SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૩૪ ૩૦૩ વિનાશ કહેલ છે. તથા અંધાત્મક હોવાથી સમુદાયકૃત કહેલ છે. તથા પ્રાણીના પ્રયત્નવિના જ થાય છે માટે વિશ્રસા કહેલ છે. આ રીતે આ વિનાશ અર્થાન્તરગમનસમુદાયકૃત વિશ્રસાવિનાશ કહેવાય છે. વિનાશનો આ ચોથો ભેદ છે. ધર્મ-અધર્મ અને આકાશ આ ત્રણ અમૂર્તદ્રવ્યોમાં અવયવો (તે તે દ્રવ્યના પ્રદેશો) ક્યારેય પણ વિખેરાતા નથી. માટે ત્યાં વિભાગજાત વિનાશ સંભવતો જ નથી. માત્ર ગતિભાવે, સ્થિતિભાવે અને અવગાહનાભાવે પરિણામ પામેલાં જીવ અને પુગલોને સહાયક થવા રૂપે તેનામાં જે જે પર્યાયો થાય છે. તે તે પર્યાયો, જીવ-પુગલો તે તે ગતિ આદિ ભાવે જે પરિણામ પામ્યાં છે. તે વિનાશ પામતાં વિનાશ પામે છે. માટે અર્થાન્તરભાવગમન વિનાશ કહેવાય છે. પ્રાણીના પ્રયત્ન વિના આ વિનાશ થાય છે. માટે વિશ્રા છે. અંધાત્મક આખા અખંડ એક દ્રવ્યમાં આ વિનાશ થાય છે. તે માટે ઐકત્વિક વિનાશ છે. વિનાશનો આ પાંચમો ભેદ છે. ટીકાનો પાઠ - વિમાગૅપ ઇવ દિપો મેઃ સ્વાભાવિ: પ્રથાનિતતિ, तद्वयातिरिक्तस्य वस्तुनोऽभावात् । पूर्वावस्थाविगमव्यतिरेकेणोत्तरावस्थोत्पत्त्यनुपपत्तेः । न हि बीजादीनामविनाशेऽङकुरादिकार्यप्रादुर्भावो दृष्टः । न चावगाह-गति-स्थित्याधारत्वं तदनाधारत्वस्वभावप्राक्तनावस्थाध्वंसमन्तरेण सम्भवति । तत्र समुदयजनितो यो विनाशः स उभयत्रापि द्विविधः, एकः समुदयविभागमात्रप्रकारो विनाशः, यथा पटादेः कार्यस्य तत्कारणपृथक्करणे तन्तुविभागमात्रम्, द्वितीयप्रकारस्त्वर्थान्तरभावगमनं विनाशः, यथा मृत्पिण्डस्य घटार्थान्तरभावेनोत्पादो विनाशः ।। અહીં પણ પરમાણુ, સંસારીજીવ અને સિદ્ધ પરમાત્મામાં થતા પૂર્વપર્યાયોના વિનાશ જણાવ્યા નથી. પણ થાય છે અવશ્ય. છતાં ઈશ્વરજન્ય આ જગત છે આવી મિથ્યા માન્યતાના નિરસન માટે તેની સામે જ પ્રધાનપણે આ ચર્ચા છે. તેથી આ દ્રવ્યોના વિનાશનો અહીં ઉલ્લેખ નથી. પરંતુ પરમાણુઓમાં થતા પૂર્વપર્યાયોનો વિનાશ પાંચમા ભેદમાં લેવો. અર્થાન્તરગમન ઐકત્વિક વિશ્રસાવિનાશ જાણવો. સંસારી જીવોમાં પૂર્વ પર્યાયનો જે વિનાશ થાય છે તે અર્થાન્તરગમન સમુદાયકૃત પ્રયત્ન જન્ય નામના બીજા ભેદમાં ગણવો. કારણ કે ઈચ્છાપૂર્વકના અભિસંધિજ કે અનભિસંધિજ કરણવીર્યવિશેષથી પૂર્વપર્યાયનો વિનાશ થાય છે. આત્મપ્રદેશો વિખેરાતા નથી. તેથી તે વિનાશ વિભાગ જાતમાં આવતો નથી. પણ અર્થાન્તરગમન નામના આ ભેદમાં તે આવે છે. તથા સિદ્ધપરમાત્મામાં પ્રતિસમયે જે પૂર્વપર્યાયનો વિનાશ થાય છે. તે ક્ષાવિકભાવે પ્રવર્તતા કેવલજ્ઞાનાદિ ગુણોના ઉપયોગાત્મકભાવે લબ્ધિવીર્યજન્ય પૂર્વ-ઉત્તર પર્યાયો જાણવા. તેથી તે પણ બીજાભેદમાં આવે છે. ચિત્ર આવા પ્રકારનું બને છે - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy