SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૫ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૩૫-૩૬ (૨) સૂફમધ્રુવભાવ = સંગ્રહનયને આશ્રયી સૈકાલિક દ્રવ્યની જે ધ્રુવતા તે સૂમધુવભાવ નામનો બીજો ભેદ છે. જેમ કે જીવદ્રવ્યની જીવદ્રવ્યપણે જે ધ્રુવતા, પુદ્ગલદ્રવ્યની પુગલદ્રવ્ય પણે જે સૈકાલિક ધ્રુવતા છે કે જે અનાદિ-અનંત છે. સંગ્રહનય આવી અનંતકાલની ધ્રુવતાનો સંગ્રહ કરે છે. તે આ ધ્રુવતાનો બીજો ભેદ છે. ધ્રુવભાવ ધૂલ જુસૂત્રનો, પર્યાય સમય અનુસાર રે સંગ્રહનો તેહ ત્રિકાલનો, નિજદ્રવ્યજાતિ નિરધાર રે / ૯-૨૭ જિનવાણી પ્રાણી સાંભળો - ઈત્યાદિ આ પ્રમાણે ૩૨ થી ૩૪ આમ ત્રણ ગાથાઓમાં ઉત્પાદ-વિનાશ અને ધ્રુવતાના ભેદપ્રભેદ જણાવ્યા. ધ્રુવતાના ભેદો ગ્રંથકારશ્રીએ કહ્યા નથી. પણ અન્યગ્રન્થોના આધારે લખ્યા છે. આમ ઉત્પાદ-વિનાશ અને ધ્રુવતાના એમ ત્રણેના બે બે ભેદો જાણવા. ત્રિપદીના અવાન્તરભેદ-પ્રભેદો જણાવ્યા. તે ૩૪ / હવે ઉત્પાદ-વિનાશ અને ધ્રુવવ (સ્થિતિ) ના કાલભેદની ચર્ચા શરૂ કરે છે એટલે કે આ ત્રણે એક જ સમયમાં હોય છે? કે સમયાન્તરે હોય છે ? અર્થાત્ અભિન્નકાલવર્તી છે? કે ભિન્નકાલવર્તી છે? તેની ચર્ચા. તથા ધર્મથી એટલે કે દ્રવ્યથી આ ત્રણે ધર્મો ભિન્ન છે? કે અભિન્ન છે? તેની ચર્ચા. तिण्णि वि उप्पायाई, अभिण्णकाला य भिण्णकाला य । अत्यंतरं अणत्थंतरं च. दवियाहिं णायव्वा ॥ ३५ ॥ जो आउंचणकालो, सो चेव पसारियस्स वि ण जुत्तो । तेसिं पुण पडिवत्ती-विगमे कालंतरं णत्थि ॥ ३६ ॥ त्रयोप्युत्पादादयः, अभिन्नकालाश्च भिन्नकालाश्च । अर्थान्तरमनर्थान्तरञ्च द्रव्येभ्यो ज्ञातव्याः ॥ ३५ ॥ य आकुञ्चनकालः स चैव प्रसारितस्यापि न युक्तः । तयोः पुनः प्रतिपत्ति-विगमयोः कालान्तरं नास्ति ॥ ३६ ।। ગાથાર્થ - ઉત્પાદાદિ ત્રણે ધર્મો પરસ્પર અભિન્નકાલવર્સી પણ છે અને ભિન્નકાલવર્તી પણ છે. તથા આ ત્રણે ધર્મો, ધર્મી એવા દ્રવ્યથી અર્થાતર પણ છે અને અનર્થાન્તર પણ છે. તે ૩૫ | Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy