________________
સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૬૫
૩૮૩ પ્રમાદી છે શાસ્ત્રોના સૂક્ષ્મ અર્યો જે સમજ્યા નથી. તથા અનુભવ વિનાના કામમાં કઠણ કાળજુ રાખીને જે હસ્તક્ષેપ કરે છે તેઓ મહાન એવા જૈનશાસનની વિડંબના કરે છે. પણ
વિવેચન - ઉપરની ગાથામાં સમજાવ્યા પ્રમાણે જૈન આગમોના સૂત્રપાઠ કંઠસ્થ થઈ જાય, અને શાસન ઉપરનો ઘણો ભક્તિરાગ (ભક્તિભાવ) પ્રગટ થઈ જાય. તેટલા માત્રથી તે આત્મા સૂત્રોના અર્થનો કંઈ જાણકાર થઈ જતો નથી અને અર્થનિપુણતા આવ્યા વિના ઉત્સર્ગ-અપવાદના અનુભવી થયા વિના પ્રરૂપણા કરવાનો અધિકાર તો બીલકુલ આવતો નથી. એટલું જ નહીં પરંતુ અર્થનિપુણતા આવવા છતાં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ ભાવાદિની જાણકારી અને વિશાળ અનુભવ પ્રાપ્ત કર્યા વિના પ્રરૂપણાનો અધિકાર તો બીલકુલ પ્રાપ્ત થતો નથી. તેથી ઉત્તમ આત્માઓએ અપ્રાપ્તપૂર્વ એવા આગમપાઠો કંઠસ્થ કરવા, તે કંઠસ્થ કર્યા પછી તેના વિશાળ અને ગંભીર અર્થોને મેળવવા સતત પ્રયત્નશીલ રહેવું, ત્યારબાદ અનુભવ મેળવવા પ્રયત્ન કરવો.
સૂત્રોના અર્થોની પ્રાપ્તિ ગહન એવા નયવાદને આધીન છે નયવાદના અભ્યાસ વિના યથાર્થ રીતિએ અર્થજ્ઞાન થતું નથી તેથી સાપેક્ષવાદ - અનેકાન્તદૃષ્ટિ (અર્થાત્ ગહન એવા નયવાદનો અભ્યાસ) ખીલવવા માટે ગીતાર્થ અને અનુભવી એવા ગુરૂની નિશ્રામાં જ રહેવું જોઈએ તો જ પ્રાપ્ત થયેલા આ જૈનશાસનની સાચી સેવા કરી શકીએ. તે માટે પ્રથમ તો પોતે જ સૂત્ર-અર્થ અને વિશાળ અનુભવમાં તૈયાર થવું. દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમથી રૂચિ-શ્રદ્ધા પ્રગટે પરંતુ તેટલા માત્રથી સૂત્રોના અર્થની જાણકારી અને બોલવાનો અધિકાર મળી જતો નથી. અજ્ઞાતદશામાં ઉત્સુત્ર બોલાઈ જાય, જ્યાં જે ઉપકારક ન હોય ત્યાં તે વાત સમજાઈ જાય અને સમજાવાઈ જાય. તેથી આ આત્મતત્ત્વને ઘણું જ ઘણુ નુકશાન થાય માટે ભલે નયવાદ ગહન છે. દુર્ગમ છે. તો પણ તે ભણવો અત્યન્ત જરૂરી છે. સૂત્રમાત્ર ભણવાથી કે ત્યારબાદ શબ્દાર્થરૂપે અર્થમાત્ર ભણવાથી પણ પ્રરૂપણા કરવાનો અધિકાર તો નયવાદના અભ્યાસ વિના અને વિશાળ અનુભવ વિના પ્રાપ્ત થતો નથી જ.
વિશેષાવશ્યકભાષ્યમાં મલ્લધારી હેમચંદ્રાચાર્યજી મહારાજશ્રીની ટીકામાં કહ્યું છે કે કુવા ઉપરથી કોશ દ્વારા પાણી ખેંચનારો બળદ જ્યારે તે કાર્યમાંથી છૂટે છે ત્યારે અત્યા ભુખ્યો અને તરસ્યો થયેલો તે બળદ, તેનો માલીક જે કોઈ ઘાસ નાખે તે સઘળું ઘાસ ખાઈ જ જાય છે. ચાવવાની પણ રાહ જોતો નથી. પેટ ભરાય તેટલું ઘાસ પ્રથમ ખાઈ જાય છે. ત્યારબાદ બેસીને ખાધેલું પાછું મુખમાં લાવીને વાગોળે છે (ચાવે છે) તેની જેમ સંસારરૂપી આ અરઘટ્ટથી છુટેલો એટલે કે દીક્ષિત થયેલો આ આત્મા પ્રથમ ૧૨ વર્ષ સુધી જૈન શાસ્ત્રોનો મુખપાઠ જ કરે છે. જે જે શાસ્ત્ર પોતાને ઉપયોગી જણાય છે તથા ઉપકારી જણાય છે. તે સઘળાં શાસ્ત્રો તેના અર્થને જાણવાનો સ્વાદ માણ્યા વિના કંઠસ્થ જ કરી લે છે. ગોખી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org