________________
૧૧૮ કાર્ડ-૧ - ગાથા-૫૪
સન્મતિપ્રકરણ અસ્વીકૃત અંશનું જ એટલે કે પર્યાયનું જ પ્રતિપાદન આ જ્ઞાની કરે છે. એવી જ રીતે આ શ્રોતાવર્ગ પર્યાયવાદને જ માનનાર છે આવો ખ્યાલ જ્યારે જ્ઞાનીને આવે છે ત્યારે તે શ્રોતાવર્ગની સામે તેઓ દ્વારા અસ્વીકૃત અંશરૂપ દ્રવ્યવાદની જ પ્રરૂપણા કરે છે. આ રીતે આ જ્ઞાની મહાત્મા એકાત દ્રવ્યવાદી શ્રોતા સમક્ષ પર્યાયવાદનું અને એકાન્ત પર્યાયવાદી શ્રોતા સમક્ષ દ્રવ્યવાદનું કથન કરે છે. આમ એક નયની દેશના પણ જૈનદર્શનમાં સંભવે છે. આવું કરવાની પાછળ તેઓનો આશય એ છે કે એક બાજુ ઢળી ગયેલી શ્રોતાવર્ગની દૃષ્ટિ બીજી બાજુના ભાવોને પણ જાણનારી બને, બીજી બાજુના ભાવોથી પણ સંસ્કારી બને અને તેના પરિણામે તે શ્રોતાવર્ગ અનેકાન્તદષ્ટિને સ્વીકારનારા બને. અને શ્રોતાવર્ગનો ઉપકાર થાય.
હૈયામાં રહેલી આવી ભાવનાથી શ્રોતાવર્ગને ઉભયનય સાપેક્ષ બનાવવાની મનોવૃત્તિથી કરાયેલી સાપેક્ષભાવવાળી કોઈ પણ એકનયની દેશના પણ જૈનદર્શનની જ દેશના કહેવાય છે. વીતરાગવાણી જ છે. આ જ પ્રમાણે જ્ઞાનના એકાન્તવાદીની સામે કિયાનયની દેશના, ક્રિયાના એકાત્તવાદીની સામે જ્ઞાનનયની દેશના, નિશ્ચયનયના એકાન્તવાદીની સામે વ્યવહારનયની દેશના, વ્યવહારનયના એકાન્તવાદીની સામે નિશ્ચયનયની દેશના, એકાન્ત ભેદવાદીની સામે અમેદવાદની દેશના, એકાન્તઅમેદવાદની સામે ભેદવાદની દેશના, તથા એકાન્તસદ્ધાદીની સામે કથંચિત્ અસદ્વાદની દેશના અને એકાન્ત અસદ્ધાદીની સામે કથંચિત્ સવાદની દેશના, આ બધી દેશના એકનયાશ્રિત હોવા છતાં પણ શ્રોતાવર્ગને ઉભયનયની પરિકર્મણા (ઉભયનયના સંસ્કારો પડે તે) નિમિત્તે કરાય છે. હૈયામાં બન્ને નયોની સાપેક્ષતા રાખીને કરાય છે. તેથી આવી સાપેક્ષ એક નયાશ્રિત દેશના પણ જૈનદર્શનને માન્ય દેશના છે.
આ રીતે આ પ્રથમ કાર્ડમાં કુલ ૫૪ ગાથાઓમાં જે કંઈ સમજાવવામાં આવ્યું છે તેનો સાર એ છે કે - જગતના તમામ પદાર્થો સામાન્ય ધર્માત્મક પણ છે અને વિશેષધર્માત્મક પણ છે દ્રવ્યાત્મક પણ છે અને પર્યાયાત્મક પણ છે. ઉભયસ્વરૂપ છે તેથી તે ઉભયસ્વરૂપને સમજાવનારી દૃષ્ટિ એટલે કે નયો પણ બે પ્રકારના છે એક દ્રવ્યાર્થિકનય અને બીજો પર્યાયાર્થિકનય.
છેલ્લામાં છેલ્લો અંતિમ વિશેષ ધર્મ (એકક્ષણવર્તી પર્યાય) જે છે ત્યાં પર્યાયાર્થિકનય પ્રવર્તે છે. અન્તિમ સત્તા નામના સામાન્યમાં દ્રવ્યાર્થિકનય પ્રવર્તે છે અને વચ્ચેનાં સર્વે પણ સ્વરૂપો અભેદદષ્ટિથી જોઈએ તો સામાન્યાત્મક છે. માટે ત્યાં દ્રવ્યાર્થિકનય પ્રવર્તે છે અને તે જ સર્વે સ્વરૂપોને ભેદદષ્ટિથી જોઈએ તો તે વિશેષાત્મક છે માટે ત્યાં પર્યાયાર્થિકનય પ્રવર્તે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org