________________
કાડ-૧ – ગાથા-૫૪
સન્મતિપ્રકરણ
૧૧૯ - જ્યારે દ્રવ્યાર્થિકનયથી વસ્તુનું સામાન્યસ્વરૂપ (અભેદપ્રધાન) પ્રતિપાદન કરીએ ત્યારે પણ તે જ વસ્તુમાં રહેલા (ભદપ્રધાન) વિશેષસ્વરૂપનો અપલાપ ન થઈ જાય અને આ સુનય દુર્નય ન બની જાય તે માટે તેની આગળ ચાલ્ અથવા થગ્નિદ્ આમ બોલાય છે અને લખાય છે. એવી જ રીતે જ્યારે પર્યાયાર્થિકનયથી વસ્તુનું વિશેષસ્વરૂપ (ભેદપ્રધાન) પ્રતિપાદન કરીએ ત્યારે પણ તે જ વસ્તુમાં રહેલા (અભેદપ્રધાન) સામાન્ય સ્વરૂપનો અપલાપ ન થઈ જાય અને આ સુનય દુર્નય ન બની જાય તે માટે તેની આગળ ચાલ્ અથવા થજી શબ્દ બોલાય છે અને લખાય છે. તેથી જગતના સર્વે પણ પદાર્થો (૧) સ્થા પ્તિ અને સ્વાતિ સ્વરૂપ છે. એમ સિદ્ધ થાય છે. આ બે ભાંગા બનવાથી તેના પરસ્પર મિશ્રણથી વધારેમાં વધારે સાત ભાંગા થાય છે તેને “સપ્તભંગી” કહેવાય છે. આવી સપ્તભંગીઓ અનંતી થાય છે. કારણ કે પરસ્પર વિરોધી બે બે ધર્મોની જોડીઓ અનંતી છે.
રત્નાવલી"ના ઉદાહરણને અનુસાર સર્વે પણ નયો જો પરસ્પર નિરપેક્ષ રહે તો તે “સમ્યગ્દર્શન” (સુનયપણાને) પામતા નથી. પરંતુ યથાસ્થાને રત્નો ગોઠવવાથી જેમ “રત્નાવલી” કહેવાય છે. તેમ યથાસ્થાને નય જોડવાથી સમ્યગ્દર્શનપણાને (સુનયપણાને) પામે છે. સર્વે નયો તે કિંમતી રત્નો છે. અને તે સર્વેનું યથાસ્થાને જોડાણ તે રત્નાવલી છે. આમ દૃષ્ટાન્ન અને દાર્દાન્તિકનો સમન્વય કરવો.
વસ્તુમાં દ્રવ્ય અને પર્યાય બન્ને છે આમ જો માનીએ તો જ સંસાર, જન્મ-મરણ, સુખદુઃખનો સંજોગ, મન-વચન-કાયાના યોગો, તેના નિમિત્તે કર્મનો બંધ, કર્મોમાં સ્થિતિબંધરસબંધ, કર્મોનો ક્ષય સ્વરૂપ મોક્ષ અને મોક્ષનાં નિમિત્તો, સંસારમાં ભયોનું પ્રદર્શન અને મોક્ષસુખની પ્રાર્થના ઇત્યાદિ ભાવો યુક્તિયુક્તપણે ઘટી શકે છે. જો એકાન્ત એક નય માનીએ તો ઉપરની કોઈ પણ વાત ઘટી શકતી નથી.
“પુરૂષ”ના ઉદાહરણે સર્વે પણ પદાર્થો નિર્વિકલ્પક (સામાન્ય) પણ છે. અને સવિકલ્પક (વિશેષ) પણ છે તથા ઉત્પાદ-વ્યય-ધ્રુવાત્મક પણ છે. પૂર્વપર્યાયથી વ્યય, નવા પર્યાયથી ઉત્પાદ અને પદાર્થરૂપે ધ્રુવ છે. બાલ્યાદિ અવસ્થામાં સેવેલા દોષોથી યુવાવસ્થામાં તે શરમાય છે અને વૃદ્ધાવસ્થાના સુખ માટે પ્રયત્ન કરે છે. માટે ત્રણ અવસ્થામાં અભિન્ન એવું એક દ્રવ્ય પણ છે અને અવસ્થાભેદથી ભિન્ન ભિન્ન પર્યાયવાળું દ્રવ્ય પણ તે છે. શરીર અને આત્મા લોહાગ્નિની જેમ તથા દૂધ-પાણીની જેમ અન્યોન્ય મીલિત હોવાથી “આ અને તે” એવો ભેદ થઈ શકતો નથી. તેથી જ ઠાણાંગ આદિ શાસ્ત્રોમાં આ એક આત્મા છે, એક દંડ છે, એક ક્રિયા છે, અનેક ક્રિયા છે, ત્રિવિધ યોગ છે. ઇત્યાદિ કહેલી વાતો સિદ્ધ થાય છે.
પુદ્ગલ અને આત્મા પરસ્પર મીલિત હોવાથી પુદ્ગલ એ બાહ્ય તત્ત્વ અને આત્મા એ અત્તર તત્ત્વ છે - એવો એકાન્તભેદ શાસ્ત્રમાં નથી. પરંતુ મનોગ્રાહ્ય તે અભ્યત્તર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org