SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ કાષ્ઠ-૧ – ગાથા-૩૬ થી ૪૦ સન્મતિપ્રકરણ अथ देशस्सद्भावे, देसोऽसद्भावपर्यवे नियतः । तद् द्रव्यमस्ति नास्ति च, आदेशविशेषितं यस्मात् ।। ३७ ॥ सद्भावे आदिष्टो देशः, देशश्चोभयथा यस्य । तदस्त्यवक्तव्यञ्च, भवति द्रव्यं विकल्पवशात् ।। ३८ ॥ आदिष्टोऽसद्भावे देशो, देशश्चोभयथा यस्य । तद् नास्ति अवक्तव्यञ्च, भवति द्रव्यं विकल्पवशात् ॥ ३९ ॥ सद्भावाऽसद्भावे देशो, देशश्चोभयथा यस्य । तदस्ति नास्ति अवक्तव्यकञ्च द्रव्यं विकल्पवशात् ।। ४० ॥) ગાથાર્થ - પોતાના પર્યાયો વડે દ્રવ્ય 'અસ્તિ રૂપ છે. પોતાનાથી અર્થાન્તરભૂત (એટલે ભિન્ન) એવા પરપર્યાયો વડે દ્રવ્ય નાસ્તિ રૂપ છે. અને તથા પ્રથમ કહેલા પરપર્યાય અને સ્વપર્યાય એમ આ બન્ને પર્યાયો વડે એકી સાથે (યુગપ પણ) વિચારીએ તો તે જ દ્રવ્ય વચનવિશેષથી અતીત એટલે કે શબ્દોથી અવાચ્ય થયું છતું અવક્તવ્યભાવને પામે છે. (આ ગાથામાં સપ્તભંગીના ૧-૨-૩ એમ પ્રથમના ત્રણ ભાંગા કહેલા છે.) I ૩૬ / હવે પદાર્થના સ્વરૂપનો એકદેશ (એક ભાગ) સભૂત રૂપે (સત્પણ) વિચારીએ અને પદાર્થના તે જ સ્વરૂપનો બીજો એક ભાગ અસભૂત રૂપે (અસત્પણ) વિચારીએ, તો તે જ દ્રવ્ય “અસ્તિ-નાસ્તિ' રૂપ બને છે. કારણ કે વિવક્ષાના વશથી એક જ દ્રવ્ય બે ભાવ રૂપે વિશેષિત (વિશિષ્ટ) બને છે. (સપ્તભંગીનો આ ચોથો ભાંગી થયો.) I ૩૭ / તથા જે પદાર્થના સ્વરૂપનો એક ભાગ સભૂત રૂપે વિવક્ષિત કરાય, તે જ પદાર્થના સ્વરૂપનો બીજો એક ભાગ અસ્તિ-નાસ્તિ એમ ઉભયસ્વરૂપે યુગપપણે વિવક્ષિત કરાય. ત્યારે તે દ્રવ્ય આવા પ્રકારની વિવક્ષાના વશથી “અસ્તિ-અવક્તવ્ય બને છે. (સપ્તભંગીનો આ પાંચમો ભાંગો જાણવો. I ૩૮ જે પદાર્થના સ્વરૂપનો એક ભાગ અસદ્ભત રૂપે વિવક્ષિત કરાય, તથા તે જ પદાર્થના સ્વરૂપનો બીજો એક ભાગ “અસ્તિ-નાસ્તિ” એમ ઉભયસ્વરૂપે યુગપNણે વિચારાયા ત્યારે તે પદાર્થ આવા પ્રકારની વિવક્ષાના વશથી “નાસ્તિ-અવક્તવ્ય બને છે. (સપ્તભંગીનો આ છઠ્ઠો ભાંગો છે). | ૩૦ | જે પદાર્થના સ્વરૂપનો એક ભાગ સદ્ભત રૂપે (સત્પણ), બીજો એક ભાગ અસદ્ભુત રૂપે (અસત્પણે) અને સત્-અસત્ બન્નેને એકી સાથે વિચારાય એમ ત્રણે ભાવોને સાથે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy