________________
કાડ-૩ – ગાથા-૬૫
૩૮૪
સન્મતિપ્રકરણ જ લે છે. ત્યારબાદ બીજા ૧૨ વર્ષ સુધી ગીતાર્થોની નિશ્રામાં તે જ સૂત્રોના અર્થોનું અધ્યયન કરે છે. આ રીતે વિશાળ અર્થજ્ઞાન મેળવ્યા પછી ૧૨+૧ ૨=૨૪ વર્ષો પછી આ આત્મા દ્રવ્યક્ષેત્ર-કાલાદિ ભાવોનો વિશાળ અનુભવી થાય તેટલા માટે બીજા બે શિષ્યો તેમની સાથે આપીને ગુરૂ મહારાજશ્રી તે ત્રણને ત્રીજા ૧૨ વર્ષ સુધી જુદો વિહાર કરાવે છે. આ રીતે ગુરૂજીની આજ્ઞાને અનુસાર સ્વતંત્રપણે ત્રીજા ૧૨ વર્ષ સુધી અનુભવી થવા માટે તે આત્મા બે શિષ્યો સાથે વિહાર કરે છે. આમ ૩૬ વર્ષે તે આચાર્યપદને યોગ્ય બને.
ટીકાનો પાઠ યતિ મુવમેનેત્તાવાર્થપ્રતિપત્વેિ સૂત્ર વ્યાયમ્ “તH" इति पूर्वोक्तार्थप्रत्यवमर्शार्थः, अधिगतम् = अधीतम् अशेषं सूत्रं येनासौ तथा - अधीततत्कालव्यावहारिकाशेषसिद्धान्तेन इति यावत् अर्थसम्पादने-तद्विषयप्रमाणनयस्वरूपावधारणे यतितव्यम् । अधीत्य सूत्रं श्रोतव्यम्, श्रुत्वा च नयसर्वसंवादविनिश्चयपरिशुद्धं भापनीयम् अन्यथा आचार्या धीरहस्ता = अशिक्षितशास्त्रार्था अनभ्यस्तकर्माऽपि कर्मणि घृष्टतया व्याप्रियते येषां हस्तास्ते धीरहस्ता आचार्याश्च ते अशिक्षितधृष्टाश्च इति यावत् । हंदि गृह्यताम् ते तादृशा महाज्ञाम् - आप्तशासनं विगोपयन्ति विडम्बयन्ति इति यावत् ।।
આ કથન ઉપરથી સમજાય છે કે પ્રરૂપણા કરવી તે કેટલી મહાન જવાબદારીભર્યું કાર્ય છે ? ભવભીરૂ આત્માને જ આ વાત સમજાય તેમ છે માટે સૂત્રપ્રાપ્તિ થયા પછી અર્થપ્રાપ્તિ કરવામાં અને અર્થપ્રાપ્તિ કર્યા પછી નયવાદનો ઊંડો ગહન અભ્યાસ કરવા દ્વારા અનુભવ મેળવવામાં જ નિરંતર પ્રયત્ન કરવો જોઈએ જે આત્માઓ આમ નથી કરતા અને પ્રમાદ સેવે છે આળસુ થાય છે અર્થપ્રાપ્તિ આદિમાં ઉપેક્ષાબુદ્ધિ સેવે છે તેઓ પ્રાપ્ત થયેલા મહાન મોંઘા એવા આ જૈનશાસનની આરાધના અને સેવા કરવાને બદલે વિડંબના કરે છે. અવહેલના કરે છે. આશાતના કરે છે. પોતાને યથાર્થ રીતે શાસ્ત્ર ન આવડતું હોય અને પ્રરૂપણા કરવા જાય તો જેમ તેમ પ્રરૂપણા કરતાં ઉસૂત્રતા થાય છે અને વાદીઓ સામે વાદમાં વિવક્ષિત સૂત્રના મનમાન્યા આડા-અવળા અર્થ કરવાથી બોલવામાં બંધાઈ જવાથી તે વક્તા હાર પામે છે. તથા તે વાદીના હાથે જ વિવક્ષિત એવા મહાગંભીર આગમ શાસ્ત્રોની વિડંબના થાય છે. વાદી તથા સભ્યો વચ્ચે વિવક્ષિત સૂત્રની કિંમત ઘટાડનાર બને છે. જે તીર્થંકર પરમાત્માની આશાતના રૂપ છે.
આ પાઠથી આચાર્યપદે બીરાજમાન અને શાસ્ત્રોના અર્થની પ્રરૂપણા કરવાના અધિકારી બનેલા આત્માઓએ સૂત્રપાઠમાં, ઊંડા સૂક્ષ્મ અર્થપાઠમાં, ગહન એવા નયવાદના અભ્યાસમાં અને વિશાળ અનુભવ પ્રાપ્ત કરવામાં સદા સતત જાગૃત રહેવું જોઈએ. જે આત્મા આમ નથી કરતા, તે જૈન શાસનની આશાતના માત્ર જ કરે છે એમ નહીં પણ જૈનશાસનના અત્યન્ત વૈરી (મહાદુશ્મન) છે. એમ પણ હવે પછીની ૬૬મી ગાથામાં આચાર્ય શ્રી કહે છે. ૬૫ છે.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org