________________
દ્વિતીય કાર્ડ સામાન્ય ધર્મનો બોધ તે દર્શન અને વિશેષધર્મનો બોધ તે જ્ઞાન. આ બન્ને બોધમાં બન્ને નયોનો સમાવતાર -
जं सामण्णग्गहणं, दंसणमेयं विसेसियं णाणं । दोण्ण वि णयाणं, एसो पाडेक्कं अत्थपज्जाओ ॥१॥ यत्सामान्यग्रहणं, दर्शनमेतद् विशेषितं ज्ञानम् । તોપ નરેષ: પ્રત્યેકર્થપર્યાયઃ || 8
ગાથાર્થ - વિષયભૂત પદાર્થનું સામાન્યપણે જે ગ્રહણ થાય છે તે દર્શન છે. અને વિશેષપણે જે ગ્રહણ થાય છે તે જ્ઞાન છે. બન્ને પણ નયોમાં એક એક નયનો આ અર્થપર્યાય (અર્થબોધ = જાણવાલાયક વિષય) છે. તે ૧
વિવેચન - પ્રથમ કાર્ડમાં આ વાત ઘણા જ વિસ્તારથી સમજાવી છે કે જગતમાં રહેલા સર્વે પણ શેય પદાર્થો સામાન્યધર્માત્મક પણ છે અને વિશેષધર્માત્મક પણ છે. જો પદાર્થમાં રહેલા ધર્મો બે પ્રકારના છે તો તેને જાણવા-જોવાની આત્મગત જે ચેતનાશક્તિ છે તે પણ બે પ્રકારની છે. શેયની દ્વિવિધતાને કારણે આત્મગત ચેતનાશક્તિ પણ દ્વિવિધ છે. એક દર્શનશક્તિ અને બીજી જ્ઞાનશક્તિ. આ બન્ને શક્તિ દર્શન અને જ્ઞાનના નામે જૈનશાસ્ત્રોમાં સારી રીતે પ્રસિદ્ધ છે.
શેય પદાર્થમાં રહેલા સામાન્યધર્મને જાણવાની આત્માની જે ચેતનાશક્તિ છે તે દર્શનના નામે પ્રસિદ્ધ છે અને તે જ શેયમાં રહેલા વિશેષધર્મને જાણવાની આત્માની જે ચેતનાશક્તિ છે તે જ્ઞાનના નામે પ્રસિદ્ધ છે. બન્ને પ્રકારની જે આ ચેતનાશક્તિ છે, તે જ બન્ને નયો કહેવાય છે. સામાન્યધર્મને જાણવા મથતી જે ચેતનાશક્તિ છે કે જેનું નામ દર્શન છે તે દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિ છે અને વિશેષધર્મને જાણવા મથતી જે ચેતનાશક્તિ છે કે જેનું નામ જ્ઞાન છે. તે પર્યાયાર્થિકનયની દૃષ્ટિ છે. શેય પદાર્થ પોતે પોતાના સહજ એવા પારિણામિકભાવે જ બે પ્રકારના ધર્મવાળું છે. તેથી તેને જોનારી આત્મગત જે ચેતનાશક્તિ છે. તે ચેતનાના પણ બે ભાગ છે અને આ દ્વિવિધ જે ચેતના છે તે જ દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નય કહેવાય છે. સામાન્ય ધર્મને જાણનારી દર્શનનામની જે ચેતનાશક્તિ છે તે દ્રવ્યાર્થિક નયની પ્રેરકદૃષ્ટિ છે અને વિશેષ ધર્મને જાણનારી જે જ્ઞાનનામની ચેતનાશક્તિ છે તે પર્યાયાર્થિકનયની પ્રેરકષ્ટિ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org