________________
કાણ્ડ-૧ - ગાથા-૩૩
સન્મતિપ્રકરણ
દીર્ઘકાલવર્તી અને શબ્દગોચર હોવાથી વાસ્તવિક વ્યંજનપર્યાય છે છતાં ઉપરના સ્થૂલપર્યાયોની અપેક્ષાએ સૂક્ષ્મ હોવાથી ઉપચારે અર્થપર્યાય પણ કહેવાય છે.
૭૨
આ રીતે પુરૂષમાં રહેલો પુરૂષપર્યાય પુરૂષપણા સ્વરૂપે જરૂર નિર્વિકલ્પક (અભેદ્ય) છે. પરંતુ સાથે સાથે બાલ્યાદિ અને સ્તનંધયત્વાદિ ઉત્તરોત્તર સૂક્ષ્મપર્યાયોની અપેક્ષાએ તે પુરૂષપર્યાય સવિકલ્પક (ભેદ્ય) પણ છે જ. આવા પ્રકારનું જગતનું સ્વરૂપ છે. તેને આમ જ માનવું જોઈએ. ॥ ૩૨ ॥
જેમ પુરૂષ નિર્વિકલ્પક-સવિકલ્પક છે. તેમ સર્વે પણ વસ્તુ તેવી જ છે. જગતમાં પણ તેમ જ દેખાય છે. તેથી અન્યથા માનવી તે એકાન્તરૂપ કહેવાય છે તેવા પ્રકારનું એકાન્તરૂપ ક્યાંય નથી. તે જણાવતાં કહે છે.
अत्थि त्ति निव्वियप्पं पुरिसं जो भाइ पुरिसकालम्मि । सो बालाइ वियप्पं, न लहइ तुल्लं व पावेजा ॥ ३३ ॥
( अस्ति इति निर्विकल्पं, पुरुषं यो भणति पुरुषकाले । સો વાતાદ્દિ વિજ્યં, ન નમતે તુલ્યું વા પ્રાખોતિ ૫ રૂરૂ 1)
ગાથાર્થ - જે વક્તા પુરુષને પુરુષકાલે આ નિર્વિકલ્પ જ (અભેદ્ય જ) છે. એમ કહે છે. તે વક્તા તે પુરુષમાં બાલ્યાદિ ભાવો જાણવા નથી પામતો, અથવા પુરુષમાં સદાકાલ તુલ્યતા જ પ્રાપ્ત કરે છે. અથવા પુરૂષપણું પણ બાલ્યાદિની તુલ્ય અસત્યપણાને જ પામશે. ॥ ૩૩ ॥
વિવેચન - જે વક્તા પુરુષને એકાન્તપણે અભેદ્ય = નિર્વિકલ્પ જ કહે છે. અથવા તેમ માને છે. તથા તે પુરુષમાં પુરુષ પણા સ્વરૂપ વ્યંજનપર્યાય નિર્વિકલ્પ (અભેદ્ય) જ છે આમ સમજે છે, માને છે અને જગતમાં કહે છે તે વક્તા તે પુરુષમાં બાલ્યાદિ - સ્તનંધયત્વાદિ - અને એક એક સામયિક એવા અનેક અવાન્તરપર્યાયો જે થાય છે તે થતા નથી એમ માનનાર બને છે. એટલે વ્યંજનપર્યાયમાંથી અવાન્તરપર્યાયોને તે કાઢી નાખે છે, દૂર કરે છે. એવો અર્થ થાય છે. અવાન્તર પર્યાયો વિનાનું પુરૂષપણું છે. એવો અર્થ થાય છે. જે ખોટું છે.
હવે જો આવા પ્રકારના અવાન્તર પર્યાયો ન જ હોય તો અવાન્તરપર્યાયોના સમૂહ સ્વરૂપે બનેલો સ્થૂલ એવો પુરુષપણાનો વ્યંજનપર્યાય પણ ઘટશે નહીં, કારણ કે “પુરુષપણું” એ તેના અવાન્તર અનેક પર્યાયોના સમૂહ સ્વરૂપ જ છે. જેમ તાણા-વાણા રૂપ અવાન્તર • મેદમય તત્તુઓ જો ન હોય તો પટ જ ન હોય, જો સ્પેરપાર્ટ સ્વરૂપ અવયવો જ ન હોય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org