________________
કાણ્ડ-૨
ગાથા-૨
સન્મતિપ્રકરણ
ટીકામાં કહ્યું છે કે - દ્રવ્યાપ્તિસ્ય સામાન્યમેવ વસ્તુ તહેવ વૃદ્ઘતે અનેનેતિ પ્રહળ दर्शनमेतद् उच्यते । पर्यायास्तिकस्य तु विशेष एव वस्तु स एव गृह्यते येन तद् ज्ञानम् अभिधीयते ग्रहणम् विशेषितम् इति विशेषग्रहणमित्यभिप्रायः । द्वयोरपि अनयोर्नययोरेव प्रत्येकमर्थपर्यायः, अर्थं विशेषं पर्येति अवगच्छति यः सोऽर्थपर्यायः इदृग्भूतार्थग्राहकत्वમિત્યર્થઃ ।
૧૨૨
-
વેદાન્ત આદિ જે દર્શનકારો આખું જગત બ્રહ્મસ્વરૂપ છે. અભેદરૂપ જ છે. એક બ્રહ્મ એ જ તત્ત્વ છે. આમ માને છે. તે “સ” પણાના ધર્મવડે કેવલ એકલા અભેદને જ જોનારી અને ભેદનો અપલાપ કરનારી દૃષ્ટિ હોવાથી કેવલ એકલા દ્રવ્યાર્થિકનયની જ પક્ષપાતી દૃષ્ટિ છે. જે એકાન્તવાદ હોવાથી નયાભાસ (દુર્રય) છે. એવી જ રીતે બૌદ્ધ આદિ જે કોઈ દર્શનકારો સર્વ વસ્તુઓ ક્ષણે ક્ષણે સર્વથા બદલાય જ છે. પ્રતિસમયે વસ્તુ ભિન્ન ભિન્ન જ છે. આમ માને છે. તે ક્ષણ-ક્ષણના વિશેષધર્મ વડે કેવલ એકલા ભેદને જ જોનારી અને અભેદનો અપલાપ કરનારી દૃષ્ટિ હોવાથી કેવલ એકલા પર્યાયાર્થિકનયની જ પક્ષપાતી દૃષ્ટિ છે. જે એકાન્તવાદ હોવાથી નયાભાસ (દુર્રય) છે. ॥ ૧ ॥
જૈનદર્શનવાળાને સાપેક્ષપણે બન્ને નયોના ઉપયોગકાલે આ જ જ્ઞેયપદાર્થો કેવા કેવા દેખાય છે ? તે વાત આ ગાથામાં સમજાવે છે.
दव्वट्ठिओ वि होऊण, दंसणे पज्जवट्ठिओ होइ । ૩વસમિયામાત્રં, પડુબ ળાને ૩ વિવરીય ॥૨॥
द्रव्यार्थिकोऽपि भूत्वा दर्शने पर्यवस्थितोऽपि भवति । औपशमिकादिभावं प्रतीत्य ज्ञाने तु विपरीतम् ।। २ ।।
ગાથાર્થ - દર્શનના ઉપયોગકાલમાં આ આત્મા દ્રવ્યાર્થિક નયવાળો (પ્રધાનપણે દ્રવ્યને સામાન્યને અભેદને જાણવાવાળો) થઈને પણ ઉપશમ આદિ વિશેષ ભાવોને (ગૌણપણે પણ જાણવા વાળો હોવાથી તે ભાવોને) આશ્રયી પર્યાયાસ્તિક નયવાળો પણ હોય છે. તથા જ્ઞાનના ઉપયોગકાલે તેનાથી વિપરીત હોય છે. ॥ ૨ ॥
વિવેચન - સામે જ્ઞેય રૂપે રહેલા સ્ત્રી-પુરૂષ, ઘટ-પટ આદિ પદાર્થો સચેતન હોય કે અચેતન હોય, પરંતુ સર્વે અનંતધર્માત્મક છે. અને પદાર્થોમાં રહેલા તે સર્વે ધર્મો સામાન્યરૂપ અને વિશેષરૂપ એમ બે પ્રકારમાં વહેંચાયેલા છે. જ્ઞેયમાં રહેલા સામાન્ય ધર્મોને જાણવા આ આત્માની ચેતનાશક્તિ જ્યારે પ્રવર્તે છે. ત્યારે કેવી હોય છે અને તે જ ચેતના શક્તિ જ્ઞેયમાં રહેલા વિશેષર્મોને જાણવા જ્યારે પ્રવર્તે છે ત્યારે કેવી હોય છે. તે બન્નેની વચ્ચેનો ભેદ અહીં જણાવવામાં આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org