________________
કાડ-૧ - ગાથા-૫૧-૫૨
સન્મતિપ્રકરણ
૧૦૯ કર્તૃત્વ અને ભોક્નત્વ આ બન્ને ભિન્ન ભિન્ન અવસ્થા છે. હવે જો આ બન્ને અવસ્થાને માન્ય કરે તો અવસ્થાભેદ થવાથી આત્માનું કુટસ્થ નિયત્વ રહેતું જ નથી. અને જો કુટસ્થ નિત્યત્વ માન્ય રાખે તો આ અવસ્થાભેદ ઘટતો નથી. આવી ક્ષતિ (દોષ) તેને આવે છે. તથા વળી જે સમયમાં કર્મ કરે છે. તે સમયમાં કર્મનું ક્રિયમાણપણું જ છે. તેનું ભોગવવા પણું તે સમયમાં ઘટી શકે જ નહીં, કાલાન્તરે જ ભોગવવાપણું સ્વીકારવું પડે. અને એમ માનવા જતાં ઈચ્છા હોય કે ન હોય તો પણ બીજા નયની વાતને એટલે કે ભિન્ન ભિન્ન અવસ્થાને સ્વીકારવી જ પડે, તો જ યથાર્થ સંગતિ થાય. પણ તે દર્શનકારોની આવી સાપેક્ષ દૃષ્ટિ થતી નથી. તેથી પર્યાયનિરપેક્ષ એવી દ્રવ્યાર્થિકનયની દેશના કર્તુત્વ-ભોકતૃત્વને ભલે માનનારી બને તો પણ તે દોષમુક્ત નથી.
એવી જ રીતે કેવલ પર્યાયાર્થિક નયની દૃષ્ટિ ક્ષણિક તત્ત્વને જ માને છે. તેથી તેના મતે સ્થાયિ આત્મતત્ત્વ તો છે જ નહીં. તેથી કર્મોને કરે અને કર્મોના ફળને ભોગવે એવું કોઈ સ્થાયિ તત્ત્વ જ નથી. એટલે આ નયને તો આત્મામાં કર્મનું કર્તૃત્વ અને ભોક્નત્વ છે આવું કહેવાનો અવકાશ જ નથી. આ નયના મતે વસ્તુ ઉત્પન્ન થઈને બીજા જ ક્ષણે નાશ પામતી હોવાથી કર્મ કરનાર કોણ? અને કર્મફળ ભોગવનાર કોણ? આ વાત સંગત થતી જ નથી. કદાચ ઉત્પત્તિ ક્ષણમાં જ કર્તુત્વ અને ભોસ્તૃત્વ સાથે માને તો પણ બન્ને ક્રિયા ભિન્ન ભિન્ન હોવાથી અને આત્મતત્ત્વ પણ ક્ષણમાત્ર જ સ્થાયિ હોવાના કારણે ઉત્પદ્યમાન હોવાથી એકી સાથે બન્ને ક્રિયા કરે નહીં અને જો કાલાન્તરે આત્મક્ષણ કરે તો કર્મનો કર્તા કોઈ અન્ય અને કર્મફળનો ભોક્તા કોઈ અન્ય આવી અવ્યવસ્થા થાય. આ કારણથી પર્યાયાર્થિકનયની દૃષ્ટિવાળાને પણ કતૃત્વ-ભોક્નત્વ ઘટાવવા માટે કોઈ એક સ્થાયિતત્ત્વ માનવાની ફરજ પડે જ છે તેથી તેને પણ દ્રવ્યાર્થિક નયની સાપેક્ષતા રાખવી જ પડે છે. એના વિના કર્તૃત્વ અને ભોસ્તૃત્વ સંગત થતાં નથી.
પ્રશ્ન - કેવલ પર્યાયાર્થિક નય માનીએ અને દ્રવ્યાર્થિકનયને માન્ય એવા એક સ્થાયિતત્ત્વને ન માનીએ તો પણ “વાસના અથવા સંતાન” માનીને ઉપરની ક્ષતિ દૂર કરી શકાય છે. જેમ કે એક પેઢીમાં એક પુરૂષ ધંધો-વ્યવસાય કરે છે. તેનું અવસાન થતાં તે જ પેઢી ઉપર તેનો પુત્ર આ કારભાર સંભાળે છે. કાલાન્તરે તેનું પણ અવસાન થતાં તેનો પુત્ર આ કારભાર સંભાળે છે. તો આવી વાસના-પરંપરા-સંતાન માનીએ તો પિતા-પુત્ર-પૌત્ર અત્યન્ત ભિન્ન હોવા છતાં પણ તે પેઢીમાં પિતાએ ઉપાર્જન કરેલું ધન પુત્ર અને પૌત્રાદિ ભોગવે છે. અહીં ધનના ઉપાર્જનનો કર્તા અન્ય છે અને તેનું ફળ ભોગવનાર અન્ય છે. આમ સંતાન (પરંપરા) માનીને અન્યમાં કતૃત્વ અને અન્યમાં ભાતૃત્વ છે એમ કહીએ તો કંઈ ક્ષતિ આવતી નથી. (બૌદ્ધ સંતાન માનતા હોવાથી આવો બચાવ કરે છે.).
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org