________________
૧૨૦ કાડ-૧ – ગાથા-૫૪
સન્મતિપ્રકરણ તત્ત્વ અને ચક્ષુરાદિ શેષ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય તે બાહ્યતત્ત્વ આવું શાસ્ત્રવિધાન છે. તેથી આત્મા પણ શરીર સાથે વ્યાપક હોવાના કારણે બાલ્વેન્દ્રિય ગ્રાહ્ય પણ છે. પરમાણુ જેવા કેટલાંક સૂમપુદ્ગલો ચક્ષુરાદિ ઇન્દ્રિયોથી અગોચર હોવાથી અત્યંતર તત્ત્વ અર્થાત્ સૂક્ષ્મ તત્ત્વ પણ છે.
દ્રવ્યાર્થિકનય અભેદપ્રધાન હોવાથી આત્મા કર્મોનો કર્તા-ભોક્તા છે તથા જે કર્મો કરે છે તે જ આત્મા કાલાન્તરે કર્મો ભોગવે છે. બન્ને અવસ્થામાં આત્મતત્ત્વ એક જ (અભિન્ન જ) છે. એમ આ દ્રવ્યાર્થિકનય માને છે તથા પર્યાયાર્થિકનય ભેદપ્રધાન હોવાથી આત્મા જેવું કોઈ ધુવતત્ત્વ ન હોવાથી નિત્ય એવું કોઈ આત્મદ્રવ્ય કર્મોનું કર્તા નથી અને ભોક્તા પણ નથી. પરંતુ એક સમયવતી જુદી જ ચેતના કર્મો કરે છે અને અન્ય સમયવર્તી પૂર્વથી અત્યન્ત ભિન્ન એવી બીજી જ કોઈ ચેતના કર્મો ભોગવે છે. પ્રથમનયથી કનૃત્વ-ભોક્નત્વ એકદ્રવ્યમાં છે. બીજાનયથી કતૃત્વ અને ભોસ્તૃત્વ ભિન્ન ભિન્ન ચેતનામાં (ચેતનદ્રવ્યમાં) છે.
ઉપર સમજાવ્યા મુજબ બન્ને નયોને સાથે રાખીને કરાયેલી અથવા બીજા નયનો અપલાપ ન થઈ જાય તે રીતે એકનયની પ્રધાનતાએ કરાયેલી તત્ત્વદેશના એ જ સાચી જૈનદેશના છે. બાકી કોઈ પણ એકનયનો અપલાપ કરીને બાકીના એકનયથી વસ્તુના સ્વરૂપને સમજાવનારી કરાયેલી ધર્મદેશના તે તીર્થંકર પરમાત્માની આશાતના છે.
પરંતુ શ્રોતાવર્ગ કોઈ એકનયનો પક્ષપાતી હોય એવું વક્તાને જયારે જણાય છે. ત્યારે તેના કલ્યાણ માટે તેઓની સમક્ષ, તેઓને અમાન્ય એવા ઈતર એકનયની પણ સાપેક્ષભાવે બોલાતી તત્ત્વદેશના એ પણ શ્રોતાવર્ગના હિતની બુદ્ધિથી કરાતી હોવાથી અને કાલાન્તરે વિશેષનય (ગૌણ કરેલો નય) પણ વક્તા જણાવવાના જ હોવાથી જૈન દેશના છે. આ રીતે વસ્તુતત્ત્વ ઉભયાત્મક છે તે માટે તેને જોનારી વક્તાની દૃષ્ટિ પણ ઉભયનયવાળી છે અને હોવી પણ જોઈએ. વસ્તુમાં રહેલા સામાન્ય ધર્મને જોનારી-જાણનારી, સમજનારી અને સમજાવનારી જે દ્રષ્ટિ છે તે જ દ્રવ્યાર્થિક નય કહેવાય છે. આ નય વિશેષે કરીને ધ્રુવતત્ત્વને જોનારો છે. અને તે જ વસ્તુમાં રહેલા વિશેષ ધર્મને જોનારી-જાણનારી, સમજનારી અને સમજાવનારી જે દૃષ્ટિ છે તે જ પર્યાયાર્થિકનય કહેવાય છે આ નય વિશેષ કરીને ઉત્પાદન વ્યયને જોનારો છે.
આમ સાપેક્ષપણે જોડાતા બન્ને નયો સાચા છે. અને યથાર્થ છે. / ૫૪ |
પ્રથમ કાર્ડ સમાપ્ત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org