________________
કાડ-૨ – ગાથા-૪
૧૨૮
સન્મતિપ્રકરણ કર્મનો પણ ક્ષય થઈ ચુકેલો હોવાથી કેવલદર્શન પણ અવશ્ય પ્રગટ થાય છે. તેરમાના પ્રથમ સમયે કેવલજ્ઞાન પ્રગટ થાય અને કેવલદર્શન પ્રગટ ન થાય આવું કેમ બને? સમયાન્તરે થવામાં અને પ્રથમસમયે નહી થવામાં તેનો પ્રતિબંધ કરનાર કોણ ? એવી જ રીતે પ્રથમ સમયે પ્રગટ થયેલા કેવલજ્ઞાનને દ્વિતીય સમયમાં રહેવાની અટકાયત કરનાર કોણ? તેથી નિરાવરણ આત્મામાં દર્શન અને જ્ઞાનમાં સમયભેદ નથી. એક આ વિચારભેદ છે. તથા એક સમયમાં પણ તે દર્શન અને જ્ઞાન જુદા-જુદા નથી. જો બન્ને એક સમયમાં સાથે હોવા છતાં દર્શનશક્તિ એકલા સામાન્યધર્મને જ જાણતી હોય અને જ્ઞાનશક્તિ એકલા વિશેષધર્મને જ જાણતી હોય તો બન્ને શક્તિઓ શેયપદાર્થના એક એક અંશને (ભાગને) જ જાણનારી બનવાથી પરમાત્માને કેવલદર્શનથી સર્વદર્શી અને કેવલજ્ઞાનથી સર્વજ્ઞ કહેવાશે નહીં. આવી આવી બહુ દલીલો દ્વારા ગ્રથકારશ્રી જણાવે છે કે કેવલજ્ઞાનની બાબતમાં જ્ઞાન અને દર્શન બન્ને સમાન છે. અર્થાત્ કેવલદર્શન પણ સામાન્ય-વિશેષ એમ સર્વધર્મને દેખે છે અને કેવલજ્ઞાન પણ સામાન્ય-વિશેષ એમ સર્વધર્મને જાણે છે. તેથી બન્ને સર્વવિષયક હોવાથી સમાન છે.
ટીકામાં કહ્યું છે કે - વનને પુન: વેવનાક્યો વાધ, તમિતિ વ જ્ઞાનગિરિ वा यत् केवलं तत् समानं समानकालं द्वयमपि युगपदेवेति भावः । तथाहि - एककालौ केवलिगत ज्ञानदर्शनोपयोगौ तथाभूताप्रतिहताविर्भूततत्स्वभावत्वात्, तथाभूतादित्यप्रकाशतापाविव यदैव केवली जानाति तदैव पश्यतीति सूरेरभिप्रायः ।
સારાંશ કે મતિ આદિ ચાર જ્ઞાનો, ત્રણ અજ્ઞાનો, અને ચક્ષુ આદિ ત્રણ દર્શનોમાં કાલભેદે દર્શન-જ્ઞાન માનવામાં સર્વે આચાર્યો વચ્ચે નિર્વિવાદ છે. પરંતુ નિરાવરણ એવા કેવલીમાં સમયભેદે ઉપયોગભેદ માનવામાં કે એક જ સમયમાં દર્શન-જ્ઞાનની શક્તિ ભિન્ન ભિન્ન માનવામાં ગ્રન્થકારશ્રીની અસમ્મતિ છે. તેઓની વિચારધારા પ્રમાણે તેવા પ્રકારે સૂર્ય જેમ એકીસાથે પ્રકાશ અને આલપ (ગરમી) એમ બન્ને આપે છે. તેમ આત્માની એક જ પ્રકારની ચેતનાશક્તિ છે અને તે એક ચેતના શક્તિ જ જોવાનું અને જાણવાનું એમ બે કાર્યો કરે છે એટલે તે એક શક્તિનાં જ દર્શન અને જ્ઞાન એવાં બે નામ છે. આ બાબતની વધારે ચર્ચા પોતે જ આગળ કરે છે. એટલે હાલ આપણે અહીં વિસ્તાર કરતા નથી. આગળ આવતી ચર્ચાથી જ આપણે વધારે જાણીશું. / ૩ /
केई भणंति "जइया जाणइ तइया ण पासइ जिणो त्ति" । सुत्तमवलंबमाणा तित्थयरासायणाभीरू ॥ ४ ॥ केचिद् भणन्ति “यदा जानाति तदा न पश्यति जिनः" इति । सूत्रमवलम्बमानास्तीर्थङ्कराशातनाऽभीरवः ।। ४ ।।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org