________________
સન્મતિપ્રકરણ
કાણ્ડ-૧ – ગાથા-૩૬ થી ૪૦
૮૧
પ્રકારની જે આ વાક્યરચના બોલાય છે તેને જ સપ્તભંગી કહેવાય છે. તે સઘળી વાતમાં ‘‘સ્વાત્'' શબ્દ જોડાયેલો હોવાથી તેને જ સ્યાદ્વાદ - કથંચિાદ - અપેક્ષાવાદ અથવા વિવક્ષાવાદ કહેવાય છે. વસ્તુમાં આવું સ્વરૂપ હોવાથી અને તેને જ સમજાવનારી આ વાક્યરચના હોવાથી આ સપ્તભંગી, આ સ્યાદ્વાદ એ જ સાચો યથાર્થવાદ છે. વસ્તુના યથાર્થ સ્વરૂપને સમજાવે છે તે માટે, બાકીના સઘળા પણ એકાન્તવાદો વસ્તુના યથાર્થસ્વરૂપને સમજાવનારા નહીં હોવાથી અયથાર્થવાદ અથવા મિથ્યાવાદ કહેવાય છે. તેને કહેનારાં સર્વે દર્શનો અને દર્શનકારો પણ એકાન્તવાદના (અયથાર્થવાદના) પ્રરૂપક હોવાથી મિથ્યાર્દષ્ટિ છે. મિથ્યાવાદી છે. આવા પ્રકારની પરસ્પર વિરોધી દેખાતી પરંતુ અપેક્ષા વિશેષે સમજવાથી અવિરોધીભાવે જ રહેલી બે બે ધર્મોની જોડી અનંતી છે. તેથી અનંતી જોડીને સમજાવનારી સપ્તભંગી પણ અનંતી થાય છે. પરંતુ કોઈ પણ વિરોધી દેખાતા બે ધર્મોને સમજાવનારી તો સપ્તભંગી જ થાય છે. અનંતભંગી થતી નથી. સારાંશ કે સપ્તભંગીઓ અનંતી છે. પરંતુ અનંતભંગીઓ નથી. સાત જ પ્રકારની વાક્યરચના થતી હોવાથી સપ્તભંગી જ બને છે. અનંતભંગી બનતી નથી. પણ તે તે ધર્મને અવલંબીને પ્રવર્તતી એવી સપ્તભંગીઓ અનંતી થાય છે.
આ સપ્તભંગીમાંના કોઈ પણ એક ભાંગામાં શબ્દોથી ભલે કોઈ પણ એક સ્વરૂપ કહેવાતું હોય તો પણ “સ્યાત્” શબ્દથી બીજું સ્વરૂપ પણ તેમાં રહેલું સૂચિત થાય જ છે. તેથી આ સઘળા પણ ભાંગા ઉભય સ્વરૂપને સમજાવનારા હોવાથી “પ્રમાણવાક્ય” કહેવાય છે. તથા તેને “પ્રમાણસપ્તભંગી' પણ કહેવાય છે. ઉપરના ૮૦ મા પાના ઉપર જે સાત સાત ભાંગા લખ્યા છે. તે પ્રમાણસપ્તભંગી છે. પરંતુ આ જ સાતે વાક્યોમાં આગળ સ્વાત્ શબ્દ લગાડીને પાછળ વ શબ્દ જો લખવામાં આવે તો વિધાન કરાતું વિવક્ષિત એક સ્વરૂપ પ્રધાનપણે અને બીજુ સ્વરૂપ ગૌણપણે પ્રતિપાદન થવાના કારણે પાછળ લગાડેલા દ્વાર વાળા આ જ સાતે ભાંગાને “નયવાક્ય” અથવા “નયસપ્તભંગી” કહેવાય છે જેમ કે (૧) સ્થાવસ્યેવ, (૨) સ્વાન્નાસ્યેવ, (૩) સ્વાદવવ્યમેવ (૪) સ્વાવસ્થેવ-સ્યાન્નાસ્યેવ, (૫) સ્વાવÒવ-સ્યાદ્વાવ્યમેવ, (૬) સ્વાન્નાસ્યેવ-સ્યાદ્-વત્તવ્યમેવ, (૭) સ્વાસ્યેવસ્વાન્ત્રાવ-સ્વાનવ વ્યમેવ આ સાતે વાક્યો જે છે તે નયવાક્યો છે અર્થાત્ નયસપ્તભંગી છે. આ વાક્યોમાં વાર આવવાથી પહેલા ભાંગાની અંદર અસ્તિ નું વિધાન પ્રધાનપણે છે અને નાસ્તિ નું વિધાન સ્વાત્ માં અંતર્ગત હોવાથી ગૌણ છે. એવી જ રીતે બીજા ભાંગામાં ‘‘નાસ્તિ’’નું વિધાન પ્રધાનપણે છે અને જ્ઞપ્તિ નું વિધાન ગૌણ છે. આમ ગૌણ-મુખ્ય હોવાથી આ વાક્યોને નયવાક્ય અથવા નયસપ્તભંગી કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org