________________
સન્મતિપ્રકરણ
કાણ્ડ-૧ – ગાથા-૩૬ થી ૪૦
જ્યારે વિચારાય છે ત્યારે તે જ દ્રવ્ય આવા પ્રકારની વિવક્ષાના વશથી “અસ્તિ-નાસ્તિઅવક્તવ્ય” બને છે. (સપ્તભંગીનો આ સાતમો ભાંગો છે. ॥ ૪૦
વિવેચન - જગતમાં રહેલા સર્વે પણ પદાર્થો અપેક્ષાવિશેષે પરસ્પર વિરોધી એવા બે બે ધર્મવાળા છે. જે પદાર્થ પોતાના સ્વરૂપે અસ્તિ (=ભાવાત્મક) છે. તે જ પદાર્થ પરપદાર્થના સ્વરૂપે નાસ્તિ (અભાવાત્મક) પણ છે જ. આ જ રીતે દ્રવ્યસ્વરૂપે જેમ નિત્ય છે તેમ પર્યાય સ્વરૂપે અનિત્ય પણ છે. આ રીતે વસ્તુના સ્વરૂપને સમજાવનારી સાપેક્ષભાવ યુક્ત કોઈ પણ એક પ્રકારની જે દૃષ્ટિ (આશય) હોય છે તેને અહીં ભાંગો (ભંગ) કહેવાય છે. આવા સૌ પ્રથમ બે ભાંગા થાય છે. કારણ કે વસ્તુમાં જેવું અસ્તિ સ્વરૂપ છે તેવું જ નાસ્તિ સ્વરૂપ પણ છે. જેવું નિત્ય સ્વરૂપ છે તેવું જ અનિત્યસ્વરૂપ પણ છે જ. આ રીતે બન્ને સ્વરૂપોને પૃથક્ષણે સમજાવનારી બન્ને દૃષ્ટિના પ્રથમ બે ભાંગા થાય છે. અને ક્રમસરને બદલે એકીસાથે (યુગપત્ પણે) જો આ બન્ને સ્વરૂપો કહેવા ઈચ્છીએ તો બન્ને સ્વરૂપો પરસ્પર વિરોધી હોવાથી પૃથક્ષણે વિવક્ષા કરીએ ત્યારે જેવાં કહી શકાય છે, સમજાવી શકાય છે, તેવાં એકી સાથે કહી શકાતાં નથી. સમજાવી શકાતાં નથી. તેથી “અવક્તવ્ય’ સ્વરૂપ ત્રીજો ભાંગો પણ થાય છે. એકી સાથે બન્ને સ્વરૂપોને કહી આપે, સમજાવી આપે એવો વાચક શબ્દ કોઈ મળતો નથી. આ રીતે પ્રધાનતાએ બે અથવા ત્રણ જ ભાંગા થાય છે. પરંતુ આ ત્રણ ભાંગાના પરસ્પર સંયોગથી (જોડાણથી) બીજા ચાર ભાંગા (વાક્યો) પણ થાય છે. આ જ ૩+૪=૭ સાત પ્રકારની દૃષ્ટિઓ કે વાક્યોને “સપ્તભંગી’’ કહેવાય છે.
૨૦
દરેક પદાર્થોમાં જેમ અસ્તિ સ્વરૂપ છે. તેમ તે જ પદાર્થમાં નાસ્તિ સ્વરૂપ પણ અવશ્ય છે જ. અસ્તિ સ્વરૂપ કહેતી વખતે તેમાં રહેલું નાસ્તિ સ્વરૂપ ઊડી ન જાય, ધ્યાન બહાર ચાલ્યું ન જાય એટલા માટે જ અસ્તિ સ્વરૂપ કહેતી વખતે તેની આગળ “સ્યા” શબ્દ લગાડવામાં આવે છે. એવી જ રીતે નાસ્તિ સ્વરૂપ કહેતી વખતે તેમાં રહેલું “અસ્તિ” એવું બીજું સ્વરૂપ ઊડી ન જાય, તેનો અપલાપ ન થઈ જાય, તે માટે તેની આગળ પણ “સ્યાત્” શબ્દ લગાડવામાં આવે છે. આવી જ રીતે ઉભયસ્વરૂપને સાથે બોલવા જતાં એવો કોઈ વાચક શબ્દ ન હોવાથી “અવક્તવ્ય” પણ જરૂર છે. છતાં એકાન્તે અવક્તવ્ય ન થઈ જાય, કારણ કે છેલ્લે છેલ્લે “અવક્તવ્ય” શબ્દથી તો બન્નેને સાથે કહી જ શકાય છે. તે માટે તે અવક્તવ્ય શબ્દની આગળ પણ સ્થાત્ શબ્દ લગાડવામાં આવે છે. આ સઘળા ભાંગાઓ સ્યાત્ શબ્દની સાથે બોલાતા હોવાથી તેને સ્યાદ્વાદ (સ્યાદ્ શબ્દપૂર્વક બોલવું) અથવા અનેકાન્તવાદ કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org