________________
૨૩૮ કાર્ડ-૩ – ગાથા૯
સન્મતિપ્રકરણ ગાથાર્થ - દ્રવ્યથી ગુણની ભિન્નતા તો દૂર રહો, પરંતુ પ્રથમ તો ગુણશબ્દની જ આપણે પરીક્ષા કરીએ. ગુણ એ શું પર્યાયથી અધિક (પર્યાયથી ભિન્ન) એવો કોઈ અર્થ (વસ્તુ) છે ? કે પર્યાયમાં જ ગુણશબ્દનો પ્રયોગ થાય છે ? / ૯ /
| વિવેચન - દ્રવ્ય એ પદાર્થ છે. સ્વતંત્ર તત્ત્વ છે. સ્વતંત્ર એક વસ્તુ છે. તેમાં નવા નવા પર્યાયો (પરિવર્તનો) પામવાની શક્તિ છે. તેવી જ રીતે જો ગુણ નામનો કોઈ પદાર્થ જુદો હોય, સ્વતંત્ર પદાર્થ સ્વરૂપ હોય, તો જ તેમાં પર્યાય પામવાની શક્તિ હોય પરંતુ ગુણ એ કોઈ સ્વતંત્ર પદાર્થ જ નથી. દ્રવ્યનું સહજ પણે રહેલું સદાકાલ સહભાવી સ્વરૂપ છે. તેથી દ્રવ્યથી ગુણ એ ભિન્નપણે કોઈ પદાર્થ કે સ્વતંત્રતત્ત્વ નથી. દ્રવ્ય પોતે જ ગુણાત્મક છે. અર્થાત્ દ્રવ્યથી ગુણ ભિન્નતત્ત્વ નથી. છતાં તેની ચર્ચા આપણે પછી કરીએ. તે દ્રવ્યથી ગુણના એકાન્તભેદની વાત હમણાં તો દૂર રહો. પછી કરીશું. પ્રથમ તો એ વિચારીએ કે ગુણશબ્દથી” શું સમજવું? ગુણ એ શું વસ્તુ છે ?
ટીકામાં કહ્યું છે કે - તૂ તાવત્ UTFરેલાનીત્વમ્ - મHવનીતિ यावत्, गुणात्मकद्रव्यप्रत्ययबाधितत्वाद् एकान्तगुणगुणिभेदस्य ।
દ્રવ્યનું પ્રતિસમયે થતું જે પરિવર્તન (પર્યાય) છે. તે પર્યાયથી અધિક (ભિન્ન) એવું કોઈ ગુણતત્ત્વ છે? કે જે પર્યાય છે તે જ ગુણ છે? એટલે કે ગુણ અને પર્યાય જુદી જુદી વસ્તુ છે કે પર્યાયને જ ગુણ કહેવાય છે? પર્યાયથી અધિકમાં (ભિન્નમાં) ગુણ શબ્દ વપરાયો છે? કે પર્યાયમાં જ ગુણ શબ્દ વપરાયો છે. વાસ્તવિક રીતે સૂક્ષ્મબુદ્ધિથી જો વિચારીએ, અને શાસ્ત્રોના રહસ્યોને જો યથાર્થ સમજીએ તો દ્રવ્યના આશ્રયે (આધારભૂત એવા દ્રવ્યમાં) પ્રતિસમયે ગુણોસંબંધી જે હાનિ-વૃદ્ધિ થાય છે. ગુણોની જે તરતમતા થાય છે ગુણોની જે વધઘટ થાય છે. તે જ પર્યાય છે. આ પર્યાયને જ દ્રવ્યપર્યાય કહેવાય છે. જો કે પ્રતિસમયે બદલાય છે ગુણો, પ્રતિસમયે હાનિ-વૃદ્ધિ થાય છે ગુણોની, તરતમાતા કે હીનાધિકતા કે રૂપાન્તરતા થાય છે ગુણોની તો પણ તેને જ દ્રવ્યના પર્યાય કહેવાય છે. આની પાછળ જો કોઈ કારણ હોય તો તે જ કારણ છે કે દ્રવ્યથી ગુણ એકાન્ત ભિન્ન નથી. અર્થાત્ કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન પણ છે. જેમ કે ઘટમાં રહેલો “વર્ણ” નામનો ગુણ જ કાચાપણાની અવસ્થામાં કૃષ્ણરૂપે (કાળારૂપે) જે હતો. તે જ પકવાવસ્થામાં રક્તરૂપે (લાલરૂપે) બદલાય છે. તેને જ ઘડો બદલાયો અર્થાત્ જે ઘટ પહેલાં કાચો અને કાળો હતો તે જ ઘટ હવે પાકો અને રક્ત બન્યો આમ કહેવાય છે. આમ જણાય છે અને આમ અનુભવાય છે. વાસ્તવિક પણે બદલાયી છે વર્ણાદિ ગુણોની અવસ્થા, ઘટ કંઈ બદલાયો નથી તે તો જેમ છે તેમ જ રહ્યો છે. પરંતુ તે ગુણો દ્રવ્યથી કથંચિત્ અભિન્ન છે તેથી ઘટદ્રવ્ય બદલાયું છે. આમ કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org