SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ કાડ-૧ – ગાથા-૫૧-૫૨ સન્મતિપ્રકરણ ઉત્તર - અહીં પણ “આ એક જ પેઢી છે” એવી એક્તા ધ્રુવતત્ત્વ તો છેવટે માન્યું જ. એટલે જ અમે તે બૌદ્ધને પુછીએ છીએ કે “આ સંતાન એ શું વસ્તુ છે? ક્ષણિક પદાર્થથી કોઈ અલગ તત્ત્વ છે કે જે ક્ષણિકતત્ત્વ છે તે જ સંતાન છે ? હવે જો તમે એમ કહો કે જે ક્ષણિકતત્ત્વ છે તે જ આ સંતાન છે. તો તો તે સંતાન પણ ક્ષણિક જ હોવાથી બીજા ક્ષણે તે સંતાન ટકતું જ નથી. તેથી જેમ એકલું ક્ષણિકતત્ત્વ કાલભેદે થનારા કર્તૃત્વ અને ભોસ્તૃત્વને સિદ્ધ નથી કરી શકતું, તેવી જ રીતે સંતાન પણ ક્ષણિક જ થવાથી કાલભેદે થનારા કર્તૃત્વને અને ભોસ્તૃત્વને સિદ્ધ નહીં કરી શકે. હવે જો આ સંતાનને ક્ષણિકતત્ત્વથી જુદું માનો તો તે ક્ષણિક નથી એટલે કે સ્થાયિતત્ત્વ છે એમ સિદ્ધ થશે જ. આમ થવાથી છેલ્લે થાકીને પણ સ્થાયિ એવું આત્મતત્ત્વ સ્વીકાર્યું જ. તો પહેલેથી જ તે સ્થાયિ આત્મ તત્ત્વ સ્વીકારી લેવું જોઈએ. તેથી બૌદ્ધદર્શનને માન્ય સંતાન-વાસનાની જે કલ્પના છે તે ખરેખર કલ્પના જ છે, સાચું નથી. શબ્દાન્તરથી તો ધ્રુવ એવું આત્મતત્ત્વ જ માનવું પડે છે. આ રીતે આ પર્યાયાર્થિકનયને પણ સ્થાયિતત્ત્વ માનવારૂપ દ્રવ્યાર્થિકનયની અપેક્ષા રાખવી જ પડે છે. અન્યથા ક્ષતિ (દોષ) આવ્યા વિના રહેતી જ નથી. આ પ્રમાણે વિચારતાં સ્થાયિ એવા ધૃવતત્ત્વને માનનારા દ્રવ્યાર્થિકનયને પણ અવસ્થાભેદ અવશ્ય સ્વીકારવો જ પડે છે, તો જ કર્તૃત્વ અને ભોક્નત્વ સંભવી શકે છે. તેથી પર્યાયાર્થિકનયની સાપેક્ષતા સ્વીકારવી જ પડે છે અને અસ્થાયિત્ર(ક્ષણિક એવા) ઉત્પાદ-વ્યયને જ કેવલ માનનારા પર્યાયાર્થિક નયને પણ કતૃત્વ અને ભોકતૃત્વની એકાધિકરણતા સિદ્ધ કરવા સ્થાયિતત્ત્વ માનવું જ પડે છે. તેથી દ્રવ્યાર્થિકનયની સાપેક્ષતા સ્વીકારવી જ પડે છે. આ પ્રમાણે બન્ને નો એક-બીજા નયની અપેક્ષા રાખે તો જ તે સુનય છે, સમ્યગ્દષ્ટિ છે. આવી જ દેશનાને જૈનદર્શનમાં સ્થાન છે. નિરપેક્ષ દેશના તે દુર્નય છે, મિથ્યાષ્ટિ છે. તીર્થંકર પરમાત્માની આશાતના છે. તેમની વાણીની ભયંકર અવગણના છે. એકાન્ત એવા આ બન્ને નયો કર્મના કર્તૃત્વ અને ભોસ્તૃત્વ વિષે કેવા વિચારો ધરાવે છે ? તથા તેઓને તેમ માનવામાં શું ક્ષતિ આવે છે ? આ વાત, તથા પાછલા બારણે પણ (માને કે ન માને તો પણ) બીજા નયની સાપેક્ષતા લેવી જ પડે છે આ વાત, આમ આ બન્ને વાતો આ ગાળામાં સમજાવવામાં આવી છે. તથા જગતના પદાર્થોનું સ્વરૂપ પણ દ્રવ્યભાવે સ્થાયિ અને અવસ્થાભેદ પ્રમાણે પર્યાયભાવે અસ્થાયિ એમ ઉભયાત્મક છે માટે જે જેમ છે તેને તેમ માનવું તે જ સાચો યથાર્થવાદ-નયવાદ છે. તે પ૧-પર / જૈનદર્શનને અનુસારે કેવી દેશના હોય ? તે સમજાવે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy