિઓ” ઈત્યાદિ ઢાળ અને ગાથા દ્વારા દિગંબરમાન્ય આ માન્યતાનું નિરસન પણ કરેલું જ છે. તેથી ઉપાધ્યાયજી મહારાજશ્રીના કહેવા પ્રમાણે “સ્વયુધ્ધ” શબ્દથી કેટલાક જૈનાચાર્યોમાં દિગંબર મતાનુયાયી આચાર્યો અને તેમાં પણ વધારે પ્રસિદ્ધ એવા શ્રી કુંદકુંદાચાર્યજી અને તેમના માનેલા શ્રી ઉમાસ્વાતિજી, આ આચાર્યો જ દ્રવ્ય-ગુણનો ભેદ માનતા હોવા જોઈએ. એમ લાગે છે.
આ પ્રમાણે ઉપરોક્ત બે મુખ્ય દલીલોના આધારે કેટલાક દર્શનકારો અટેલે કે પ્રધાનપણે તૈયાયિક-વૈશેષિકો દ્રવ્ય-ગુણનો ભેદ માને છે અને સ્વયુધ્ધ શબ્દથી દિગંબરાચાર્યો પણ દ્રવ્ય-ગુણ વચ્ચે એકાન્ત ભેદ માનતા હોય એમ લાગે છે. આ વિષયનું નિરસન (ખંડન) હવે પછીની ગાથા ૯ થી ૧૮માં આવે જ છે. | ૮
દ્રવ્યથી ગુણ અને ગુણથી દ્રવ્ય ભિન્ન છે. આવા પ્રકારની ચર્ચાના પ્રસંગે સૌથી પ્રથમ તે ગુણ એ પર્યાયથી ભિન્ન નથી પણ ગુણ અને પર્યાય એક સ્વરૂપ છે. તેની વિચારણા -
दूरे ता अण्णत्तं, गुणसद्दे चेव ताव पारिच्छं । किं पजवाहिओ होज, पजवे चेव गुणसण्णा ॥ ९ ॥ दरे तावदन्यत्वं, गुणशब्दे चैव तावत्पारीक्ष्यम् । किं पर्यायाधिके, भवेत्पर्याये चैव गुणसञ्ज्ञा ।। ९ ।।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org