SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ કાષ્ઠ-૩ – ગાથા-૬૫ સન્મતિપ્રકરણ અવસ્થામાં તીર્થને કરવા રૂપ વ્યુત્પત્તિ અર્થ સંભવે છે માટે તીર્થકર છે. આ સમભિરૂઢ નયથી તીર્થકર છે. (૭) અને ચતુર્વિધ સંઘની સ્થાપનાકાલે વાસક્ષેપ પ્રદાન અવસરે ક્રિયાપરિણત અર્થ ઘટે છે તેથી એવંભૂત નયથી મહાવીર પ્રભુ તીર્થકર છે. નયોના અભ્યાસ વિના આ રીતે અર્થસંગતિ કેવી રીતે થાય? તેથી સૂત્રપાઠ માત્ર આવડી જવાથી અર્થગાંભીર્ય કંઈ આવી જતું નથી અને અર્થગાંભીર્ય કદાચ ગુરૂગમથી આવી જાય તો પણ નયોના અભ્યાસની નિપુણતા વિના, દ્રવ્ય-ક્ષેત્ર કાલ-ભાવાદિના જાણકાર થયા વિના, વિશિષ્ટ પ્રકારનો અનુભવ પ્રાપ્ત કર્યા વિના પ્રરૂપણા કરવાનો અધિકાર તો બીલકુલ સાંપડતો નથી. તેથી ઉતાવળે ઉતાવળે મને બધું જ આવડી ગયું છે એમ માની “અધુરા ઘડો છલકાય ઘણા” એ કહેવતને અનુસારે અલ્પશ્રુતની પ્રાપ્તિમાં બહુશ્રુતપણાનો દાવો કરવો નહીં, આવો દાવો કરનારા, અમે પણ પેલાથી કંઈ કમ નથી આવું માની મનમાં ફુલાતા, શ્રતધર શબ્દ લગાવી ખુશ ખુશ થનારા પોતાના જ ઉત્કર્ષને ગાનારા, મિથ્યા બડાઈ માનનારા, આત્માઓ અનંત સંસાર વધારનારા, અને ઉસૂત્રભાષી જાણવા. / ૬૪ || જો આ જ્ઞાનની પ્રાપ્તિ તથા પ્રરૂપણા કરવાના અધિકારની પ્રાપ્તિ આટલી બધી ગંભીર છે. ઊંડી છે. જોખમી છે. તો જેણે સૂત્રપાઠ જ માત્ર કંઠસ્થ કરી લીધો છે પણ અર્થ સંપાદન નથી કર્યું. અને તેથી આગળ જે નથી વધ્યા તેવા સાચા આત્માર્થી અને અધ્યાત્મી આત્માઓએ શું કરવું જોઈએ કે જેથી તેઓનું અકલ્યાણ ન થાય અને કલ્યાણ થાય? અને જ્ઞાનીના કહ્યા પ્રમાણે જે આત્માઓ પોતાનું વર્તન સુધારતા નથી તેવા આત્માઓના જીવનની શું દશા થાય? તે ગ્રંથકારશ્રી પોતે જ જણાવે છે - तम्हा अहिगयसूत्तेण, अत्थसंपायणम्मि जइयव्वं । સાવિધીરહસ્થા, ઇંદ્ધિ માપ વિનંતિ तस्मादधिगतसूत्रेण, अर्थसम्पादने यतितव्यम् । आचार्या धीरहस्ता हन्दि महान्तं विडम्बयन्ति ॥ ६५ ।। ગાથાર્થ - તેથી સૂત્રપાઠ ભણેલા આત્માઓએ તે તે સૂત્રોના અર્થવિશેષ પ્રાપ્ત કરવામાં પ્રયત્નશીલ થવું જોઈએ. જે આત્માઓ અર્થવિશેષ મેળવવામાં અકુશળ છે. આળસુ છે ૧. થીરદસ્થા નું ટીકાકારશ્રીએ શિક્ષિતસૂત્રાર્થ એવો સમાનાર્થક શબ્દ કહેલ છે. મારા થીરતા = अशिक्षितसूत्रार्था अनभ्यस्त कर्मापि कर्मणि धृष्टतया व्याप्रियते येषां हस्तास्ते धीरहस्ता आचार्याश्च ते अशिक्षित ધૃષ્ટ- જે આચાર્યો જે વિષયના અનભ્યાસી છે. બીનઅનુભવી છે. છતાં તે તે વિષયમાં ધૃષ્ટપણે જેઓનો હાથ પ્રવર્તે છે. બિનઅનુભવવાળા કામમાં જે કઠણ કાળજુ રાખીને હસ્તપ્રક્ષેપ કરે છે તેવા આચાર્યો જૈનશાસનની વિડંબના કરે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy