SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૪ કાડ-૩ – ગાથા-૩૪ સન્મતિપ્રકરણ વિનાશ પ્રયત્નજન્ય વિશ્રસા સમુદાયકૃત વિભાગજાત અર્થાન્તરંગમન સમુદાયકૃત વિભાગનાત અર્થાન્તરગમન ઐકત્વિક અર્થાન્તરગમન ઘટ-પટ-ઘર કડુ-દૂધ-માખણ વાદળાં-પર્વત પાણીનું બરફ થવું ધર્મ-અધર્મ આદી બાદર સંસારી જીવ તથા મેઘધનુષ્યાદિ બરફનું પાણી થવું આકાશ તથા પુદ્ગલસ્કંધો સિદ્ધ પરમાત્મા ચલિત રસ થવો પરમાણુ આ પ્રમાણે ઉત્પાદનો અને વિનાશના મુખ્યત્વે બે બે ભેદ છે. તથા તેના ઉત્તરભેદો ઉત્પાદના ત્રણ અને વિનાશના પાંચ છે. સર્વે દ્રવ્યોના ઉત્પાદન અને વિનાશને ઉપરોક્તભેદપ્રભેદોમાં યથાયોગ્ય સ્થાને જોડી દેવા. દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં ઢાળ ૯ માં ગાથા ૨૪ થી ૨૬ માં વિનાશના ભેદો જણાવ્યા છે. દ્વિવિધ નાશ પણિ જાણિઈ, એક રૂપાંતર પરિણામ રે ! અર્થાન્તરભાવ ગમન વલી, બીજો પ્રકાર અભિરામ રે II ૯-૨૪ / જિન વાણી પ્રાણી સાંભળો. ઇત્યાદિ. જેમ ઉત્પાદના ૨ પ્રકાર છે. તથા વિનાશના જેમ ૨ પ્રકાર છે તેમ ધ્રુવત્વના પણ ૨ પ્રકાર છે. અહીં સન્મતિપ્રકરણમાં સિદ્ધાન્તકારે કોઈ અગમ્ય કારણે ધ્રુવના તે ભેદો મૂલ ગાથામાં જણાવ્યા નથી. ઈશ્વરકર્તુત્વ વાદની સામે આ ચર્ચા હોવાથી કદાચ ધૃવત્વના ભેદો મૂલગાથામાં ન કહ્યા હોય એમ કલ્પી શકાય છે. છતાં સાચું કારણ તો જ્ઞાની જ જાણે. પરંતુ તે બન્ને ભેદો પણ આ પ્રસંગે જાણવા જેવા છે તે દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસને અનુસારે આ પ્રમાણે છે. (૧) શૂલધ્રુવભાવ (વર્તમાનકાલીન ધ્રુવતા) ઋજુસૂત્ર નયને અનુસાર સ્થૂલ (કંઈક દીર્ધ વર્તમાનકાલને આશ્રયી) જે ધ્રુવતા છે. તે ધ્રુવતાનો પ્રથમભેદ જાણવો. જેમ કે જીવમાં બાલ્યાદિ ત્રણ અવસ્થાનો જે ઉત્પાદ-વ્યય થાય છે. તેને આશ્રયી દીર્ઘવર્તમાનકાલવ “માનવપણે ધ્રુવતા” તે, તથા કડુ-કુંડલ-કેયુરાદિ બદલાતા પર્યાયોને આશ્રયી સુવર્ણપણાની દીર્ઘવર્તમાનકાલાશ્રયી જે ધ્રુવતા. તે આ પ્રથમભેદ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy