________________
સન્મતિપ્રકરણ કાડ-૨ – ગાથા-૨
૧૨૩ | દર્શનના ઉપયોગવાળો કાલ હોય કે જ્ઞાનના ઉપયોગવાળો કાળ હોય. પરંતુ શેયપદાર્થમાં કંઈ ફરક પડતો નથી. શેય પદાર્થ તો જેમ છે તેમજ અનંતધર્માત્મક જ રહે છે અને તે અનંતધર્મો પણ સામાન્ય-વિશેષાત્મક જ જેમ છે તેમ જ રહે છે. જો કે શેયના ધર્મોમાં જ્ઞાતાના ઉપયોગ ભેદને લીધે કંઈ તફાવત થતો નથી. પરંતુ જ્ઞાતા જ્યારે દર્શનના ઉપયોગમાં પ્રવર્તે છે ત્યારે દર્શનોપયોગની શક્તિમાં સામાન્ય ધર્મને જ માત્ર જણાવવાનું સામર્થ્ય હોવાથી તે જ્ઞાતા તે કાલે દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિવાળો થઈ જાય છે. એટલે કે અભેદને - અર્થાત્ સામાન્યાત્મક એવા - દ્રવ્ય સ્વરૂપને પ્રધાનપણે જોનારો બની જાય છે. કંસને દ્રવ્યો વિ દોડ = દર્શનના ઉપયોગ કાલે આવા પ્રકારના અભેદને જોનારો બનીને પણ તે જ દ્રવ્યમાં રહેલા પથમિક આદિ ભાવ વિશેષને આશ્રયી ગૌણપણે પગમો હોવું = પર્યાયોને (વિશેષોને) જોવાવાળો પણ જરૂરી બને છે.
આ ગાથામાં શેયના ઉદાહરણ રૂપે પણ આત્મા જ સમજાવવામાં આવ્યો છે. સામાન્યથી જોયપણે સચેતન અને અચેતન એમ બન્ને પ્રકારના પદાર્થો હોઈ શકે છે. તથા જ્ઞાતા માત્ર એક આત્મા જ હોય છે. કારણ કે જ્ઞાનગુણ આત્માનો જ છે, પરંતુ શેયતત્ત્વ સચેતન અચેતન એમ બન્ને પ્રકારનું હોય છે તેમાંથી સચેતનને ય સમજીને આ ઉદાહરણ ટાંકેલું છે કારણ કે ઔપથમિક આદિ પાંચે વિશેષભાવો શેય એવા સચેતનમાં જ હોય છે અચેતનમાં હોતા નથી. (અચેતનમાં એક પારિણામિક ભાવ જ હોય છે. તથા જીવના અન્યોન્યપણાને લીધે ક્વચિત્ ઔદયિકભાવ પણ માનેલો છે. પરંતુ ઔપશમિકાદિ પાંચે ભાવો તો ત્યાં હોતા નથી.) તેથી જ્ઞાતા એવો એક આત્મા શેય એવા આત્માને જ્યારે દર્શનોપયોગથી જાણે છે. ત્યારે “આ એક સચેતન વસ્તુ છે” સુખદુ:ખનો અનુભવ કરનારો પદાર્થ છે આત્મા નામનું દ્રવ્ય છે. આમ સચેતનપણે, પદાર્થપણે, દ્રવ્યસ્વરૂપે, “સત્ છે એ પણ” જાણે છે. આ બધો દ્રવ્યાર્થિકાય છે. આ નયની દૃષ્ટિકાલે સચેતન, પદાર્થ, દ્રવ્ય, સત્ આવા સામાન્યધર્મો પ્રધાનપણે આ જ્ઞાતા જાણે છે. છતાં વિશેષ ધર્મોને પણ નથી જ જાણતો એમ નથી. વિશેષ ધર્મો પણ તે આત્માને જણાય છે પણ તે ગૌણપણે જણાય છે.
જેમ કે શરીરમાં આ જે પદાર્થ જણાય છે. તે પથમિક ભાવવાળો (ઉપશમ સમ્યક્તવાળો અને ઉપશમ ચારિત્રવાળો) પણ હોઈ શકે છે. તેમાં ઈચ્છાનુસાર હલનચલન, સુખ-દુઃખની સંવેદના, ઈન્દ્રિયો દ્વારા વિષયનું ગ્રહણ જણાતું હોવાથી મતિ-શ્રુતજ્ઞાન, ચક્ષુ-અચક્ષુ દર્શન, દાનાદિ લબ્ધિઓ વિગેરે ગુણો પણ તેમાં જણાય છે તેથી આ ક્ષયોપશમ ભાવવાળો પણ છે તથા આ મનુષ્ય છે શરીરધારી છે રૂપવાન છે પાંચ ઈન્દ્રિયો વાળો છે આવું જ જણાય છે તે ઔદયિકભાવ છે તથા આ જીવ છે. સ્વાભાવિકપણે જ ચેતનાવાળો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org