SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૨ – ગાથા-૧૬-૧૭ ૧૫૧ વિવેચન - પંદરમી ગાથામાં ક્રમવાદીએ અને સહવાદીએ કેવલી ભગવાનમાં ઉપયોગભેદ સિદ્ધ કરવા માટે મતિજ્ઞાન આદિ ચારજ્ઞાનવાળા જીવનું જે દૃષ્ટાન્ન આપ્યું છે. તે બરાબર નથી. આ વાત પહેલાં પંદરમી ગાથાના જ ઉત્તરાર્ધમાં કહેવાઈ જ ગઈ છે. છતાં આ વાતનું આ બે ગાથામાં વધારે સ્પષ્ટીકરણ કરે છે - મતિજ્ઞાન પાંચ ઇન્દ્રિયો દ્વારા પોતપોતાના વિષયને ગ્રહણ કરવા વડે થાય છે અને સમસ્ત એવું શ્રુતજ્ઞાન ફક્ત અભિલાપ્ય ભાવો પુરતું જ પ્રવર્તે છે. એટલે કે મતિજ્ઞાન ફક્ત ઇન્દ્રિય ગ્રાહ્મવિષય પુરતુ અને શ્રુતજ્ઞાન અભિલાપ્ય ભાવો પુરતું જ પ્રવર્તે છે આટલો જ અર્થાત્ તેઓનો પરિમિત જ વિષય છે. હવે અતીન્દ્રિય ભાવો કરતાં ઇન્દ્રિયગમ્ય ભાવો અને અનભિલાપ્યભાવો કરતાં અભિલાપ્યભાવો હંમેશાં અનંતમા ભાગના જ હોય છે. આ - કારણથી શક્ય હોય તેટલું વધારે પ્રગટ થયેલું મતિજ્ઞાન અને વધારે પ્રગટ થયેલું શ્રુતજ્ઞાન (તથા તેના અનુસંધાનમાં આવતી દર્શનાત્મક બુદ્ધિ એટલે કે ચક્ષુદર્શન અચક્ષુદર્શન એમ બે જ્ઞાન અને બે દર્શનો) અલ્પવિષય વાળાં જ છે. સર્વવિષયના અનંતમા ભાગ માત્રને જ જાણનારાં છે. એટલે કે “અસર્વગ્રાહી” છે. તેવી જ રીતે અવધિજ્ઞાન તથા તેના સંબંધવાળું અવધિદર્શન પણ માત્ર રૂપીદ્રવ્યને જ ગ્રહણ કરે છે તથા વળી મન:પર્યવજ્ઞાન તો રૂપી એવી પૌગલિક આઠ વર્ગણાઓમાંથી માત્ર એક મનોવર્ગણાને જ જાણે છે. અને તે પણ અઢી દ્વીપવર્તી સંજ્ઞી પંચેન્દ્રિય જીવો વડે મનપણે પરિણાવેલ પુદ્ગલોને જ માત્ર જાણે છે. સર્વભાવોની અપેક્ષાએ આ પણ અનંતમા ભાગ માત્રને જ જાણનારાં જ્ઞાન-દર્શનો છે. કારણ કે સર્વ દ્રવ્યો કરતાં રૂપીદ્રવ્યો અને મનોવર્ગણા સદા અલ્પ જ હોવાની છે. તથા રૂપીદ્રવ્યોના કે મનોવર્ગણાના પણ અસર્વપર્યાયોને જ જાણે છે આ રીતે વિચારતાં આ અવધિજ્ઞાન તથા તેના અનુસંધાનમાં અવધિદર્શન અને મન:પર્યવજ્ઞાન પણ અલ્પવિષયને જ ગ્રહણ કરનારાં હોવાથી “અસર્વાર્થગ્રાહી” જ છે. આ પ્રમાણે મતિ આદિ ચાર જ્ઞાનો અને ચક્ષુ આદિ ત્રણ દર્શન અલ્પવિષયગ્રાહી હોવાથી અસવર્થગ્રાહી છે ક્ષાયોપશમિક ભાવવાળાં છે. તેથી તેમાં લબ્ધિથી પોતાના વિષયને જાણવાની શક્તિ હોય અને ઉપયોગથી ક્રમશર એકથી બીજા અને બીજાથી ત્રીજા વિષયમાં પ્રવર્તે એમ ઉપયોગભેદ ક્રમવર્તીપણું આ બધું ઘટી શકે છે. જેમ ચક્ષુરિન્દ્રિય દ્વારા મતિજ્ઞાનનો ઉપયોગ જે કાલે ચાલતો હોય છે. તે કાલે શેષેન્દ્રિય દ્વારા વિષય જાણવાની શક્તિ આત્મામાં હોવા છતાં પણ તેનો ઉપયોગ ન ચાલતો હોય, આમ બને. કારણ કે તે જ્ઞાનો અને તે દર્શનો ઇન્દ્રિયોની અને મનની સહાયથી થનારાં છે. છએ કર્મગ્રંથોના વિષયોનું ઊંડુ શ્રુતજ્ઞાન જેને વર્તે છે તેને લબ્ધિથી તેટલું શ્રુતજ્ઞાન હોવા છતાં પણ જે કાલે જે કર્મગ્રંથ ભણતા-ભણાવતા હોય છે. ત્યારે તેનો ઉપયોગ પ્રવર્તે છે. શેષકર્મગ્રંથોનો નહીં. આ વાત અનુભવસિદ્ધ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy