SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ સન્મતિપ્રકરણ કાડ-૧ – ગાથા-૫૩ जे वयणिज्जवियप्पा, संजुजंतेसु होन्ति एएसु । सा ससमयपण्णवणा, तित्थयरासायणा अण्णा ॥ ५३ ॥ ( ये वचनीयविकल्पाः, संयुज्यमानयोर्भवन्त्यनयोः । સા સ્વસમયપ્રજ્ઞાપના, તીર્થડ્રરાશાતડા || પરે ) ગાથાર્થ - આ બન્ને નયો સંયુક્ત થયે છતે (પરસ્પર સાપેક્ષ હોતે છતે) વસ્તુતત્ત્વને સમજાવનારા જે જે કહેવા લાયક વિકલ્પો (વિચારો અને વચનો) થાય છે. તે જ સાચી સ્વશાસનની (જૈન શાસનની) પ્રરૂપણા છે. વીતરાગવાણી છે. બાકીની અન્ય સઘળી વાણી અને વિચારો તીર્થંકર પરમાત્માની આશાતના છે. તે પ૩ || વિવેચન જગતના સચેતન અચેતન સઘળા પણ પદાર્થો દ્રવ્યસ્વરૂપે નિત્ય છે અને પર્યાયસ્વરૂપે અનિત્ય છે. ખરેખર સાચી આ જ હકિકત છે. વસ્તુનું આ જ સાચું સ્વરૂપ છે અને પૂર્ણ સ્વરૂપ છે. કારણ કે અનંતાનંત એવા આ સઘળા પણ પદાર્થો અનાદિકાળથી સહજપણે છે જ, અને ભાવિમાં પણ સહજ પણે રહેશે જ. કોઈ પણ વ્યક્તિએ આ પદાર્થોનું નિર્માણ કર્યું નથી અને કોઈ પણ વ્યક્તિ આ પદાર્થોનો વિનાશ કરનાર નથી. સર્વે પણ દ્રવ્યોનો સહજપણે વર્તવા પણાનો (સરૂપે હોવા પણાનો) પારિણામિક સ્વભાવ છે. તેથી દ્રવ્યપણે નિત્ય છે. ધ્રુવ છે. સ્થાયિ છે. તથા તે જ સર્વે દ્રવ્યો નિત્ય હોવા છતાં પણ કુટસ્થ નિત્ય નથી પણ “પરિણામી નિત્ય” છે તેથી પ્રતિસમયે પરિવર્તન પણ પામે જ છે. કોઈ પણ સમય એવો નથી કે જે સમયે દ્રવ્ય પરિણામ ન પામતું હોય? સમયે સમયે સર્વે પણ દ્રવ્યો પરિવર્તનશીલ છે. આ પણ દ્રવ્યોનો સહજ સ્વરૂપે પારિણામિક ભાવ છે. આ રીતે પરિણામી નિત્ય હોવાથી સર્વે પણ દ્રવ્યો નિત્યાનિત્ય, ઉત્પાદ-વ્યય-ધ્રુવ અંશવાળાં, દ્રવ્યપર્યાય ઉભયમય છે. આ જ વસ્તુનું સાચું સ્વરૂપ છે. પૂર્ણ સ્વરૂપ છે અને યથાર્થ સ્વરૂપ છે. “પરિણામી નિત્ય” આવું વસ્તુનું સ્વાભાવિક સ્વરૂપ છે તેમાં પરિણામીપણું સમજાવનારી પર્યાયાર્થિકની દ્રષ્ટિ છે. અને નિત્યપણું સમજાવનારી દ્રવ્યાર્થિકનયની દ્રષ્ટિ છે. આમ સાપેક્ષપણે ઉભયનય સ્વીકારવો એ જ સાચો માર્ગ છે. આ જ વીતરાગ પરમાત્માની દેશના (વાણી) છે. ટીકામાં કહ્યું છે કે જે વચનીયામિથેયસ્થ વિન્યાસ્તપ્રતિપાદ્રિ પથાનમે संयुज्यमानयोरन्योन्यसम्बद्धयोर्भवन्त्यनयोर्द्रव्यास्तिक पर्यायास्तिकवाक्यनययोः । ते च कथंचिन्नित्य आत्मा, कथञ्चिदमूर्त इत्येवमादयः । सा एषा स्वसमयस्येति तदर्थस्य प्रज्ञापना निदर्शना, अन्या तु निरपेक्षयोरन्ययोरेव नययोर्या प्ररूपणा सा तीर्थङ्करस्यासादनाऽधिक्षेपः । Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy