________________
૭૧
સન્મતિપ્રકરણ
કાર્ડ-૧ – ગાથા-૩૨ આ પુરૂષ છે” એમ પુરૂષ શબ્દ જ વપરાય છે. છતાં તેમાં બાલાદિક (બાલ-યૌવન-વૃદ્ધત્વ ઇત્યાદિ) અનેક વિકલ્પોવાળા બહુ જ પર્યાયોના યોગો છે. (પર્યાયોનો સંભવ છે). II ૩૨ //
વિવેચન - કોઈ પણ એક જીવે મનુષ્યપણે જન્મ લીધો અને તેમાં પણ તેણે પુરૂષરૂપે જન્મ પ્રાપ્ત કર્યો. હવે જમ્યા પછી જન્મથી માંડીને મૃત્યુકાલ સુધી તે જીવને સંસારી સર્વે લોકો “આ પુરૂષ છે, આ પુરૂષ છે” એમ જ કહે છે. કોઈ તેને આ સ્ત્રી છે કે આ નપુંસક છે એમ કહેતા નથી, કારણ કે હકીકતથી તે પુરૂષ જ છે. તેથી જન્મ-મરણ સુધી પુરૂષપુરૂષ એમ સરખે સરખા સમાન શબ્દથી જ તેનો વ્યવહાર થાય છે. અને જ્યારે દેખો ત્યારે પુરૂષપણે સમાન પ્રતીતિનો જ વિષય બને છે. એટલે જ્યારે દેખો ત્યારે પુરૂષરૂપે જ દેખાય છે. તેથી સાંસારિક બધા વ્યવહારો પણ પુરૂષ સમજીને જ થાય છે. તેથી તેનામાં જન્મથી મરણ સુધી પુરૂષપણા રૂપ જે સદશ પર્યાયપ્રવાહ છે તે દીર્ઘકાલવર્તી છે અને શબ્દથી અભિલાપ્ય છે. તેથી તે વ્યંજનપર્યાય કહેવાય છે.
તે “પુરૂષપણા રૂપ” એક વ્યંજન પર્યાયમાં બાલ્યત્વ-યૌવનત્વ અને વૃદ્ધત્વ ઇત્યાદિ બીજા અનેક પ્રકારના શૂલપર્યાયો (કે જેના હજુ પણ પેટાભેદો હોઈ શકે છે તેવા સ્થલપર્યાયો) તથા તેનાથી પણ સ્તનધયત્વ, પાદચારિત્વ આદિ ઉત્તરોત્તર સૂક્ષ્મ-સૂક્ષ્મ એવા ઘણા પર્યાયો (કે જેના છેલ્લે ભેદો ન પડે તેવા સમય-સમયના પણ પર્યાયો) દેખાય છે. બાલાદિ અને સ્તનધયત્યાદિ ઘણા સ્થૂલ પર્યાયો પણ તેમાં છે અને એક એક સમયે થતા સૂક્ષ્મ પર્યાયો પણ તેમાં ઘણા છે. તે બધા જ પર્યાયો “પુરૂષ” નામના વ્યંજનપર્યાયના ઉત્તરભેદો-પેટાભેદો અથવા અવાજોર સૂમભેદો છે. તે પુરૂષમાં પુરૂષપણું કાયમ સરખું રહેતું હોવા છતાં પણ બાલ્યાદિભાવે, સ્તiધયાદિ ભાવે અને સમયે સમયે થતાં સૂક્ષ્મપર્યાય રૂપે પરિવર્તન પણ અવશ્ય છે જ.
આ રીતે કોઈ પણ એક વ્યંજનપર્યાય લઈએ તો તેમાં આવા બીજા અનેક પેટા પર્યાયોનો સંભવ હોવાથી તે તે વ્યંજનપર્યાયમાં વાતાર્ફા = બાલ્યાદિ, સ્તiધયાદિ અને એક એક સામયિક એવા વહુવિયL = ઘણા-ઘણા વિકલ્પોવાળા, ઘણા ઘણા ભેદ-પ્રભેટવાળા પત્તવનો IT = અનેક પર્યાયોના યોગો છે. અનેક પર્યાયોનો સંભવ છે. તેથી પુરૂષપર્યાય પુરૂષપણે અભેદ્ય છે છતાં તેના ઉત્તરોત્તર થતા સ્કૂલ અને સૂક્ષ્મ પર્યાયોની અપેક્ષાએ ભેદ્ય પણ છે. જે આત્મા પુરૂષપણે નિર્વિકલ્પક (ભદરહિત-અર્થાત્ અભેદ્ય) છે. તે જ પુરૂષ બાલ્યાદિ-સ્તiધયાદિ ઉત્તરોત્તર ભેદની અપેક્ષાએ સવિકલ્પક (ભેદ સહિત = અર્થાત્ ભેદ્ય) પણ છે. માત્ર તેની અંદર એક એક સમયમાં થતા અતિશય સૂક્ષ્મ કાલ આશ્રયી જે અંતિમ પર્યાયો છે કે જેના કાલ આશ્રયી ઉત્તરભેદો સંભવતા નથી તે વાસ્તવિક અર્થપર્યાય કહેવાય છે. અને તે અભેદ્ય = નિર્વિકલ્પક હોય છે. વચ્ચેના બાલ્યાદિ અને સબંધાયાદિ પર્યાયો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org