SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ કાડ-૩ – ગાથા-૩૫-૩૬ ૩૦૬ સન્મતિપ્રકરણ અંગુલીનો જે આકુંચનકાલ છે. તે જ કાલ પ્રસારણનો માનવો, તે યુક્ત નથી. (એટલે કે તે બન્ને ભિન્નકાલવતી છે.) તથા તે આકુંચનના અને પ્રસારણના ઉત્પત્તિ અને વિનાશમાં કાલનું અંતર ઘટતું નથી. અર્થાત્ તે બન્ને એક જ કાલે થાય છે. / ૩૬ / વિવેચન - તત્ત્વાર્થધિગમ સૂત્રમાં પ-૨૯ માં સત્ (એટલે વિદ્યમાન કોઈ પણ પદાર્થ) નું આવું લક્ષણ કરવામાં આવ્યું છે કે જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય આ ત્રણ ધર્મથી યુક્ત હોય છે. તે જ પદાર્થ સત્ છે આ ત્રણ ધર્મોમાંના કોઈ પણ એક અથવા બે ધર્મો હોય અથવા એકે ધર્મ ન હોય તો તે આ સંસારમાં “” હોતું નથી જ. એટલે કે એક-બે ધર્મવાળો કોઈ પદાર્થ જ આ સંસારમાં નથી. નૈયાયિક-વૈશેષિક આદિ કેટલાક દર્શનકારો આત્મા-આકાશ આદિ પદાર્થોને એકલા ધ્રુવ ધર્મવાળા જ (નિત્ય જ) માને છે. બૌદ્ધ આદિ કેટલાક દર્શનકારો આત્મા આદિ પદાર્થોને એકલા ઉત્પાદ-વ્યય આમ બે ધર્મવાળા જ માને છે. અર્થાત્ એકાન્ત ક્ષણિક (અનિત્ય) જ માને છે. તેથી તેઓના માનેલા ઉપરોક્ત સર્વે ભાવો ત્રણ ધર્મ વિનાના હોવાથી અસત્ છે. સત્ એ લક્ષ્ય છે અને આ ત્રણ ધર્મોનું હોવું તે તેનું લક્ષણ છે. લક્ષ્યભૂત કોઈ પણ સત્ પદાર્થ લક્ષણભૂત એવા ઉત્પાદાદિ ત્રણે ધર્મોથી સહિત જ હોય છે. ક્યારે ય પણ આ ત્રણ ધર્મરૂપ લક્ષણ વિનાનું લક્ષ્ય હોતું જ નથી. અહીં સામાન્યથી નીચે મુજબ બે પ્રશ્નો થવા સંભવિત છે. (૧) લક્ષણભૂત ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય આ ત્રણે ધર્મો કોઈ પણ એક ધર્મોમાં પરસ્પર એક જ કાલે સાથે હોય છે. કે ભિન્ન ભિન્ન કાલે હોય છે ? આ ત્રણે ધર્મો એક જ સમયમાં સાથે હોય કે સમયાન્તરે હોય ? (૨) રક્ષણભૂત એવા ઉત્પાદાદિ આ ત્રણે ધર્મો, ધર્મી એવા સત્ પદાર્થથી ભિન્ન હોય છે કે અભિન્ન હોય છે? આ ત્રણ ધર્મો, ધર્મી એવા દ્રવ્યથી ભિન્ન હોય છે કે અભિન્ન હોય છે ? (૧) લક્ષણભૂત ત્રણ ધર્મો ઉત્પાદ 1. આ ત્રણે ધર્મો પરસ્પર ભિન્નકાલવર્તી છે કે અભિન્ન વ્યય ) કાલવત છે. ધ્રૌવ્ય ) (આ ત્રણ ધર્મોમાં પરસ્પર ભિન્નભિન્નતાનો આ પ્રશ્ન) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy