SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૯ ૨૩૯ જે જીવ પહેલાં અજ્ઞાની હતો તે જ જીવ હવે જ્ઞાની બન્યો. આ પ્રસંગમાં હકીકતથી તો અજ્ઞાનાત્મક ગુણ બદલાઈને જ્ઞાનાત્મક ગુણ બન્યો છે તો પણ જીવ અજ્ઞાનપર્યાય ત્યજીને જ્ઞાનપર્યાયવાળો બન્યો આમ કહેવાય છે. તેથી ગુણોની જ હાનિ-વૃદ્ધિ વાસ્તવિકપણે થાય છે. ગુણીની જ તરતમતા થાય છે. ગુણો જ પ્રતિસમયે બદલાય છે. તેને જ પર્યાય અર્થાત્ દ્રવ્યપર્યાય કહેવાય છે. તેથી ગુણો એ પર્યાયથી જુદા નથી. પણ પ્રતિસમયે બદલાતા ગુણોને જ દ્રવ્યપર્યાય કહેવાય છે. હવે તે ગુણો સંબંધી થતી હાનિ-વૃદ્ધિ કે ગુણો સંબંધી થતી તરતમતા કે ગુણો સંબંધી થતું રૂપાન્તર, એ ગુણોનું જ સ્વરૂપ છે. ગુણો સંબંધી જ પરિવર્તન છે છતાં તે પર્યાયો દ્રવ્યના કહેવાય છે તેનું કારણ એ છે કે તે ગુણો, દ્રવ્યના પોતાના છે. અર્થાત્ તે ગુણો દ્રવ્યથી જુદા નથી. જો કે પ્રતિસમયે થાય છે ગુણોનું જ પરિવર્તન, તેને જો સ્વતંત્રપણે ગુણોના પર્યાય માનીએ તો તેને છોડીને દ્રવ્યોનું પરિવર્તન કંઈ જ થવાનું નથી. ગુણોની હાનિ-વૃદ્ધિ કે ગુણોના પરિવર્તનને જો ગુણપર્યાય કહીએ અને તેને જો દ્રવ્યપર્યાય ન કહીએ તો તેને છોડીને દ્રવ્યમાં બીજુ કાંઈ પરિવર્તન સંભવતું જ નથી. તેથી જો ગુણોના પર્યાયને (ગુણપર્યાયરૂપે) સ્વતંત્ર માનશો તો દ્રવ્યના પર્યાયો ઘટશે જ નહીં. ઘટમાં કૃષ્ણતાને બદલે રક્તતા થવી. કાચાપણામાંથી પાકાપણું થવું, તે જ ઘટદ્રવ્યના પર્યાય છે. માટે ગુણોનું જે પરિવર્તન છે તેને જ દ્રવ્યપર્યાય કહેવાય છે અને આ તો જ ઘટી શકે કે જો ગુણને દ્રવ્યથી કથંચિત્ અભિન્ન માનીએ તો. માટે ગુણો એ દ્રવ્યથી એકાન્ત ભિન્ન નથી. તથા ગુણોની હાનિ-વૃદ્ધિ કે તરતમાતા કે રૂપાન્તરતા એ જ પર્યાય છે. તેથી ગુણો એ પર્યાયથી પણ એકાન્ત ભિન્ન નથી. દિગંબરાસ્નાયમાં બે પરમાણુ ભેગા થવાથી જે લયણુક બને છે તે સજાતીય દ્રવ્યપર્યાય અને કર્મોદયથી આ જીવ દેવ-મનુષ્ય બને છે તે વિજાતીય દ્રવ્યપર્યાય આમ જે કહ્યું છે તેમાં પણ ધણુકમાં એકત્વને બદલે દ્ધિત્વ, સૂક્ષ્મતાને બદલે કંઈક સ્કૂલતા ઇત્યાદિ ગુણો જ બદલાયા છે. તથા કર્મોદયથી દેવ-મનુષ્યપણે થતા જીવમાં પણ તે તે ભવને યોગ્ય ગુણો જ બદલાયા છે. ગુણોની પરાવૃત્તિને છોડીને સ્વતંત્રપણે દ્રવ્યની કંઈ પણ પરાવૃત્તિ થતી જ નથી. માટે ગુણોની હાનિ-વૃદ્ધિ કે તરતમતા રૂપે જે પર્યાયો થાય છે તે જ દ્રવ્યના પર્યાયો છે અને આ તો જ બની શકે જો ગુણો દ્રવ્યથી કંઈક અભિન્ન હોય તો. એટલે દ્રવ્યના આશ્રયે ગુણોની જે તરતમતા, દ્રવ્યના આશ્રયે ગુણોની જે હાનિ-વૃદ્ધિ, દ્રવ્યના આશ્રયે ગુણોનો જે બદલો થવો તે ગુણોનું પરિવર્તન હોવા છતાં પણ ગુણપર્યાય ન કહેતાં દ્રવ્યપર્યાય કહેવાય છે અને તેનું કારણ એ છે કે ગુણ અને દ્રવ્યનો કથંચિત્ અભેદ છે. એટલે કે આ જે ગુણ પર્યાય છે તેને જ દ્રવ્યના પર્યાય કહેવાય છે. માટે ગુણો એ દ્રવ્યથી કે પર્યાયથી ભિન્ન નથી. ગુણો પોતે જ પરિવર્તન પામે છે. ગુણો પોતે જ પર્યાય સ્વરૂપે બને છે. તેથી પહેલાં ગુણશબ્દની પરીક્ષા કરીએ (વિચારીએ). Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy