SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ કાડ-૨ – ગાથા-૧૬-૧૭ ૧૫૦ સન્મતિપ્રકરણ છે તેમ પંચજ્ઞાની મહાવીરસ્વામી પરમાત્મા પધાર્યા એવું કહેવરાવું જોઈએ. પરંતુ આવું ક્યાંય બોલાતું નથી. માટે કેવલીમાં લબ્ધિ અને ઉપયોગને આશ્રયી જુદા-જુદા વ્યવહાર હોતા નથી. જે કંઈ વ્યવહાર છે તે સઘળા ઉપયોગને આશ્રયી જ છે. તેથી કેવલીમાં લબ્ધિથી જ્ઞાન શક્તિ અને દર્શનશક્તિ એમ ૨, અને ઉપયોગને આશ્રયી ૧, આવા ભેદ સંભવતા નથી. ટીકામાં કહ્યું છે કે - યથા મોપયો પ્રવૃત્તપિત્યિાત્રિતુની મર્યવસિતવાન उत्पद्यमानतज्ज्ञानसर्वस्योपलब्धिको व्यक्तबोधो ज्ञातदृष्टभाषी ज्ञाता द्रष्टा संज्ञेयवर्ती चावश्यमेव युज्यते तच्छक्तिमत्त्वस्यान्वयात्, तथैतदपि एकत्ववादिना यदपर्यवसितादि केवलिनि प्रेर्यते तद् युज्यते एव । अत्र एकत्ववादिना प्रतिसमाधानं भण्यते यथैवाहन्न पञ्चज्ञानी भवति, तथैतदपि क्रमवादिना यदुच्यते भेदतो ज्ञानवान् दर्शनवानिति च, तदपि न भवतीति સૂત્રતોમપ્રાયઃ || 8 | ક્રમવાદીએ અને સહવાદીએ પોતાના બચાવ માટે આપેલા મતિ-શ્રુતજ્ઞાનના ઉદાહરણનું વધારે સ્પષ્ટીકરણ - पण्णवणिज्जा भावा, समत्तसुयणाणदंसणाविसओ । ओहिमणपजवाण उ अण्णोण्णविलक्खणो विसओ ॥ १६ ॥ तम्हा चउविभागो जुज्जइ, ण उ णाणदंसणं जिणाणं । सयलमणावरणमणंतमक्खयं केवलं जम्हा ॥ १७ ॥ प्रज्ञापनीया भावास्समस्तश्रुतज्ञानदर्शनाविषयः । अवधिमनःपर्यवयोस्तु अन्योन्यविलक्षणो विषयः ॥ १६ ॥ तस्माच्चतुर्विभागो युज्यते, न तु ज्ञानदर्शनं जिनानाम् । सकलमनावरणमनन्तमक्षयं केवलं यस्मात् ।। १७ ।। ગાથાર્થ - જેટલા પ્રજ્ઞાપનીય (અભિલાપ્ય) ભાવો છે. તે સર્વે, સમસ્ત શ્રુતજ્ઞાન (અને તેની સાથેના મતિજ્ઞાન) નો, તથા તેના સહચર એવા દર્શનાત્મક બુદ્ધિનો વિષય હોય છે. અવધિજ્ઞાન (અવધિદર્શન) અને મન:પર્યવજ્ઞાનનો વિષય પરસ્પર વિલક્ષણ હોય છે.ll૧૬ll તેથી તે ચારજ્ઞાનમાં અને ત્રણ દર્શનમાં ચારનો (અને ત્રણનો) વિભાગ (ભેદક્રમવર્તિતા) ઘટી શકે છે. પરંતુ જિનેશ્વરોનું જ્ઞાન અને દર્શન તેવું વિભાગવાળું નથી. કારણ 'કે તે જ્ઞાન અને દર્શન સકલ છે. અનાવરણ છે અનંત છે અને અક્ષય છે. / ૧૭ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy