________________
સન્મતિપ્રકરણ કાષ્ઠ-૧ - ગાથા-પ૪
૧૧૭ તે જ્ઞાની વક્તા તે શ્રોતાવર્ગની સામે પોતાની કુશળતાપૂર્વક એકલા દ્રવ્યાર્થિકનયની જ પ્રરૂપણા કરે છે. (ફક્ત એટલું ધ્યાન રાખે છે કે એકલા દ્રવ્યાર્થિકનયની પ્રરૂપણા કરવા છતાં પણ ક્યાંય પર્યાયાર્થિકનયનો ઉચ્છેદ ન થઈ જાય). દ્રવ્યાર્થિક નયની પ્રરૂપણા કરતાં કરતાં જ્યારે શ્રોતાવર્ગને આ નયની વાત રૂચે છે નિત્યવાદ પણ માન્ય કરે છે. આવું જ્યારે તે જ્ઞાની મહાત્માને જણાય છે. ત્યારે તે શ્રોતાવર્ગ પાછો એકલા નિત્યવાદના કદાગ્રહી ન બની જાય તેટલા માટે તે જ જ્ઞાની વક્તા, તે જ શ્રોતા વર્ગની સામે વિશેષ (એવો પર્યાયાર્થિક) નય પણ સમજાવે જ છે. જેથી શ્રોતાવર્ગ ઉભયનયવાદી બને. સાપેક્ષવૃષ્ટિ પૂર્વક બન્ને નયો શ્રોતાવર્ગ સ્વીકારે તેવી તેઓ ભવ્ય દેશના આપે છે.
એવી જ રીતે શ્રોતાવર્ગ રૂપે સામે બેઠેલો પુરૂષસમૂહ જો સાંખ્ય-નૈયાયિક કે વૈશેષિક મતનો અનુયાયી હોય અને તેથી એકલા દ્રવ્યાર્થિકનયનો જ આગ્રહી છે એમ વક્તા એવા જ્ઞાની મહાત્મા જ્યારે જાણે છે. ત્યારે તેનામાં ઉભયનયના સંસ્કારોની પરિકર્મણા કરવાના નિમિત્તે તેની સામે એકલા પર્યાયાર્થિકનયની જ દેશના આપે છે. (ફક્ત એટલું ધ્યાન રાખે છે કે એકલા પર્યાયાર્થિકનયની દેશના આપતાં આપતાં ક્યાંય દ્રવ્યાર્થિકનયનો ઉચ્છેદ ન થઈ જાય. પર્યાયાર્થિકનયની દેશના કરતાં કરતાં જ્યારે શ્રોતાવર્ગને હવે આ પર્યાયાર્થિકનયની વાત રૂચે છે અનિત્ય વાદ પણ માન્ય કરે છે. આવું જ્યારે તે જ્ઞાની મહાત્માને જણાય છે ત્યારે તે શ્રોતાવર્ગ પાછા એકલા પર્યાયાર્થિકનયના (એટલે અનિત્યવાદના) આગ્રહી ન બની જાય તેટલા માટે તે જ જ્ઞાની મહાત્મા તે જ શ્રોતાવર્ગની સામે વિશેષનય (એટલે કે દ્રવ્યાર્થિક નય અર્થાત્ નિત્યવાદ) પણ સમજાવે જ છે. આપે જ છે જેથી નિત્યવાદી એવો આ શ્રોતાવર્ગ ઉભયનયવાદી બને.
ટીકામાં કહ્યું છે કે - પુરુષનાd પ્રતિપદ્રવ્યપર્યાય તરસ્વરૂપ શ્રોતા વ પ્રતીત્ય आश्रित्य ज्ञकः = स्याद्वादविद् प्रज्ञापयेत् आचक्षीत अन्यतरं द्रव्यं पर्यायं वा = अभ्युपेतपर्यायाय द्रव्यमेव, अङ्गीकृतद्रव्याय च पर्यायमेव कथयेत् । किमित्येकमेव कथयेत् ? परिकर्मनिमित्तं = बुद्धिसंस्कारार्थम् । परिकर्मितमतये दर्शयिष्यत्यसौ स्याद्वादाभिज्ञः विशेषमपि द्रव्यपर्याययोः परस्पराविनिर्भागरूपमेकांशविषयविज्ञानस्यान्यथा विपर्ययरूपताप्रसक्तिः स्यात् । तदितराभावे तद्विषयस्याप्यभावात् ।
અનેકાન્તવાદને જાણનારા જ્ઞાની વક્તા બન્ને નયોને સાપેક્ષપણે જાણતા પણ હોય છે અને જોડતા પણ હોય છે. છતાં શ્રોતાવર્ગ ભિન્ન ભિન્ન સંસ્કારવાળા હોઈ શકે છે. કોઈ શ્રોતાવર્ગ નિત્યવાદને (દ્રવ્યવાદને) જ માનતા હોય છે અને કોઈ શ્રોતાવર્ગ અનિત્યવાદને જ (એટલે કે પર્યાયવાદને જ) માનતા હોય છે. તેથી જ્યારે શ્રોતાવર્ગ દ્રવ્યવાદને જ માનનારા છે આવું વક્તાના ખ્યાલમાં આવે છે ત્યારે તે શ્રોતાવર્ગની સામે તેઓ દ્વારા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org